SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૨૯૮] - શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૮ ગુર્જરેશ્વર કુમારપાળે વડનગરને કિલ્લો કરાવ્યો અને તેની ઉપર વિ. સં. ૧૨૯૮ આ શુ. ૫ ગુરુવારે શ્રીપાલે એક જ દિવસમાં રચેલ પ્રશસ્તિ કરાવી હતી. જે. શિલા તૂટી જવાથી ફરીવાર સં. ૧૬૮૯ ચેક શુટ ૧ ને ગુરૂવારે તે પ્રશસ્તિ બીજ પત્થર ઉપર દવામાં આવી છે. કવિચક્રવર્તી શ્રીપાળ તે પ્રસારિતમાં ઉપમા આપતાં લખે છે કે – વિનેશ નાં વિનોને કરે છે, મે સફળ શકુન જ્ઞાન છે, દેવીઓ જેના શત્રુઓને વિનાશ કરે છે અને જેને સેમેશ્વરે રાજ્યવૈભવ આપે છે, તે કુમારપાળને રક્ષણ સામગ્રી મંત્રજાપ યુદ્ધક્રિયા અને સેના એ તો દેખાવ માત્ર છે” અર્થાત-મહારાજા કુમારપાળ સર્વ રીત્યા ઉદયશીલ છે.* કવિરાજે આપેલ આ ઉપમાની ભાવના જ જાણે બીજા રાબ્દોમાં દેખાતી હોય તેમ ગુજરાત બહાર ખેદાએલ સં. ૧૨૦૮ ને રત્નપુર (મારવાડ) ના શિવાલયને શિલાલેખ, સં. ૧૨૦૯ મહા વદિ ૧૪ને કરાડુ (જોધપુર રાજ્ય) ના શિવાલયને શિલાલેખ, ઉદેપુર ગામ (ગ્વાલીયર રાજ્યોને દાનશિલાલેખ અને અર્જુન લેખકોએ લખેલ બે ગ્રન્ય પુપિકાઓમાં ગુર્જરેશ્વર કુમારપાળના નામની પહેલાં સમાતિવરઘલા નો શબ્દ દેખાય છે.' બીજી તરફ એ ગુર્જરેશ્વરે સં. ૧૨૧૬ માં શ્રાવકનાં ૧૨ વ્રતો સ્વીકારી જે ધમને અપનાવ્યું હતું એટલે કુમારપાળવિહારમાં તેના વિશેષણરૂપ પરમહંત શબ્દ પણ લખાયો ૩ કવિ શ્રીપાલ એ પાટણને વતની ધનાઢય ગૃહરી હતા. તેમ મહાકવિ પણ હતો. મહારાજા સિદ્ધરાજ જયસિંહ તેને કવીન્દ્ર તથા ભ્રાતા તરીકે બોલાવતા હતા. તે પિરવાડ અને ધર્મ જૈન હતા. ખાસ કરીને આ. શ્રી. વાદીદેવસૂરિ અને તેના સમુદાયના સાધુઓને તે ઉપાસક હતા. તેને એક સ્વતંત્ર ઉપાશ્રય હતું, જેમાં ઉક્ત સમુદાયના સાધુઓ આવીને તરતા હતા. તપસ્યાના પ્રભાવે ચિત્તોડના રાણુ જૈસિંહદ્વારા “તપ”નું ગૌરવવંતુ બિરુદ પ્રાપ્ત કરનાર તપગચ્છના આ આચાર્ય શ્રી જગચંદ્રસૂરિના મોટા ગુરુ શ્રી હેમચંદ્રસૂરિએ એ જ ઉપાશ્રયમાં “નાબેયનેમિ-દ્વિ-સંધાન” કાવ્ય બનાવ્યું હતું, જેનું સંશોધન કવિચક્રવતી શ્રીપાળે એક દિવસમાં જ કર્યું હતું. તથા એ જ આચાર્યના ગુરુ બાતા-શ્રી સમપ્રભસૂરિએ સં. ૧૨૪૧ માં તેના ઉપાશ્રયમાં “કુમારપાલ–પ્રતિબોધ” કાવ્ય બનાવ્યું છે. તે ઉપાશ્રયની વ્યવસ્થા તેના પુત્ર કવિ સિહપાળના હાથમાં હતી. आचारः किल तस्य रक्षणविधिविघ्नेशनि शितप्रव्यूहस्य फलावलोकिशकुनज्ञानस्य मंत्रान्वयः ॥ देवीमंडलखंडिताखिलरिपोर्युद्धं विनोदोत्सव : । श्रीसोमेश्वररतरान्यविभवस्याडंबरं वाहिनी ॥१८॥ --વડનગરના કિલ્લાની પ્રગતિ ૫. જૂઓ “ન સત્ય પ્રકાશ વર્ષ ૪ અંક ૯ માં “ગુર્જરેશ્વર કુમારપાળ” લેખ પૃ. ૪૦ થી ૪૯૪ રત્નપુરના શિલાલેખમાં શ્રી રાયપાલદેવને પણ રામુકાકાનાણથી સંબોધ્યા છે— १. सत्त्वानुकंपा न महीभूजां स्यादित्येष क्लृप्तो वितथप्रवादः । जिनेनधर्म प्रतिपद्य येन श्लाघ्यः स केषां न कुमारपालः ॥ -કુમારપાલ પ્રતિબોધ પૃ. ૭૫, For Private And Personal Use Only
SR No.521591
Book TitleJain_Satyaprakash 1943 07
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1943
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy