________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૧૮].
શ્રી જૈન સત્ય પ્રકાશ
[[વર્ષ ૮
દેહરાં ચાર તિહાં જૂહાર્યા, રેવા તટ કીધા ઉતારા રે. ધન ૧૪ ગામેગામ દેવલ જે નીરખું, ભેટ રૂપીઓ મુકી પરભુ પરખે રે, ધન યાચક દાન દે તો અતિ હરખેં, માનું આષાઢો જલધર વર્ષે રે. ધન ૧૫ ભરુઅચૅ મજમુંદાર કહાવું, ભાઈદાસ નામ ધરા રે, ધન તસ સુત ભૂષણદાસ તે ભાવેં, સાહમીઓ બહુ લા રે. ધન- ૧૬ સા મૂલચંદ લાલદાસ જ કે, સંઘભક્તિનૅ ભરો રે, ધન મહાજન લોક તિહાં બહ મલિયા, સંઘદેખણ હલકલિયા રે. ધન પ્રભાતે ભરુઅચૅ આવ્યા, ચિત્ય પંચ જૂહારી સુખ પાવ્યા રે, ધન સત્તાવીસ દેરાસર દેખી, હરખ્યા ગુણ ગવેષી રે. ધન દિન તિન તિહાંથી સંઘ સિધાવ્યો, ગામ ટંકારીઈ આવ્યા રે, ધન બીજે દીન મીયાગામને નિક, સંઘ ઉતરીઓ ગહગટ્ટે રે. ધન સાંહમીઉં બારિઈ કીધું, સંઘવીઈ ભેટશું દીધું રે, ધન કહે બારિઓ ગેડી પ્રભૂ મિલીઓ, આજ મને રથ ફલીઓ રે. ધન, ૨૦ એક દેહરું દેરાસર એક, સંઘે ભેટ્યા ધરીય વિવેક રે, ધન લહેં ઘીની સા મંડણે કીધી, પ્રભાતેં ચઢાઈ સીદ્ધી રે. ધન૨૧ ગામ ચઉદિસિ આવ્યા, ચૈત્ય એક ભેટી સુખ પાવ્યા રે. ધન વખત સભાચંદ ગોલ લોં કીધી, તિહાંથી વટપદ્રની વાટ તે
- લીધી રે. ધન, માધવજીને ગલાલચંદ ગાંધી સંઘ, નાથા માણુક્યજીની
જોડે રે. ધન, કુશળ ગેડી મેં મૂલચંદ હર્ષા, માદી ડુંગરસી સરખા રે. ધન૨૩ ઈત્યાદિક સામઈ આવ્યા, સંઘવી તણે મન ભાવ્યા રે, ધન, ચિરાદિક ભેટણ બહુ લાવ્યા, સંઘ દેખી સુખ પાવ્યા રે. ધન૨૪ દેહરાં પાંચ તિહાં મોટાં ઝાર્યા દાદે પાસ નિરખી દિલ ઠાર્યા રે, ધન બીજાં દેરાસર દીઠે જગીસ, વંદ્યા તિહાં અઠાવીસ રે. ધન, ૨૫ સા ડુંગરસી કરે તિહાં લહેણી, ગોલ તણું જ કહેણી રે, ધન રાય વિદ ને તસ પ્રધાન, સંઘવીને ઘે બહુ માન રે. ઘન, ૨૬
(ચાલુ) [૧૪] રેવાતટ-રેવાનદીના કિનારે. [૧૫] આષાઢ જલધર આષાઢી મેઘ [૧૬] સાહનીએ= સામૈયું. [૧૭] હલકુલીયા=હાંફળાફાંફળા થતાં-ઉતાવળા. [૧૮] ગી=જોઈને. ગહગ ગહેંગટઉલ્લાસપૂર્વક સાહસીઉં સામૈયું. લહેણી=(હાણી-પ્રભાવના, તે વખતે ઘી અને ગોળની પ્રભાવના કરવાનો રીવાજ હશે એમ આ ૨૧ અને ૨૨ મી કડીમાંના ઉલ્લેખ ઉપરથી જણાય છે. [૨૨] વટપદ્ર વડોદરા. [૨૪] સામી=સામે. ચિરાદિક=વસ્ત્ર વગેરે. ભેટભેટયું-ભેટ. [૨૫] ઝાયાં=જુહાર્યા-વાવાં. [૨૬] રાયાજા.જસકહેણીયશલનારી.
For Private And Personal Use Only