________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૧૪]
શ્રી જેને સત્ય પ્રકાશ
[વષ ૮
સકલ સંઘ મિલિ તેહ, સંઘપતિ તિલક તે કીધ; શ્રી શત્રુંજ ગિરિ ભેટીને, જગમાં સુજસ તે લીધ. તસ સુત તારાચંદ ભલે, એક દિન કરે વિચાર; શ્રીગેડી પ્રભુ ભેટીઈ, સફલ હુઈ અવતાર. ફતેચંદ કાકા પ્રોં, વીનતી કરેં કર જોડિ; કરો પસાય જિમ મન તણ, પર્ય વંછિત કેડિ. વલતું કાકા ઈમ ભણે, પુત્ર સુણે મુજ વાત; મુજ બેઠાં તમેં હર્ષથી, કરે જિનેસર યાત્ર. જે જે મનોરથ ઉપજે, તુમ મનમાંહે જેહ, તે તે સવિ સફલા કરો, મૂકી મન સંદેહ.
ઢાલ ૧ (નમો નમે રે શ્રી શૈગંજ ગિરિવર–એ દેશી.) ધન ધન શ્રી જિનશાસન જગમાં, સકલ સિદ્ધિની ખાણ રે, તીર્થ સેવન પવયણુભત્તિ, કરતાં લહે ધ્રુવ ઠાણ રે. ધન- ૧ દાહોપશમ મલ તૃષ્ણ નાશું, વાસે સુગુણ સુવાસ રે, તીરથ ફળ જાણ સંઘ સાથે, કરતાં ગુણ ઉલ્લાસ રે. ધન ૨ પંચમેં આરે પાટણ-પુરને, સંઘવી કચરે સાહ રે; તસ સુત તારાચંદ સવાઈ, ધન લક્ષમીને નાહ રે. ધન ૩ આદિલ(મ) જિનપતિ દેહરે જઈને, યાત્રા નવાણું કીધું રે; વળી વિસ્તારે મેરૂ મહોત્સવ, કરી ભયે પરિઘલ ચિત્ત રે. ધન ત્યાગી સેભાગી ગુણનો રાગી, જાગિ મતિ એક દિન રે; તીરથમાલા શ્રીસંઘ સંચુત, ભેટું થીર કરી મન રે. ધન પંચમેં આર્જે પરગટ પર, શ્રીગેડીમંડણ દેવ રે, સંઘ ચતુરવિધ સાર્થો લેઈ, યાત્રા કર્યું સુભ ટેવ રે. ધન ઈમ વિમાસી માગસર સુદિમાં, સાતમને સેમવાર રે; શ્રી શાંતિનાથ પ્રાસાદે મહત્સવ, સ્નાત્ર અઠાતરી સાર રે ધન ૭ તિણું વેલા સંઘવી તિહાં આવી, જિન વાંદી કહે એમ રે; થલપતિ ભેટણ હુએ ઉમાહો, આવો ધરી પ્રેમ રે. ધન ૮ [૯] પસાયત્રપ્રસાદ-કૃપા. [૧૦] વલતું=જવાબમાં.
હાલ ૧ [૧] પવયણભત્તિ=પ્રવચનભક્તિ-શાસનની સેવા. ધ્રુવઠાણ નિશ્ચિત સ્થાન–મોક્ષ [૨] દાહોપશમ દાહની શાંતિ. [૩] સવાઈસવા-ચઢિયાતા. નાહ=નાથ. [૪] પરિઘ = આ શબ્દનું મૂળ ખ્યાલમાં નથી આવતું, પણ એને ભાવ-આનંદિત-હર્ષિત એવો લાગે છે. [૫] તીરથમાલા તીર્થોને સમૂહ. અઠોતરી અષ્ટોત્તરી સ્નાત્ર [૮] ઉમાહsઉમંગ-મનરથ.
For Private And Personal Use Only