SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૦ ] નિહુનવવાદ [૩૫] અસાધારણ ધર્મ લક્ષણ કહેવાય છે. વિરુદ્ધ લક્ષણ-વિલક્ષણ કહેવાય. અર્થાત –જે બે વસ્તુમાં પરસ્પર વિરુદ્ધ અસાધારણ ધર્મ હોય તે બન્ને વસ્તુઓ વિલક્ષણું કહેવાય. વિલક્ષણતા બે પ્રકારે થાય છે. એક તે જુદા જુદા લક્ષણથી અર્થાત–આનું સ્વરૂપ કંઈક હોય ને તેનું સ્વરૂપ કંઈક હય, જેમ એક જ સ્થાનમાં રહેનારા ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય પરસ્પર વિલક્ષણ છે, કારણકે તે બન્નેનાં સ્વરૂપ જુદાં છે. ધર્માસ્તિકાયનું રવરૂપ ગતિમાં સહાય કરવાનું છે, ને અધર્માસ્તિકાયનું સ્વરૂપ સ્થિતિમાં મદદ કરવાનું છે. એ પ્રમાણે એક જ આત્મામાં રહેતાં પુણ્ય અને પાપ વિલક્ષણ છે. પુણ્ય સુખને આપનાર છે ને પાપ દુઃખ દેનાર છે. સાકરમાં જે સ્થળે સફેદ રૂપ રહે છે તે જ સ્થળે મિષ્ટ રસ પણ રહે છે. છતાં બન્ને એક નથી, કારણકે રૂપ આંખથી જણાય છે ને રસ જીભથી જણાય છે. એ સ્વરૂપભેદરૂપ વિલક્ષણતા થઈ. બીજી વિલક્ષણતા, જુદા જુદા સ્થાનમાં રહેવારૂપ છે. જેમ–પહેલું પેટ, સાંકડો કાંઠલ ને જલધારણ કરવાની શક્તિ તે રૂપ એક જ સ્વરૂપવાળા ઘડાઓ પરસ્પર એકબીજાથી વિલક્ષણ છે. કારણકે જુદા જુદા સ્થાનમાં-ભિન્ન ભિન્ન દેશમાં રહે છે. જે સ્થાનમાં એક ઘડો રહે છે, તે જ સ્થાનમાં બીજે ઘડ રહેતો નથી. ને આ બન્ને પ્રકારની વિલક્ષણતા ન હોવાને કારણે પોતે પિતાથી વિલક્ષણ થઈ શકતો નથી. તમે જીવથી નોછવને વિલક્ષણ જણાવે છે તે તેમાં કઈ જાતની વિલક્ષણતા છે? લક્ષણભેદરૂપ વિલક્ષણતા છે કે દેશભેદરૂપ વિલક્ષણતા છે?” જીવમાં ફ્લેથી બન્ને પ્રકારની વિલક્ષણતા છે, માટે તે જીવથી જુદો પડે છે. જીવમાં જીવત્વ છે અને જીવમાં જીવ છે. એ રીતે બન્નેનું સ્વરૂપ જુદું છે. દેશભેદ તે પ્રત્યક્ષ જણાય છે. ગિરેલીથી જુદું પડેલું પુછ નોવ છે. ગિરોલી જે સ્થાનમાં રહે છે તે સ્થાનમાં તે પુચ્છ રહેતું નથી માટે દેશભેદથી પણ જીવ છવથી ભિન્ન સિદ્ધ થાય છે.” બીજા કોઈ હેતુઓથી તોછવ સ્વતન્ત જુદો સિદ્ધ થયા પહેલાં ને છત્વરૂપ સ્વરૂપભેદ કહી શકાય નહીં. તયક્તિત્વરૂપ હેતુથી વસ્તુનો ભેદ સિદ્ધ થાય છે. પણ તે કયારે કે વસ્તુનું તથક્તિત્વ સ્વતંત્ર સિદ્ધ થયું હોય તો. મુક્તિમાં એક જ સ્થાનમાં સમાન અવગાહનાથી અવસ્થિત આત્માઓ પરસ્પર જુદા છે. અનન્ત જ્ઞાનદર્શન ચારિત્ર-રૂપ સ્વરૂપ સર્વેમાં સમાન છે. દેશભેદ પણ નથી. છતાં તેમાં જે ભિન્નતા છે તે તયક્તિત્વરૂપસ્વરૂપભેદ આશ્રયીને જ તે તયક્તિત્વ પ્રથમથી સ્વતંત્ર સિદ્ધ થયેલ છે. તે આ પ્રમાણે – એક જ કાળે સિદ્ધ થયેલાઓની સમાન સ્થળમાં સમાન અવગાહના સંભવતી નથી. તે ભિન્ન કાળે સિદ્ધ થયેલાઓની જ સંભવે છે. એ જે કાળભેદ છે તેણે જ તેમાં તયક્તિત્વ સિદ્ધ કરેલ છે. માટે જ્યાં સુધી જીવ સ્વતંત્ર સિદ્ધ ન થાય ત્યાં સુધી તેનું વ્યક્તિત્વ ભિન્ન કહી શકાય નહીં. તે સિવાયનું હલન-ચલન-ફુરણ વગેરે સ્વરૂપ, જીવ નજીવમાં સમાન છે. માટે સ્વરૂપભેદ-લક્ષણભેદરૂપ વિલક્ષણતા ઘટી શકતી નથી. દેશભેદથી જીવ - ૧ કે વાસ્તવિક રીતેએ એક ઘડાથી બીજા ઘડાનું સ્વરૂપ જીદ હોય છે. એકમાં અમુક દેશપત્તિકત્વ તે અન્યમાં અન્ય દેશોત્પત્તિકત્વ રૂપસ્વરૂપ ભિન્ન છે. છતાં આબાલગોપાલ દેશભેદથી ભિન્નતા પ્રતીત થાય છે માટે, ને વ્યવહારમાં એ વા૫વાળા મનાતા હોવાથી સ્વરૂપભેદને છોડી દેશભેદે ભિન્નવિલક્ષણ બતાવેલ છે.. For Private And Personal Use Only
SR No.521591
Book TitleJain_Satyaprakash 1943 07
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1943
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy