SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૨૪] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૮ પબાસન નીચેની જમણી તરફની પાદુકા ઉપરનો લેખ संवत १९१२ना मासोत्तममासे शुक्लपक्षे काकति सुद ६ पं. श्री....विजयजी तस्य पादुका भरापितं ॥ પબાસન નીચેની ડાબી તરફની પાદુકા ઉપરનો લેખ पं. कल्याणकुशलानां उपदेशात् साधवी श्रीनानश्रीजीई पादुका भरापित शुभं भवतु । આ ત્રણ પાદુકાઓમાં એક તે તપાગચ્છીય ભટ્ટારક શ્રીપૂજ્ય જિનેંદ્રસૂરિની પાદુકા છે. શ્રીનિંદ્રસૂરિજીને પરિચય સુપ્રસિદ્ધ ભક્તકવિરાજ શ્રી વીરવિજયજી મહારાજ ચોસઠપ્રકારી પૂજાના કલશમાં આ પ્રમાણે આપે છે “વિજયજિતેંદ્રસૂરીશ્વરરાજ્ય, તપગચ્છ કેરે રાયો.” જિતેંદ્ર-ટૂંકના શિલાલેખાના આધારે ભટ્ટારક શ્રીવિજયધર્મસૂરિજીના પટ્ટપ્રભાવક શ્રીવિજયજિતેંદ્રસૂરિ થયા છે. તેમના પટ્ટપ્રભાવક વિજયદેવેંદ્રસૂરિજી થયા છે. તેમની વિદ્યમાનતામાં શ્રી વીરવિજયજી મહારાજે બીજી પૂજાઓ બનાવેલી છે. આ સિવાય ભાવનગર સ્ટેટને રાજમહેલ પણ જોવા જેવો છે. તેમાં કેટલાંક પ્રાચીન ચિત્ર કલાની દષ્ટિએ જોવા જેવો છે. બહાર નીકળતાં દરવાજાની અંદર જ એક મહાદેવજીના મંદિરની બહાર જૈન મૂતિના પરિકરના કેટલાક ખંડિત ભાગે ત્યાં હતા. એક ભાગ ઉપર વંછ સાફ વંચાતું હતું. તેરમી-ચૌદમી સદીનો લેખ હતો. પરિકરના નીચેના ભાગના ત્રણ ટુકડા હતા. આ બધું જલદી જલદી જોઈ અમે ઉપાશ્રયે આવ્યા. - શિહેરમાં સુંદર જિનમંદિર છે. એક મંદિરમાં જ બે વિભાગમાં બે મંદિરે છે. એકમાં મૂલનાયક શ્રીસુપાર્શ્વનાથજી છે, અને બીજા વિભાગમાં શ્રી અજિતનાથજી પ્રભુ મૂલનાયક છે. મંદિર ભવ્ય અને દર્શનીય છે. મૂર્તિઓ પ્રાચીન અને મનોહર છે. શ્રીસુપાર્શ્વનાથજી ભગવાનના મંદિરની બહાર સીડી પાસે ઉપર એક નાની દેરી છે, તેમાં પણ એક પાદુકા છે. લેખ છે. લેખ લીધો છે, પણ તેની નક્ત અહીં નથી એટલે નથી આપે. - શ્રી અજિતનાથજીના મંદિરના નીચે વ્યાખ્યાનશાળા છે. તેમાં પેસતાં સામે જ તપગચ્છાધિપતિ શ્રીમૂલચંદજી મહારાજ (મુક્તિવિજયજી ગણિ) ની સુંદર મૂર્તિ છે ખુણમાં ડાબી બાજુ શ્રીમાણીભદ્રજી છે જે ચમત્કારી અને પ્રાચીન છે. અહીં યતિઓની ગાદી છે—હતી. બીજું નાનું ઘરમંદિર છે જેને જીર્ણોદ્ધાર ચાલે છે. ઉપાશ્રય-ધર્મશાળાની બધી સગવડ છે. સ્ટેશન પર ભાવનગરવાળા સદ્દગૃહસ્થોએ બંધાવેલી વિશાળ જૈન ધર્મશાળા છે. અહીં ઉતરનાર યાત્રિએ શિહોરના મંદિરનાં દર્શન જરૂર કરવાં. પાલીતાણું જનાર દરેક યાત્રિકને શિહોર ગાડી બદલવી પડે છે. સમય મળે તેમણે જરૂર લાભ લેવા જેવું છે. શિહોર ઉપર ખાસ તપગચ્છાધિરાજ શ્રીમૂલચંદ્રજી મહારાજને ધર્મોપકાર હોવાથી પાઠશાળા વગેરે પણ તેમના નામથી ચાલે છે. શિહેર ખાસ તેમનું ક્ષેત્ર કહેવાય છે. શિહેરની ધર્મભાવના પણ સારી છે. પણ આજે તેમાં જે અનૈય–અપ્રેમ અને સંપનો અભાવ જોવાય છે તે નિકળી જાય તો તેની પ્રાચીન કારકીદી શેભે તેમાં સંદેહ નથી. શાસનદેવ સર્વને સહુબુદ્ધિ અર્પે એ જ શુભેચ્છા For Private And Personal Use Only
SR No.521590
Book TitleJain_Satyaprakash 1943 06
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1943
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy