________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવચન-મનમાલ
૨૦૧]
=
નામથી શાસ્ત્રમાં ઓળખાવ્યાં છે. ૩૬
૩૭ પ્રશ્ન-કેવા અધ્યવસાયથી જીવનું આયુષ્ય ઘટે છે
ઉત્તર-૧ રાગના અધ્યવસાય, ૨ સ્નેહના અધ્યવસાય અને ૩ ભયના અધ્યવસાય, આ ત્રણ જાતના અધ્યવસાયથી જીવનું આયુષ્ય ઘટે. મનમાં હદઉપરાંત રાગ, રનેહ કે ભયની ભાવના થાય તે જરૂર આયુષ્ય ઘટે છે. માટે જ પરમકૃપાળુ શ્રી તીર્થંકર દેવોએ રાગાદિને તજવાને ઉપદેશ આપ્યો છે. ૩૭.
૩૮ પ્રશ્ન-અધ્યવસાય શબ્દનો અર્થ શું ?
ઉત્તર–કષાય મેહનીયના ઉદય કાલમાં વર્તતા અમુક જાતના જે છત્રના પરિણામો તે અધ્યવસાય કહેવાય. આવા અધ્યવસાય દશમા સૂક્ષ્મ સંપરાયગુણસ્થાનક સુધી જ હોય છે. વિશેષ બીના શ્રીદેડકવિસ્તરાર્થની પ્રસ્તાવનામાં જણાવી છે.
૩૯ પ્રશ્ન–રાગ શબ્દનો અર્થ શું ?
ઉત્તર–સ્ત્રી વગેરે ભોગનાં સાધનામાં જે આસક્તિ (પ્રીતિ) થાય તે રાગ કહેવાય. જેમ લાલ, પીળા વગેરે રંગના કુંડામાં સફેદ લુગડું બળવાથી તદ્દન ઘેળાશ જતી રહે છે, તેમ રાગની ભાવનાથી ધ્વની શુદ્ધ દશા (નિજગુણરમણુતા ) બગડી જાય છે. વિશેષ બીના “દેશનાચિતામણિ” વગેરે ગ્રંથમાં જણાવી છે. ૩૯
૪૦ પ્રશ્ન–રાગના અધ્યવસાયથી કોઈનું આયુષ્ય ઘટયું હોય એવું દષ્ટાંત જૈન શાસ્ત્રમાં જણાવ્યું છે. ?
ઉત્તર–એક સ્ત્રી પાણીની પરબ ઉપર જતા આવતા લોકોને પાણી પાય છે. એક યુવાન માણસને જોઈને તે (સ્ત્રી) અત્યંત રાગ ધારણ કરે છે. જુવાન માણસ પાણી પીને ચાલ્યો જાય છે. તીવ્ર રાગને લઈને તે સ્ત્રી પૂરી પૂરીને મરણ પામે છે. વિશેષ બિના શ્રીવિશેષાવશ્યક, લેકપ્રકાશક, સંવેગમાલા, શ્રાવકધર્મ જાગરિકા આદિમાં જણાવી છે. આ સ્ત્રી જે તત્કાલ મરણ પામી, તેમાં રાગના અધ્યવસાયો કારણ હતા એમ સમજવું. ૪૦.
૪૧ પ્રશ્ન-સ્નેહના અધ્યવસાયથી આયુષ્ય ઘટે, એમાં કોઈ શાસ્ત્રીય દષ્ટાંત છે ?
ઉત્તર–શ્રી વિશેષાવશ્યકાદિમાં જણાવ્યું છે કે–એક સ્ત્રીને પતિ પરદેશમાં ગયો છે. તેના મિત્રોએ મશ્કરીમાં તે સ્ત્રીને જણાવ્યું કે તારે પતિ મરણ પામે.” મિત્રોએ તે સ્નેહની પરીક્ષા કરવા માટે કહ્યું પણ પરિણામ એ આવ્યું કે–પતિની ઉપર તે સ્ત્રીને તીવ્ર સ્નેહ હતો, તેથી પતિનું મરણ સાંભળીને તે જ વખતે તે મરણ પામી. એ જ પ્રમાણે પુરુષ પણ સ્ત્રીનું મરણ સાંભળીને તીવ્ર સ્નેહના પ્રતાપે મરણ પામે. આ સ્નેહથી મરણ પામેલાનું દષ્ટાંત જાણવું. વિશેષ બિના શ્રીસંવેગમાલાદિમાં જણાવી છે. ૪૧.
૪ર પ્રશ્ન–ભયથી આયુષ્ય ઘટતાં મરણ થયું હોય, એવું કઈ શાસ્ત્રીય દૃષ્ટાંત છે ?
ઉત્તર–અત્યંત ભયથી સોમિલ બ્રાહ્મણનું આયુષ્ય ઘટી ગયું, તેથી તે મરણ પામે. તે બિના ટૂંકામાં આ પ્રમાણે જાણવી. વસુદેવ રાજા અને દેવીકી રાણીના પુત્ર ગજસુકુમાલકુમાર સોમિલ બ્રાહ્મણની આઠ પુત્રીઓને પરણ્યા બાદ પ્રભુશ્રી નેમિનાથની વૈરાગ્યમય દેશના સાંભળીને સંયમ લેવા તૈયાર થયા. કૃષ્ણમહારાજે રાજ્યાદિ દેવાનું કહીને ઘણાએ લેભાવ્યા, પણ ગજસુકુમાલે તેને ત્યાગ કરીને, સર્વની અનુમતિ લઈને દીક્ષા ગ્રહણ કરી. તે જ દિવસે ગજસુકુમાલ મુનિવરે બારમી ભિક્ષપ્રતિમા અંગીકાર કરીને
For Private And Personal Use Only