SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૮ ] જૈનધમી વિરેનાં પરાક્રમ [૨૨] == = સાહ નાગજી કહેણથી એ સાધારણ જિન ગાઈએ, ખિમાવિજય જિન ઉત્તમનામેં પવિજઈ યાઈઆ. રચ્ય સં. ૧૮૧૭. લખ્યા સં. ૧૮૮૯ જેઠ સુદ ૮. નોંધ-પ્રસ્તુત વન સુપ્રસિદ્ધ કવિ શ્રી પદ્મવિજયજીની કૃતિ છે. અને કાશમાં જણાવ્યા પ્રમાણે શાર, નાગજીની વિનંતીથી શક સંવત ૧૬૮૨ માં–એટલે ૧૬૮૨ માં શાક સંવત અને વિક્રમ સંવત વચ્ચેના અંતરનાં ૧૩૫ વર્ષ ઉમેરતાં વિક્રમ સંવત ૧૮૧૭ માં– એની રચના કરવામાં આવી હતી. આ કવિતાની ભાષા મધુર અને સરળ છે અને ભાવ સ્પષ્ટ છે. તીર્થકર ભગવાનનાં પાંચે કલ્યાણકે કઈ રીતે ઉજવાય છે તેને સ્પષ્ટ ખ્યાલ આ સ્તવન આપે છે. એટલે બાળકોને પ્રભુજીનાં કલ્યાણને ખ્યાલ આવી શકે તે માટે પાઠયપુસ્તકમાં આપી શકાય એવી સુંદર આ કવિતા છે. મારી પાસે આ કવિતાની નકલ કેટલાક વખતથી પડેલી હોવાથી ઉપયોગી સમાજને અહીં આપી છે. આ નકલ કયા ભંડારની હસ્તલિખિત પ્રત ઉપરથી ઉતારવામાં આવી હતી તેનો નિર્દેશ, નકલ કરતી વખતે ઉતારો રહી ગયો હોવાથી અહીં નથી આપી શકાય તે માટે દિલગીર છું. જૈનધર્મી વીરાનાં પરાક્રમ લેખક: શ્રી. મેહનલાલ દીપચંદ ચેકસી ( ક્રમાંક પ૮ થી શરૂ : ગતાંકથી ચાલુ : આ અંકે સંપૂર્ણ) ઉપસંહાર આ લાંબી લેખમાળા મહાન વસ્તુપાલના સંક્ષિપ્ત જીવન સાથે પૂર્ણ થાય છે. એમાં જુદાં જુદાં સ્થાનના જે નવ કથાનકે વર્ણવેલાં છે અને એની પાછળ જે ઈતિહાસનું પીઠબળ દર્શાવેલું છે એ જોતાં હરાઈને એટલું તે સહજ સમજાય તેમ છે કે જૈનધર્મ પાળનારા પણ, સમય પ્રાપ્ત થતાં લેશ, પણ નબળાઈ દાખવ્યા વગર કિંવા કાયરતાને સધિયારે શોધ્યા વિના ઉઘાડી છાતીએ સમરાંગણમાં ઘૂમી શક્યા છે અને દુનિયાદારી ભાષામાં જેને બહાદુરી કે પરાક્રમ તરીકે પિછાનવામાં આવે છે એ ફેરવી શક્યા છે. અહીં વિના સંકોચે કહેવું જોઈએ કે–એ રીતે લડવામાં–શસ્ત્રાસ્ત્રના વપરાશમાં હિંસા સમાયેલી છે. જૈન ધર્મના સિદ્ધાંત પ્રમાણે અહિંસા એ જ મુખ્ય ધર્મ છે અને તેથી એના અનુયાયી વર્ગ માટે મુખ્ય ધ્યેય તો અહિંસાનું જ હોવું જોઈએ. તે પછી સહજ પ્રશ્ન ઉઠવાને કે જેઓએ ઉપર વર્ણવ્યા પ્રમાણે તરવાર કે ભાલાના દાવ ખેલ્યા અને એ દ્વારા શત્રુઓના પ્રાણીને પરલોકને પંથે વિદાય કર્યા એ ઉચિત ગણુય ખરું? એવું આચરણ કરનારા વસ્તુપાલ કે અમરચંદ સુરાણ જૈન કહેવાય ખરા ? હિંસા અને અહિંસા સાથે તે ન જ સંભવી શકે. પ્રશ્ન સાચી છે. પણ જે જૈનદર્શનમાં વર્ણવેલ અહિંસા કિંવા દયાપાલનની જુદી જુદી કક્ષાનો વિચાર કરવામાં આવે તે એને ઉકેલ સહજ આવે તેમ છે. સંપૂર્ણ અહિંસાનું પાલન કરવા કટિબદ્ધ થનાર માટે સમસ્ત શસ્ત્ર કે અસ્ત્રનું એડવાપણું છે એટલું જ નહીં પણ નાની સરખી લાકડી કે સામાન્ય લેખાતા તરણાની પણ એને જરૂર નથી જ. વળી તેને માટે તો કાયાથી જેમ અન્ય વને ઉપદ્રવ For Private And Personal Use Only
SR No.521589
Book TitleJain_Satyaprakash 1943 05
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1943
Total Pages38
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy