________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૨૩૦ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
વર્ષ ૨
કવાપર્યું નથી તેમ વચન અને મનથી પણ અન્ય જીવને ઉપદ્રવ કરવાપણુ નથી. અન્યને દુ:ખ પમાડે તેવા મનમાં વિચાર સરખા માં કરવાના નથી ત્યાં માઠાં લાગે એવાં વચન પાપણ તે। હોય જ શેતુ આ પ્રકારના સખત નિયમ મેટા ભાગે શ્રમણા જ પાળી શકે અર્થાત્ ઉચ્ચ કાટિના અભ્યાસી સાધુ જ એ દિશામાં ધ્વન ગાળી શકે. સ ંસારવાસી આત્માએ કે જેમના શિરે રાજ્ય ચલાવવાની, લેવડદેવડના વહીવટ કરવાની, અગર તેા આર્ભ-સમારભનાં કાર્યો સભાળવાની જવાબદારી હાય છે એવા મનુષ્ય માટે ઉપર વધ્યું એ રીતે અહિંસાનું પાલન શક્ય નથી. એથી જેને સસારના અંધનમાં રહી અરસપરસની પ્રજો અદા કરવાની છે એવા શ્રાદ્ધ વર્ગ માટે અહિં’સા ધર્મારૂપ તે છે જ, પણ તેનુ પાલન કરવાનુ માપ જુદુ છે. એમાં કડકાઇ કરતાં છુટછાટ વધુ છે. અપરાધી પ્રત્યે કે આવશ્યક ફરજ ટાણે એ મૌન ન સેવે. નજર સામે જુલમ થઈ રહ્યો હોય કિવા અળિયાને હાથ નબળાને કે અસહાયને ડારતા હોય તે એ હાથ જોડી ઊભા ન રહે. એ વેળા ઉઘાડી છાતીએ ઝુકાવે અગર તેા હાથમાં શસ્ત્ર પકડી પડકાર કરે. જુલમગારના સામના કરવા એ એની ફરજ ! એ પરિસ્થિતિ લક્ષ્યમાં લઇ જૈન સિદ્ધાંતકારાએ અહિંસાનું પ્રમાણુ શ્રમણુસમૂહ માટે જ્યારે પૂ એટલે સાળ આની કહ્યું છે ત્યારે શ્રાદ્ધ યાને ઉપાસક વર્ગ સારુ એક આની મૂકયુ છે. અલબત્ત શક્તિ અને સંજોગા અનુસાર એક આનીથી આગળ વધવામાં વાંધો નથી જ. જ્યાં આવી દી - દર્શિતા ભરી ગાઠવણુ હાય, જ્યાં એ રીતે એક બે નહિ પણ સંખ્યાબંધ આત્મા આચરણ કરી ચૂકયા હાય, અને જ્યાં એ વાતની સાક્ષીમાં ઇતિહાસ 'ક્રિમ નાદ કરતે હોય ત્યાં એમ કહેવું કે જૈનધર્મની અહિંસા દેશની પરાધીનતા માટે જવાબદાર છે, અથવા તે ગુજરાતના પતનમાં એણે અગ્ર ભાગ ભજવ્યેા છે તે એ માત્ર ખાલિશતા છે એમ જ નહિ પણ પ્રતિહાસની અજ્ઞાનતા પણ છે જ. એવુ વદનાર જો સાક્ષર વર્ગીમાં કાઇ હાય તે કહી શકાય કે એની કલમે સત્યના અપલાપ કરી કેવળ અસૂયાનું પાન જ કર્યુ છે. દુનિયાના મોટા ભાગ જે માપે શૌય કે પરાક્રમને માપે છે એની અનેક પરાક્રમ ગાથાએ ભારતવ માં અને એની બહારના દેશમાં ભૂતકાળમાં અને આજે પણ રચાઇ હતી અને રચાય છે, અને તે ઉપરથી જય-પરાજયના આંક મૂકાય છે. આ સાચું છે છતાં એથી અહિંસામાં કંઇ જ નથી અથવા તે। એ વળ આત્મિકશ્રેય સારુ જ ઉપયેગની વસ્તુ છે, વ્યવહારમાં એનુ' કંઇ જ મૂલ્ય નથી એમ માનવામાં જરૂર ઉતાવળ છે, જે વસ્તુ એક આત્માને કલ્યાણપર્થે લઇ જવાનું સામર્થ્ય ધરાવે તે સખ્યાબંધ આત્મા માટે શા સારુ શ્રેયને માર્ગ ન ઉધાડે ? ભૂત અને વમાનનાં ઉદાહરણ એકઠાં કરતાં જરૂર લાગવાનું કે એમાં ઉત્કૃષ્ટ શક્તિ છે. એને ઉપયાગ કરતાં આવડે તે હિંસાના વિષમ તે લેાહીયાળ માર્ગે જઇ હજારાની પ્રાણહાનિ કરવી અને જય મળ્યા છતાં સાચી શાંતિ ન મળે કિંવા ભાવિ ભય ઊભો રહે એવી ત્રિશંકુ દશામાં રહેવું, એ કરતાં અહિંસાને પથ ઘણી રીતે શ્રેષ્ઠ છે. અલબત્ત એમાં કપરાશ ભારી છે અને સહુન કરવાનું વધુ છે, છતાં એને આખરી અંજામ પ્રેમમય અને કાયમી શાંતિમાં પરિણુમે છે એ નિશ્ચિત વાત હોવાથી પ્રશંસનીય અને અનુકરણીય છે. જૈતાની અહિંસાએ પતન નથી નાતયું ! એ માટે ગાંધીજીના શબ્દો ટાંકી લેખમાળાને સામાપ્ત કરીશ. મેાડન રીવ્યુ’ નામના પ્રસિદ્ધ માસિકમાં વર્ષો પૂર્વે દેશભક્ત લાલા લજપતરાયે લખેલું કે—
For Private And Personal Use Only