________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્ક ૮]
શ્રી માતર તી
[ ૨૩૭
શા. સાંકળચંદ હીરાચંદ તથા મગનલાલ ભીખાભાઇ ખરાંટી ગયા ને અન્ય માતરવાળા શ્રાવકા વગેરે મુખીના ચારા પર બેસી રહ્યા. મુખીએ તેમની મહેમાનગતી સારી કરી.
પેલા એ માતરવાળા શ્રાવકા ખરાંટી પહેાંચ્યા, ને શેઠ એચ-દાસ લલ્લુભાઇને મળ્યા. તેમને સર્વ હકીકત પૂછી ત્યારે ગેડ બેચરદાસ લલ્લુભાઇએ કહ્યું હું કાલે બરાડે ધરાણી માટે ગયેા હતેા. ત્યાં તમે પરમ દિવસે આવેલા, માગણી કરેલી, પણ તે વણકરે મૂર્ત્તિ આપેલી નહીં. આ વાતની મને ખબર પડી એટલે હું ત્યાં ગયા અને તે વણકર પાસે મારા રૂ. ૧૦૦૦) લેણા હતા તેમાંથી એછા લેવાનું વગેરે. આડુ'અવળું સમજાવી તેની પાસેથી મૂત્તિ લઈ આવ્યા છું. વણકર કહેતા હતા કે મને સ્વપ્ન થયું છે કે તુ એક પણ પૈસા લઇશ તેા તારું ખરાબ થશે' એટલે તેણે પૈસાની લાલચે મને પ્રતિમાજી આપ્યા નથી. પ્રથમ તે મને પણ આવવાની ના પાડી હતી, પણ પ્રભુજીની ઇચ્છા ત્યાં જવાની હશે એમ સમજી મહામહેનતે આપવાનું નક્કી કર્યું, એટલે મેં નિટમાં વાત્રક નદી છે ત્યાં મૂર્ત્તિ'ને મૂકી જવાનું કહ્યું, તેથી વણકર મૂર્તિ લઇને વાત્રક નદીએ આવ્યા અને નદીમાં સ્મૃત્તિને નવરાવી, કંઠમાં જે તુળસીની માળા નાખેલી હતી તે કાઢી નખાવીને કૃત્તિને હું ઉપાડીને મારા ગૃહમંદિરે લાવ્યો છું. પ્રભુની સેવાપૂજા કરી ડહેલાના મેડા પર ટાકાની ઉપર બેસાડયા છે. ચાલા તમારે દર્શન કરવા હોય તેા કરાવું. એમ કહી બન્ને જણ ડહેલાના મેડા પર ગયા અને પ્રભુનાં દર્શાનાદિ કર્યાં. બાદ શે બેચરદાસને કહ્યું કે જો તમારે મંદિર બંધાવવું હોય તે તેમાં પ્રતિમાજી સ્થાપન કરવા માટે પ્રથમ અંજનશલાકા કરવી પડશે અને એમાં થતા ખર્ચ કરવાની શક્તિ હાય તા ખુશીથી પ્રતિમાજીને અહી' રાખા, નહીંતર અમારા ગામમાં શેડ બેચરદાસ મેાતીલાલની ધર્મ પત્ની ગંગાસ્વરૂપ પાર્વતીબાઈ ઉદ્યાપન કરવાનાં છે, તે દહેરાસરમાં નૂતન ગેાખલા કરાવી પ્રતિમાજી પધરાવવાના છે, તેમાં તે રૂપિયા દસથી પંદર હજારના સદ્દવ્યય કરવાના છે, માટે આપ જો મૂર્ત્તિ અમને સમર્પી । મહાત્સવમાં વિશેષ વૃદ્ધિ થશે, હજારા માણસે તેનાં દર્શનાદિને લાભ ઉઠાવશે. અને સાચા દેવ સુમતિનાથ પ્રભુજીના ભવ્ય દહેરાસરમાં તે બિરાજમાન થશે. અમેને પણ ફરી આવી તક નહીં મળે. અમારે! મહાત્સવ આ પ્રભુમૂર્ત્તિથી શાભાવે એ જ વિનતી છે. બેચરદાસભાએ પણ હ પૂર્વક પ્રભુજી લઇ જવાની રજા આપી. રા મળતાં સાંકળચંદ હીરાચંદ અને મગનલાલ ભીખાભાઈના આનંદને પાર રહ્યો નહીં. સાંકળચંદભાઇ નાહી, શુદ્ધ થઈ, પૂજાનાં કપડાં પહેરી પ્રભુજીને શુદ્ધ વસ્ત્રથી ઢાંકી મસ્તક પર લઇ ત્યાંથી વારસંગ જવા નીકળ્યા. રસ્તામાં પાછું ખરેડા આવ્યું. ત્યાં સર્વે વાટ જોઇને જ બેઠા હતા કે કયારે પ્રભુને લઇને આવે. એટલામાં તે પ્રભુજી સહિત સાંકળચંદભાઈને દેખ્યા. એટલે ા મેઘ દેખીને મયૂર જેમ હિત થાય તેમ સર્વે જણા હર્ષાંત થયા. વણકર લો પણ પ્રભુની રાહ જોઈ રહ્યા હતા અને બે દિવસના ભૂખ્યા હતા તે પણ ભેગા થઇ ગયા અને કહેવા લાગ્યા કે અમે બે દિવસના ભૂખ્યા છીએ માટે અમને પ્રભુજીનાં દર્શન કરાવે. ત્યારે સાંકળચંદભાઇએ કહ્યું કે આ વણકરાએ હજુ સુધી ખાધું નથી માટે તેમને દર્શન કરાવવા જોઇએ. ત્યારે ખીજાએ કહ્યું કે રસ્તામાં દર્શન ન થાય, તમારે દર્શીન કરવા હોય તેા ચાલે! અમારી સાથે વારસંગમાં. આ પ્રમાણે સાંભળીને મધુકર જેમ કમળમાં સુગંધ લેવા માટે તલપાપડ થાય તેમ વણકરા પણ પ્રભુનાં
For Private And Personal Use Only