SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૨૩૬] શ્રી જેને સત્ય પ્રકાશ [વર્ષ ૮ મૂર્તિને મારા ઘેરથી લઈ જશે! મારા આંગણામાંથી શું આ પ્રભુ ચાલ્યા જશે! બસ, ગમે તે થાય, પણ મૂર્તિને ન આપું ! એમ એણે પિતાના હૃદયમાં દઢ સંકલ્પ કર્યો. માતરના આવેલા શ્રાવકે એ વિચાર કર્યો કે હવે પ્રભુજીને અહીં મૂકીને કેમ જવાય ? ગમે તે ભોગે અહીંથી લઈને જ જવું જોઈએ. ભલે કદાચ વણકર ન માને તે લાલચ આપીને પણ મૂર્તિ લઈ જવી. આ પ્રમાણે પરસ્પર વિચાર કરી વણકર પાસે મૂર્તિની માગણી કરી, પણ તેણે તે આપવાની ચેખી ના પાડી; અને શ્રાવકને સંભળાવી દીધું કે મને મારી નાખે, મારું સર્વસ્વ લૂંટી લ્યો, મારા પર સીતમ ગુજારે તો પણ એ પ્રભુની મૂર્તિને હું આપવાનો નથી. જ્યારે તેણે આ પ્રમાણે સ્પષ્ટ ના કહી ત્યારે શ્રાવકે ૧૦૦) રૂ. સુધીની લાલચ આપવા માંડી. પણ વણકરે તો જરાયે લલચાયા વગર ઘસીને ચોખ્ખી ના પાડી દીધી. એટલે આ મામલાને તાત્કાલિક શાંત કરવાની જરૂર લાગવાથી સમયસૂચક વારસંગના શેઠ નાથાલાલે માતરના શ્રાવકને સમજાવ્યા કે અત્યારે તમે પ્રભુજીને લઈ જવા રહેવા દ્યો! પૈસા આપવાની કંઈ જરૂર નથી. આવતી કાલે હું ગમે તે રસ્તો કાઢી આ મૂર્તિ તમને અપાવીશ. મમતે ચઢેલી વાત તાત્કાલિક સુધરતી નથી. એને માટે તો કાંઈક સમય જોઈએ. માતરવાળા પણ વણકરના હૃદયને દુઃખ કરી મૂર્તિ લઈ જવા રાજી ન હતા, તેમ જ વણકરનો વાસ એટલે વણકરોનું જોર એટલું બધું હતું કે તોફાન કરીને પણ મૂર્તિ મેળવી શકાય તેમ નહોતું. આ સર્વે પરિસ્થિતિને વિચાર કરી મૂર્તિ લેવા આવેલા માતરવાળા શ્રાવકો એમ ને એમ પાછા ગયા. માતર આવી સર્વ વૃત્તાંત સંધ આગળ રજુ કર્યો. એ સાંભળીને માતરના શ્રાવકોએ ગમે તે ભેગે પ્રતિમાજીને માતર લાવવાનો નિશ્ચય કર્યો અને અગાઉ ગયેલા દશ સહિત આશરે વીશ શ્રાવકે વિ. સં. ૧૯૬૦ના મહા શુદિ ૧૩ના રોજ રાતના બરેડે જવા નીકળ્યા. મધ્યરાતે તેઓ રસ્તામાં આવતા મેહરજ ગામે આવી પહોંચ્યા. રસ્તામાં એક ગાડું નદીની પાસે ખાડો આવતાં ઊંધું વળી ગયું, છતાં પ્રભુપ્રતાપે કોઈને લેશમાત્ર ઇજા થઈ નહીં. બધાએ ભેગા થઈ ખાડામાંથી ગાડું બહાર કાઢયું. ત્યાંથી વારસંગ ગામે આવી પહોંચ્યા, ને શ્રાવક નાથાલાલને ત્યાં ગયા. નાથાલાલે માતરના શ્રાવકોને કહ્યું કે વણકરને સમજાવી રૂ. ૨૦૦) સુધી આપવા પડે તો આપીને અને છતાં કદાચ આનાકાની કરે તે વણિકબુદ્ધિ વાપરી સમજાવી પતાવી ગમે તે ભોગે મૂર્તિ મેળવવી. આ પ્રમાણે નિર્ણય કરી માતરના શ્રાવકે, નાથાલાલભાઈ, તથા વારસંગના નાથાલાલે સાથે લીધેલા ગરાસીયાઓ વગેરે મળી કુલ ૩૫ માણસો બડે ગયા. ત્યાં વણકરને ઘેર સીધા જઈ પહોંચ્યા. કયારાની આસપાસ બધા વણકરને વીંટળાઈ ગયેલા જોઈ તેમણે વિચાર્યું કે કાંઈક જુદું પરિણામ આવશે, એટલે એ લેક ગામના મુખી પટેલ પાસે ગયા અને મુખીને વસ્તુસ્થિતિ સમજાવી. એટલે મુખીએ વકરને મૂર્તિ આ કોને આપી દેવાનો હુકમ ફરમાવ્યું. ત્યારે વણકરે મુખીને જણાવ્યું કે અમારી પાસેથી મૃત્તિ તે ખરાંટીવાળા શેઠ બેચરદાસ લલ્લુભાઇ મત લઈ ગયા છે. જ્યારથી અમારી પાસેથી મૂર્તિ ગઈ ત્યારથી અમે ખાધું પણ નથી અને ઉદાસીન થઈ બે દિવસથી બેસી રહ્યા છીએ, અમને એ પ્રભુજીનાં દર્શન કરાવે તો જ અમે ખાઈએ. આ વાત પર મુખીને વિશ્વાસ આવ્યો નહીં, એટલે તેની તપાસ કરવા માતરવાળા બે શ્રાવકને ખરાંટી શેઠ બેચરભાઈ લલ્લુભાઈને ત્યાં જવા કહ્યું. માતરવાળા For Private And Personal Use Only
SR No.521589
Book TitleJain_Satyaprakash 1943 05
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1943
Total Pages38
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy