________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૨૩૮] શ્રી જેન સત્ય પ્રકાશ
[વર્ષ ૮ દર્શન કરવામાં તકલીન થયેલા તેમની સાથે સાથે વારસંગ આવી પહોંચ્યા. બાદ સૌને પ્રભુનાં દર્શન કરાવ્યાં. સૌએ પ્રભુજીનાં ભક્તિપૂર્વક ભજનાદિ કર્યા. શ્રાવકેએ સેવાપૂજા કરી ચત્યવંદન કર્યા.
આ સમયે નાથાલાલભાઈએ પણ સર્વેની મહેમાનગતી સારી રીતે કરી અને પ્રભુજીને મહેમાન તરીકે એક રાત રાખવાની માગણી કરી. સર્વેએ હા પાડી. પ્રભુજીને ત્યાં મૂકી, માતર જઈ ખબર આપી. માતરના લેકે પણ રાહ જોઈને જ બેઠા હતા કે ક્યારે સમાચાર આવે. સમાચારથી સૌને વાકેફ કર્યા. સાંભળી સૌ હર્ષિત થયા. મંદિરનો પૂજારી તથા મુનીમ જેઠાલાલ ગણપતરામ રાતોરાત વારસંગ જવા નીકળ્યા ને પ્રભાત થતાં થતાં વારસંગ આવી પહોંચ્યા ને નાથાલાલભાઈને મળી પ્રભુજીનાં દર્શન-પૂજનાદિ કરી પાછા માતર આવતા રહ્યા.
વિ. સં. ૧૯૬૦ના મહા સુદિ ૧૪ના દિવસે બપોરના ત્રણ વાગતાં ઠાઠમાઠ પૂર્વક પ્રભુજીને માતર ગામમાં પ્રવેશ કરાવ્યો. આ પ્રસંગે પૂ. મુનિ મહારાજ શ્રી વૃદ્ધિવિજયજી મહારાજ ત્યાં વિદ્યમાન હતા. તેમની પાસે સારું મુહૂર્ત જોવરાવી શા. કુલચંદ કાળીદાસે નવી દુકાન કરેલી તેમાં તેમને ઘણું જ આગ્રહથી પ્રભુજીને બે કલાક મહેમાન તરીકે રાખ્યા. ત્યારબાદ સાચા દેવ શ્રી સુમતિનાથ પ્રભુજીને પ્રથમ જે ઓરડામાં મહેમાન તરીકે રાખ્યા હતા તે જ ઓરડામાં મોટું સિંહાસન મૂકી તે પર પ્રભુજીને પણ તરીકે પધરાવ્યા. ત્યાં જ વિવિધ પૂજાઓ ભણાવવા માંડી ને જૈનમાં ઘણી ખુશાલી થવાથી ઉત્સવ તથા સ્વામીવત્સલ પણ સારી રીતે થયાં. આખા માતર ગામમાં અત્યંત આનંદનું વાતાવરણ પ્રસર્યું.
શેઠ બેચરદાસ મોતીલાલનાં ધર્મપત્ની ગંગાસ્વરૂપ પાર્વતીબાઈએ સાચાદેવ શ્રી સુમતિનાથ પ્રભુના દહેરાસરના ગભારાની બહારના રંગમંડપમાં જે સુંદર નૂતન ગોખલે કરાવ્યો હતો, તેમાં તેમને નામરાશિથી વર્તમાન ચોવીશ જિનેન્દ્રો પૈકી આઠમા શ્રી ચંદ્ર પ્રભુ ભગવાનની મૂર્તિ બેસાડવાનું નક્કી કર્યું હતું અને પ્રભુજીને પહેરાવા માટે આંગી દાગીના પણ તૈયાર કરાવી રાખ્યા હતા. પ્રભુજીને બેસાડવા માટે મુહૂર્તમાં દશ દિવસને વિલંબ હતો, એટલામાં આ શ્રી સુપાર્શ્વનાથ પ્રભુની ચમત્કારિક મૂર્તિ માતરમાં આવેલી જોઇને બાઈનું મન શ્રી સુપાર્શ્વનાથ પ્રભુની જ મૂર્તિ નૂતન ગોખલામાં બેસાડવાનું થયું અને તે વિચાર સંધ પાસે નિવેદન કર્યો. સંઘે અનુમતિ આપી. મુહૂર્ત નિકટમાં આવતાં બે શ્રાવકે શા. રાયચંદ હઠીસિંગ અને ચુનીલાલ ભીખાભાઈ બન્નેને સુરત મોકલ્યા ને ત્યાં બિરાજતા પૂપં. સિદ્ધિવિજ્યજી મહારાજ (હાલના આચાર્ય શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વર મહારાજ)ને મુહૂર્ત માટે પુછાવ્યું. તેમને પણ મુહૂર્ત સારું કહ્યું. તેથી ત્યાં તાત્કાલિક પ્રતિમાજી લઈ જઈને અંજન કરાવ્યું. બાદ પ્રતિમાજી માતરમાં પાછા લાવી વિ. સં. ૧૯૬૦ ના વૈશાખ શુદિ ૧૫ ને શુક્રવારના સવારના ચઢતે પહેરે દશ વાગતાં ઘણી જ ધામધૂમ પૂર્વક પ્રભુજીને ગોખમાં પધરાવ્યા, અને શાતિસ્નાત્ર ભણુવ્યું. આ પ્રસંગે યાત્રાળુઓ પણ સારા પ્રમાણમાં હતા. યાત્રાળુઓ માટે રસોડાનું સર્વ ખર્ચ આ બાઈ તરફથી કરવામાં આવ્યું. આ પ્રસંગે બાઈએ ઉજમણું પણ સારું કર્યું હતું. બાઈએ ઉજમણુમાં તથા પ્રભુજીને ગોખમાં પધરાવવામાં રૂ. ૧૪૦૦૦) નો આશરે સદ્વ્યય કર્યો હતો.
આ રીતે સુપાર્શ્વનાથ પ્રભુજીની ચમત્કારિક મૂતિ ગોખમાં સ્થાપન થઈ. ત્યારબાદ
For Private And Personal Use Only