SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૪૮] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૮ ઓળખીને તથા ચરણ કરણરૂપ સખ્યારિત્રથી પ્રકણ ચાલીને શ્રી જિનેશ્વરદેવ સિદ્ધિ સ્થાનને-નિર્વાણ સુખને તથા શાશ્વત, અવ્યાબાધ અને અજરામર ધામને પ્રાપ્ત થયેલા છે. ભવસમુદ્રમાં નિમકઃ—જેમ નિર્ધામક સમ્યક પ્રકારે સમુદ્રના પારને પામે છે, તેમ શ્રી જિનેકો ભવસમુદ્રના પારને પામે છે તેથી તેઓ પૂજાને યોગ્ય છે. મિથ્યાત્વરૂપી કુલિકાવાત–પ્રતિકૂળ વાયુના વિરહમાં તથા સમ્યકત્વરૂપી ગર્જભવાત—અનુકૂળવાયુની વિદ્યમાનતામાં શ્રી જિનવરેન્દ્ર એક જ સમયમાં સિદ્ધિસ્થાન રૂપી પત્તનને પ્રાપ્ત થયા છે. અમૂઢજ્ઞાન અને મતિરૂપી કર્ણધાર ત્રિવિધ ત્રણ દંડથી વિરામ પામેલા શ્રેષ્ઠ નિર્યામક એવા શ્રી જિનવરેન્દ્રોને વિનયથી નગ્ન બનેલો એવો હું ભક્તિપૂર્વક વંદન કરું છું. છકાય જેના ગોવાળ-જેમ ગોપાલકે વાપદાદિ દુર્ગાથી ગાયનું રક્ષણ કરે છે અને પ્રચુર તૃણ અને જલયુક્ત વનને વિષે તેને પહોંચાડે છે તેમ શ્રી જિને પછવનિકાયરૂપી ગાયોનું જરા-મરણના ભયથી રક્ષણ કરે છે તથા નિર્વાણ સુખને પમાડે છે. તેથી મહાપ–પરમગોવાળ કહેવાય છે. એ રીતે ભવ્ય વલોકન પરોપકારી હોવાથી તથા સર્વથી લેને વિષે ઉત્તમ હોવાથી શ્રી જિનવરેન્દ્રો સર્વને નમસ્કાર કરવા યોગ્ય છે. પંચપરમેષ્ઠિમાં પહેલે નમસ્કાર અરિહંતોને એટલા માટે છે કે અરિહંતના ઉપદેશથી જ સિદ્ધાદિનું સ્વરૂપ જાણી શકાય છે. “અહિંત' શબ્દના પાઠાંતરે–અરિહંત શબ્દના ત્રણ પાઠાંતર છે. અરહંત, અરિહંત અને અરુહંત. અરહંત એટલે સર્વ લોકમાં ઉત્તમ હોવાથી પ્રથમ પૂજાને યોગ. અરિહંત એટલે અત્યંત દુર્જય એવા સમસ્ત આઠ પ્રકારના કમરપી શત્રુઓને હણનાર, નિર્દયપણે દલી નાંખનારા, પીલી નાંખનારા, શમાવી અને હરાવી દેનારા. અરુતિ એટલે અશેષ કમને ક્ષય થવાથી ભવમાં ઉત્પન્ન કરનાર અંકુર જેમને બળી ગયો હોવાથી હવે ફરીને ભાવમાં નહિ ઉત્પન્ન થનારા-નહિ જન્મ લેનારા. એ રીતે અરિહંત પદનું વ્યાખ્યાન અનેક પ્રકારે થાય છે, શ્રી ભગવતી આદિ માં અરિહંત પદનું આખ્યાન, પ્રખ્યાન, પ્રરૂપણ, પ્રજ્ઞાપન, દર્શન, ઉપદર્શન, નિદર્શન આદિ અનેક પ્રકારે કર્યું છે. તેમાંનું કાંઈક અહીં બતાવવામાં આવે છે. અરિહંત પદનું વિશેષ આખ્યાન ૧. “કરડ્યું :” જેમને “ટૂ' એટલે એકાન્ત રૂપ સ્થાન તથા અંતર એટલે ગિરિગુફાદિને મધ્ય ભાગ પ્રચ્છન્ન નથી. સર્વવેદી હોવાથી સમસ્ત વસ્તુસમૂહ, તેના પર --- અપાર ભાગ ઇત્યાદિ પ્રગટ છે તે અરિહંત છે. ૨. “ તા' એ શબ્દના નિરુક્તિ–પદભંજનવશાત્ નીચે મુજબ અનેક અર્થો નીકળે છે () “કાચથે રાગન્ત ” સમવસરણુદિ બાહ્ય લક્ષ્મી અને સત્તાનાદિ આંતર લક્ષ્મી છે જેઓ અત્યંત શોભે છે. (ર) “રાતિ સનારા’ સમ્યગદર્શનાદિ જેઓ આપે છે. (૬) “ન]િ માન મહાદિને જેઓ હણ છે. | () મવ્યો કૃત્યે પ્રામાત્રામં ” ભવ્ય જીના ઉપકાર માટે જેઓ ગ્રામાનુગ્રામ વિચરે છે. (1) “તન્વત ધર્મનાં ” ભવ્યજીના બોધ માટે જેઓ નિરંતર ધર્મદેશના આપે છે. (તા) “તચંતે તારચરિત વા સગીવાના જેઓ મહાદિ શત્રુઓથી સર્વ જીવોનું રક્ષણ કરે છે અથવા સર્વ જીવોને જેઓ ભવસમુદ્રથી તારે છે. For Private And Personal Use Only
SR No.521587
Book TitleJain_Satyaprakash 1943 02
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1943
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy