________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૫]
નમસ્કાર મહામંત્ર
[૧૪]
પરમતુતિવાદરૂપ છે. પરમસ્તુતિ સર્વ જગતમાં ઉત્તમ હોય તેની કરવી જોઈએ. સર્વ જગતમાં ઉત્તમ જે કાઈ થઈ ગયા જે કાઈ થાય છે અને જે કાઈ થશે તે સર્વે અરિ. હંસાદિ પાંચ જ છે. તે સિવાય બીજા નથી જ. તે પાંચ અનુક્રમે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ છે. તે પાચેને ગર્ભાર્થસદ્દભાવ એટલે પરમ રહસ્યભૂત અર્થ નીચે મુજબ છે.
અરિહંત આઠ મહાપ્રાતિહાર્યોની પૂજા વડે દેવાસુરમનુષ્ય સહિત સમસ્ત જગતને વિષે પ્રસિદ્ધ અનન્યસદશ, અચિન્ત, અપ્રમેય, વિલાધિષ્ઠિત અને પ્રવર ઉત્તમ તત્વરૂપ અરિહંત છે. કહ્યું છે કે-“વંદન નમસ્કારને યોગ્ય, પૂજા સત્કારને યોગ્ય અને સિદ્ધિ ગમનને યોગ્ય હોય તે અરિહંત છે.” વચન વડે સ્તુત્યાદિ તે વંદન છે અને કાયા વડે અવનામનાદિ તે નમન છે. વંદન નમન વખતે બહુમાનાદિ યુક્ત પ્રણિધાનાદિ તે સમ્યગ ધ્યાનાદિ છે. પુષ્પમાલ, સુગંધી ધૂપ, વાસ અને પ્રદીપાંદિ વડે થાય તે પૂજા છે. વસ્ત્રાભૂષણાદિ વડે કરાય તે સત્કાર છે અને તથાભવ્યત્વ પરિપાકાદિ વડે પરમ અરિહંત પદવીના ઉપભોગ પૂર્વક સિદ્ધ ગતિને પામનારા હોય છે માટે તેઓ અહંન્ત કહેવાય છે. તેમને મારે નમસ્કાર થાઓ. - નમસ્કાર બે પ્રકારનો છે: દ્રવ્યસંકોચરૂપ અને ભાવસંકેચરૂપ. કરશિરાદિને સંકોચ તે દ્રવ્ય નમસ્કાર છે. નમસ્કારના રોગમાં ચતુથી વિભક્તિના બદલે ષષ્ઠી વિભક્તિ વાપરી છે, તે પ્રાકૃત ભાષાના કારણે છે. સર્વકાલના અરિહંતનું ગ્રહણ કરવાને માટે બહુવચન છે. અતીત કાલમાં થઈ ગયેલા કેવલજ્ઞાની વગેરે, અનાગત કાલમાં થનારા પદ્મનાભદિ અને વર્તમાન કાલમાં થયેલા ગષભાદિ અથવા વિદ્યમાન સીમંધરાદિ.
અથવા અતોને એટલે સ્તવનાદિને યોગ્ય સર્વને વિષે પ્રધાનપણે સ્તુતિ કરવાને લાયક“રેવારHTTયું રેઢા પૂબાજુમાં ગઠ્ઠા ” “દેવ અસુર અને મનુષ્યોને વિષે પૂજાને યોગ્ય અને ઉત્તમ છે, માટે અહંત છે.” સર્વ ગુણથી સંપૂર્ણ હોવાથી સર્વોત્તમ-અથવા ગુણું પ્રકર્ણને પામેલા હોવાથી સ્તુતિ કરવાને લાયક અથવા ભયંકર ભવાટવીમાં પરિભ્રમણ કરવાથી ભયભીત થયેલા પ્રાણીઓને અનુપમ આનંદ રૂપ પરમપદના પંથને દેખાડવા વડે કરીને સાર્થવાહાદિસ્વરૂપ હોવાથી પરમઉપકારી શ્રી નમસ્કાર નિર્યુક્તિમાં કહ્યું છે કે --
“ अडवीइ देसिअतं, तहेव निज्जामया समुहमि । छक्कायरक्खणट्ठा, महगोवा तेण बुञ्चति ॥ १॥"
અર્થાત–ભવ અટવીમાં સાર્થવાહ, ભવસમુદ્રમાં નિર્ધામક અને છકાય જીવના રક્ષક હોવાથી મહાગોપ કહેવાય છે.
ભવઅટવીમાં સાર્થવાહ પ્રત્યવાય સહિત અટવીમાં દર્શકના કહેવા મુજબ ચાલવાથી જેમ ઈચ્છિત પુરની પ્રાપ્તિ થાય છે તેમ ભવાટવીમાં પણ છે જિનેશ્વરોએ ઉપદેશેલા માર્ગે ચાલવાથી નિવૃત્તિપુરને પ્રાપ્ત કરે છે, તેથી જિનેશ્વરનું ભવાટવીમાં માર્ગ દેશકપણું સિદ્ધ થાય છે. નિર્વિક્તપણે અટવીના પારને પામવાની ઇચ્છાવાળો જેમ સાર્થવાહને પરમ ઉપકારી માનીને ભક્તિપૂર્વક નમસ્કાર કરે છે, તેમ મોક્ષાર્થિઓને પણ રાગ મદ મેહથી રહિત શી જિનેશ્વરદેવ ભાવપૂર્વક નમસ્કાર કરવા યોગ્ય છે. મિથ્યાત્વ અને અજ્ઞાનથી મોહિત માર્ગવાળી સંસાર અટવીમાં જેમણે માર્ગ દેશપણું કર્યું છે, તે અરિહંતોને હું નમસ્કાર કરું છું. સમ્યગદર્શનથી જોઈને, સમ્યજ્ઞાનથી સારી રીતે
For Private And Personal Use Only