________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક ૪]
નિઝુનવવાદ
[ ૧૨૯ ]
બનામ અનવે તેમને અસંભિવત જણાયા. એટલે ઉપદ્રવને શાન્ત કરનારા મંત્રાને પા કરવા લાગ્યા. મત્રબળથી વાતાવરણ શાન્ત થયું ત્યારે “કાણુ દેવે આવા ઉપદ્રવ કર્યો હશે ?’ તેની વિચારણા કરતા ગંગાચાર્યે જે દેવે આ કર્યું... હોય તે દેવને પ્રત્યક્ષ થવા મંત્રથી આમન્ત્રણ કર્યું. એટલે ત્યાં ભૂમિમાંથી એકદમ ધૂમાડા નિકળવા માંડયો. પછી અગ્નિની આછી વાળા દેખાઇ તે આખરે ત્યાં એક દેવ પ્રગટ થયેા.
‘મને યાદ કરવાનું કારણ ?' દેવે પૂછ્યું.
‘આપ સુમનસ્ અને વિમુધ થઈ આવા ધર્મના ઉપદેશ સમયે ઉપદ્રવ શાથી કરા છે તે સમજાતું નથી. આપ કાણુ છે ? અને આ ઉપદ્રવ કરવાનુ કારણ શું છે, તે જણાવશે ? ” ગંગાચાર્યે દેવને પૂછ્યું. દેત્રે કશું:
આપની ઉપદેશશક્તિથી હું રંજિત થયા છું. હું પણ અહીં નિકટમાં ઉપદેશ શ્રવણ કરતા હતા. આવા ઉપદેશના વધારે જનતા લાભ લે એવી સગવડ હું કરું છું ને તેથી જ અહીં સામાન્ય સ્થિતિના ઉપદેશકા ખેાલી પણ શકતા નથી અને વિશિષ્ટ વક્તાએ અહીં વ્યાખ્યાન આપી દેશભરમાં ખ્યાતિ મેળવે છે. આ સ્થળ મારા રક્ષણમાં છે. આ મણિનાગચેાક પણ મારા નામે જ પ્રસિદ્ધ થયા છે. અહીં નજીકમાં મારું ચૈત્ય છે. ઘણા સમયથી હું ત્યાં વાસ કરુ છું. મારું કાઇ એબ્રુવન્તુ માન સન્માન સાચવે તે પણ હું ખામેાશ રહું છું. પણ જ્યારે આપના વ્યાખ્યાનમાં મારા અને આપના ભગવાનનુ આપના હાથે બહુમાન ન સચવાયું ત્યારે મારાથી એ સહન ન થયું, તે એથી આ ઉપદ્રવ કર્યો.
ગંગાચાર્યે પૂછ્યું—“મારાથી એવું શું બન્યું કે જેથી તેઓશ્રીનુ બહુમાન ન સચવાયું?
,,
દેવે જવાબ આપ્યા: “ આપ અલ્પાયુષી છે એટલે આપને શી ખબર પડે ? પણ હું તે। અહીં સેંકડા વર્ષોંથી વાસ કરું છું. સેકડૅા વર્ષના અનુભવે। મારે મન ગઈ કાલે જ થયા હોય તેમ લાગે છે. આજથી ખસેા અઠ્ઠાવીસ વર્ષ પૂર્વે પ્રભુશ્રી મહાવીરસ્વામીજી આ પૃથ્વીતલ પાવન કરી રહયા હતા. તેઓશ્રી વારવાર અહી સમવસરતા. તેઓશ્રીની દેશના હું ભાવપૂર્વક સાંભળતા. મને ખૂબ યાદ છે કે, · એક સમયે એક સાથે એ ઉપયેાગ ન થઇ શકે-એવા અવાળુ. ‘નવં નશ્ચિ યો વલો ' વચન તેઓ વારંવાર કહેતા તે સારી રીતે સમજાવતા. તેમની વિરુદ્ધ આપ આ મારા ચેકમાં પ્રરૂપે તે હું કેમ સહન કરું ? જો હજી પણ આપ આ વિચારણા નહી ફેરવા તે તેને પ્રચાર કરવા પ્રયત્ન કરશેા તે! હું ઉપદ્રવ જારી રાખીશ તે આપને પણ અડચણ પહોંચાડીશ. ’’
આ પ્રમાણે કહી મણિનાગ યક્ષ અદૃશ્ય થઇ ગયા.
યક્ષના અદશ્ય થયા પછી ગંગાચાર્યે વિચાર કર્યું કે, આ યક્ષ મિથ્યા ન ખેલે અસત્ય કહેવાનું તેને કંઈ કારણ નથી. નક્કી પ્રભુશ્રીએ અહીં એક સમયે એ ઉપયેગ ન હાઈ શકે એમ પ્રરૂપ્યું હશે. તા મારે શા માટે તેએશ્રીથી વિરુદ્ધ પ્રચાર કરવા પડે? ગમે તેમ તેાય હું પણ તેમના માતા જ અનુયાયી છું. એમ વિચારી તેમણે ખૂબ પશ્ચાત્તાપ કર્યો. બીજે દિવસે રાજગૃહના સમસ્ત સધને ખેાલાવી, ગત દિવસને દેવ સાથે બનાવ બન્યા તે જણાવ્યા ને પેાતાની ભૂલ કબૂલ કરી. મિથ્યા પ્રરૂપણા બદલ મિચ્છા
For Private And Personal Use Only