________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( વિરાર નિત્ય નમઃ |
a USIRI
કમાર્ક ૮૭
અંક ૩
શ્રી લાભસાગરકૃત
પાર્શ્વજિન-સ્તવન
(ઉપજાતિ વૃત્ત બદડ) સંપાદક : શ્રી ભેગીલાલ જ. સાંડેસરા, બી. એ. (ઓનર્સ) ગૂજરાતના સમર્થ સાક્ષર સદ્દગત નરસિંહરાવ દિવેટિયાનું એક વિધાન હતું કે પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં અક્ષરમય વૃત્તોને પ્રયોગ થતો નહોતો. પરંતુ સંશોધનને વિષય પ્રાગતિક (Progressive) છે. જેમ જેમ નો પ્રકાશ સાંપડતો જાય તેમ તેમ જૂનાં વિધાનમાં ફેરફાર કરવો જ પડે. છેલ્લાં થોડાંક વર્ષોના સંશોધનોએ બતાવી આપ્યું છે કે શ્રી નરસિંહરાવનું વિધાન બરાબર ન હતું. ગયા વર્ષે ગુજરાત વર્નાકયુલર સોસાયટી તરફથી બહાર પડેલ “ પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વૃત્તરચના” નામની પુસ્તિકામાં વિક્રમના ચૌદમા સૈકાથી ઓગણીસમા સૈકા સુધીમાં થયેલી ગૂજરાતી વૃત્તરચનાઓની સમાલોચના કરીને આ વસ્તુ બતાવવા મેં પ્રયાસ કર્યો છે. પરંતુ જૂની ગુજરાતીનું સાહિત્ય હજી તો ઘણું અંધારામાં છે. હજી જૂના સાહિત્ય ઉપરની ધૂળ ખંખેરાતી જશે તેમ કંઇ નવું જાણવાનું મળશે. મારી ઉપર્યુકત પુસ્તિકા પ્રસિદ્ધ થઈ ગયા પછી, સંગસુન્દરકૃત “સારશિખામણરાસ” (૨. સં. ૧૫૪૮)ની હાથપ્રતમાંથી કેટલાક ભાગ ઉપmતિ વૃત્તમાં લખાયેલે મળતાં તે આ વર્ષના ગૂજરાતી ' સાપ્તાહિકના દીપોત્સવી. અંકમાં પ્રસિદ્ધ કરાવ્યો છે તથા લાભસાગરકૃત “પાર્શ્વજિનસ્તવન” પણ આખું ઉપનતિમાં લખાયેલ હોઈ “જૈન સત્ય પ્રકાશ”ના વાચકે સમક્ષ રજુ કરેલ છે.
આ “પાશ્વજિનસ્તવન”ની બે પત્રની હસ્તલિખિત પ્રત પાટણમાં સાગરના ઉપાશ્રયના ભંડારમાં છે તથા તે પૂ. મુનિ શ્રી પુણ્યવિજયજીએ મને આપી હતી. હાથપ્રતમાં લખ્યા સંવત નથી, પણ તે સત્તરમા સૈકાથી આ તરફની હોય એમ લિપિ ઉપરથી લાગતું નથી.
કર્તા લાભસાગર આચાર્ય વિજયદેવસૂરિના સમકાલીન છે તથા પિતાને રવિસાગરના શિષ્ય તરીકે ઓળખાવે છે. તેમણે માળવામાં દેવાસમાં આ કૃતિની રચના કરી છે. કાવ્યના અંતે રચ્યા સંવત નથી, પરંતુ વિજયદેવસૂરિને જીવનકાળ ધ્યાનમાં રાખતાં આ કાવ્ય વિક્રમના સત્તરમા સૈકાના બીજા અથવા ત્રીજા ચરણમાં રચાયું હશે, એમ કહી શકાય.
For Private And Personal Use Only