SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તક્ષશિલાની શિક્ષણ-પ્રણાલી સં.સ્વ. શ્રીયુત નાથાલાલ છગનલાલ શાહ. - - “ શ્રી જેન સત્ય ?'કાશ' ના દીપોત્સવી અંકમાં શ્રી. નાથાલાલ દ. શાહ તશિલા-તેનું સુખસિદ્ધ વિશ્વ વિદ્યાલચ' શીર્ષક લેખ પ્રગટ થયા પછી, ગત મહા સુદિ ૧૪ ના રોજ પાલનપુરમાં તેમનું અવસાન થયું. તેમના અવસાન પહેલાં તેમના પિતાના તરફથી અને તેમના અવસાન પછી. તેમણે કરેલ સૂચના મુજબ તેમના પુત્ર શ્રી. અમૃતલાલભાઈ તરફથી તશિલા વિષયક કેટલુંક લખાણ અમને માસિકમાં પ્રગટ કરવા માટે મળ્યું હતું. જૈન ઇતિહાસમાં તક્ષશિલાનું વિશિષ્ટ સ્થાન હોવા છતાં તેને સળંગ ઈતિહાસ હજુ ચાચા નથી, આ સ્થિતિમાં તશિલા સંબંધી જે કઈ જાણવા ચાગ્ય વરતુ મળે તે પ્રગટ કરવામાં આવે તે ભવિષ્યકાળમાં તે જફર ઉપયોગી થઈ પડે-એમ સમજી શ્રી. નાથાલાલભાઇ તરફથી જે સામી અમને મળી છે તે પ્રગટ કરવાને અમે નિર્ણય કર્યો છે. તક્ષશિલાની સર્વોચ્ચ થાત વિદ્યાના કેન્દ્ર તરીકેની છે. ત્યાં : ઈ પદ્ધતિથી રિટણ આપવામાં આવતું હતું તેનો કંઈક ખ્યાલ આ લેખમાં આપવામાં આવ્યા છે. છે કે આ લેખ મુતયા બાદ્ધ જાતક ગ્રંથોના આધારે તૈયાર થયેલો છે, છતાં તેમની હકીકતે તદ્ રિલાની રિ -પ્રણાલી જાણવામાં સૌ કોઈને ઉપયોગી થઈ પડે એવી હોવાથી એ અહીં પ્રગટ કરીએ છીએ. તંત્રી. પુરાતન બુદ્ધિસ્ટ જાતક કથાઓમાં તક્ષશિલાનાં વિદ્યાપીઠા માટે, એ યુગના અભ્યાસક્રમ માટે અને તે કાળની શિક્ષણ પદ્ધતિ માટે ઉપયોગી ઉલેખ કરવામાં આવેલ છે. તે ઉલ્લેખોમાં મળી આવતી ઘટનામાંથી અમુક અમુક ભાગ તારવી તે સમયના વિદ્યાપીઠામાં કેવી રીતે શિક્ષણ અપાતું તેનું ઐતિહાસિક વિવરણ નીચે આપવામાં આવે છે. શિક્ષણ પદ્ધતિની મુખ્ય રૂપરેખા જાતક નં. ૨પર માં આ પ્રમાણે વાત છે:- કાશીમાં બ્રદ દત્ત ન મને એક રાવળ હતો અને અને બ્રહ્મદત્ત નામનો એક કુંવર હતો. પહેલાંના વખતના રાજાએ પોતાના શહેરમાં કોઈ સુવિખ્યાત ગુરુ હોય તો પણ, શિક્ષણની સમાપ્તિ માટે ઘણીવાર પિતાના કુંવરને દૂર પરદેશમાં મોકલતા; એવા હેતુથી કે પરદેશમાં ફરવાથી યુવાનો ગર્વ ગળી જાય અને ટાઢ તડકે વેડતાં શીખે તથા દુનિયાદારીથી વાકેફ થાય. આ રાજાએ પણ એમ જ કર્યું. પોતાને કુંવર સોળ વરસને છે ત્યારે એણે એને પોતાની પાસે લાવ્યા અને એક જોડ એકવડા વળીઆની, એક પાંદડાંની છત્રી અને ૧૦૦૦ સિક્કા આપી કહ્યું“કુંવર, પુત્ર, તું તક્ષશિલા જ ! અને ત્યાં રહી વિદ્યાભ્યાસ કર.” પુત્રે પિતાની આજ્ઞા માથે ચઢાવી, માબાપને નમસ્કાર કર્યા અને ચાલી નીકળ્યો. યોગ્ય સમય જતાં એ તક્ષશિલા પહોંચે. ત્યાં એણે ગુર કયાં રહે છે, એ તપાસ કરી. એ ત્યાં પહોંચ્યા ત્યારે ગુર વ્યાખ્યાન પૂરું કરી ઘરના બારણું આગળ આમતેમ આંટા મારતા હતા. ગુરને જોતાં જ કુંવરે પિતાની પાવડીઓ હાડી નાંખી, છત્રી બંધ કરી દીધી, અને સવિનય નમસ્કાર કરીને જ્યાંને ત્યાં કાભ કહ્યો. ગુરુએ જોયું કે એ થાકી ગયો હતો. ગુરુએ આ નવા અભ્યાગતને આવકાર આપો. કુંવરે ખાઈ પીને થડે વિશ્રામ લી. પછી એ પાછું ગુરુ પાસે ગયો અને અદભવાળી એમની પાસે ઊભો રહ્યો. For Private And Personal Use Only
SR No.521585
Book TitleJain_Satyaprakash 1942 12
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1942
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy