________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૨ ]
પ્રતિજ્ઞા-પાલન
[ પ ]
વંકચૂળ પણ ગમે તેવા પ્રસંગે ઉપસ્થિત થાય, જીવ જોખમમાં આવી જાય, છતાં પણ જરાય પાછી પાની કર્યા વિના પ્રતિજ્ઞાઓનું પાલન કરતો હતો. એમ કરતાં એક પ્રતિજ્ઞાની કોટિ કેવી રીતે થઈ અને તેમાંથી વંકચૂળ કેવી રીતે પસાર થયો અને તેનાથી તેને કેટલે બધે ફાયદો થયો તે આપણે જોઈએ. પહેલી પ્રતિજ્ઞાની કટી
એક સમયે એક મોટું ગામ લૂંટીને પાછા ફરતા તે માર્ગમાં ભૂલે પડયો. આમતેમ ભટકતાં ભટક્તા તેને ત્રણ ત્રણ લાંઘણ પસાર થઈ, ભૂખ અને તરસ પુષ્કળ લાગી છે, આત્મા અંદરથી તલપાપડ થઈ રહ્યો છે, શરીર અસ્વસ્થ બની ગયું છે. એવામાં ચેર સેવંકાએ કોઈ સ્થળે ફળ દીઠાં ફળ પણ જોનારને આનંદ ઉપજાવે તેવાં હતાં. બહારથી તે ખુબસુરત ભાસતાં હતાં, પણ અંદરથી તો વિષમય કિપાકના ફળ હતાં. ભુખથી પીડિત એવા સર્વે ત્યાં ગયા. વંકચૂળે પૂછ્યું કે-“ આ ફળનું નામ શું છે ? ” ત્યારે ચેર સેવકેએ કહ્યું કે “નામની અમને ખબર નથી, પણ દેખાય છે ઘણાં મનહર " વંકચૂળે કહયું કે “ભાઈઓ ! એવાં અજાણ્યાં ફળ ન ખાવાની મારે પ્રતિજ્ઞા છે માટે હું તો નહીં ખાઉં. તમે પણ તેને ન ખાશો.” પણ નિવારણ કરવા છતાં તેઓ માન્યા નહીં. ફળ તોડીને ખાધાં. ખાતાં તો બહુ મીઠાં લાગ્યાં પણ જ્યાં વિષને વેગ વ્યાપ્યો કે પ્રાણ દેહ છોડી પલક સીધા. વંકચૂળે વિચાર્યું કે આ તો બધા મૃત્યુને શરણ થયા. જરૂર વિષફળ હોવાં જોઈએ. એકલો ત્યાંથી નીકળી સ્વસ્થાને આવ્યો. મધ્યરાત્રીએ વિચારવા લાગ્યો કે-અહો ! ગુરુમહારાજે અજાણ્યા ફળને નિયમ કરાવે તો હું તેમાંથી બચી ગયો. નહીંતર હું પણ મરણને શરણ થાત. આ પ્રથમ પ્રતિજ્ઞામાં સફળ થવાથી વંકચૂળની શ્રદ્ધા દત બની અને ગુરૂમહારાજનો પરમ ઉપકાર માનવા લાગ્યો. બીજી પ્રતિજ્ઞાની કરી
એક વખતે વંકચૂળ બહાર ગયેલો. આ બાજુ તેના વૈરી રાજાના નાટકવાળાઓ આવી પહોંચ્યા. તેના મહેલ પાસે નાટક કરવાની શરૂઆત કરી. મહેલમાંથી વંકચૂળને બોલાવા લાગ્યા. ત્યારે તેની ભગિનીએ વિચાર્યું કે જે આ લેકેને ખબર પડશે કે વંકચૂળ અહીં નથી, તો નિઃશંસય એમને રાજ જે આપણા વૈરી છે તે
આવી આખા ગામનો નાશ કરશે. એમ વિચારી સમયજ્ઞ પુપચૂળાએ સ્ત્રીનો - વેષ કાઢી નાખી, પોતાના ભાઈ વંકચૂળનો વેશ ધારી સજજ થઈ, વંકચૂળ જ છે એમ ભાન કરાવતી, બહાર આવીને યોગ્ય સ્થાને બેઠી. નાટક પૂરું થયા બાદ દાન આપી મહેલમાં આવી એકદમ એને એ જ વચ્ચે પિતાની ભાઈ સાથે પલંગમાં સુઈ ગઈ. નાટકવાળાઓ ત્યાંથી ચાલ્યા ગયા. રાત્રિને ઘણો સમય વ્યતીત થઈ ગયો. એટલામાં બહાર ગયેલ વંકચૂળ પાછો આવ્યો. મહેલમાં દાખલ થઈ સૂવાના ઓરડામાં ગયો ત્યાં તો પલંગમાં પોતાની સ્ત્રી સાથે કોઈ પુરુષને સૂતો જોયો. તાંની સાથે જ ક્રોધથી ઉભરાઈ ગયો. આંખો લાલચલ થઈ ગઈ. અરે, આ દુષ્ટ ચંડાલ કણ છે ? એને હું મારી નાખું. એમ વિચારી હાથમાં તરવાર લીધી અને બન્નેને મારવાને માટે જ્યાં ઉગામ્યું ત્યાં તો એકદમ પ્રતિજ્ઞા સાંભરી આવી.
For Private And Personal Use Only