________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ પર ] છ જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૮ તરત જ સાત પગલાં પાછો હશે. બાજુ પુરુષ વેશમાં સૂતેલી પિતાની પુષ્પચૂળા બહેન એકદમ તરવારના પ્રકારના પડધાથી જાગી ગઈ. જાગતાં જ પોતાના ભાઈને જોઈ,
મહારે ભાઈ વંકચૂળ ઘણું છે” એમ કહી ઊભી થઈ. એટલે વંકચૂળે તેણીને પ્રણામ પૂર્વક પુરુષના વેશનું કારણ પૂછ્યું. બહેને ભાઈને સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો. ભાઈનો ક્રિોધ શાંત પડયો. તરવાર હાથમાંથી છોડી દીધી અને હર્ષઘેલે થઈ ગુરૂએ આપેલી પ્રતિજ્ઞાની પ્રશંસા કરવા લાગ્યા. અહો ! તે ગુરૂમહારાજ નિઃશંસય મહાજ્ઞાની હતા. જે મને આ પ્રતિજ્ઞા ન કરાવી હોત તો આજ મારા હાથે સ્વભગિની અને સ્ત્રીને ઘાત થાત, વીજી પ્રતિજ્ઞાની કરી
એક સમયે વંકચૂળ રાત્રિએ ચોરી કરવા કોઈ વણિકને ઘેર ગયો. ત્યાં બાપ દીકરે નામા સંબંધી તકરારમાં પડયા હતા, અને ઊંચા સ્વરથી બોલતા હતા. વંકળે વિચાર્યું કે આપણે અહીં નહીં ફાવીએ. એટલે ત્યાંથી નીકળી વેશ્યાને ઘેર ગયો.
ત્યાં પણ વેશ્યા કેઈ ગેડિયા સાથે ભોગ ભોગવતી હતી. એટલે ત્યાંથી પાછા ફર્યો. અને વિચારવા લાગે કે આજ સારા શુકન થયાં નથી લાગતાં, જ્યાં ત્યાંથી પાછા જ ફરવું પડે છે. એમ વિચાર કરતાં કરતાં તે પહોંચ્યો રાજમહેલે. પાછળના ભાગમાંથી રાજમહેલની ભીંત ફાડીને અંતઃપુરમાં ગયો. રાણી કાંઇક જાગતી અને કાંઈક નિદ્રા લેતી શયામાં પડેલી હતી. અચાનક વંકચૂળને હાથ તેને અંગે લાગી ગયો. કોમલ સ્પર્શથી એકદમ રાણી જાગી ગઈ અને સ્વરૂપવાન વંકચૂળને દેખી રાણીની મનભાવના પલટાણી. કામદેવે જોર અજમાવ્યું.રાણીની રગેરગમાં કામ ઉદ્દીપન થયો.રાણ વંકચૂળને વિનતિ કરવા લાગી પણ વંકચળને ગુરુમહારાજે કરાવેલી પ્રતિજ્ઞા સાંભરી આવી. તરત જ રાણીને જણાવી દીધું કે તું તો મારી માતા સમાન છે.” રાણીએ કીધું “અલ્યા માની જા ! નહીંતર તાર આવી બનશે.” છતાં વંકચૂળ પ્રતિતાથી લેશ માત્ર ડગ્યો નહીં. ત્યારે રાણીએ એકદમ ઢાંગ કરી તેના પર બે ટું આળ ચઢાવવા માટે બુમાબુમ કરી મૂકી. “ અરેરે, આ કઈ બદમાસ હરામખોર મારી લાજ લૂંટવા આવ્યો છે.” રાણીનો પોકાર સાંભળતાં જ રાજસેવકો ત્યાં દોડી આવ્યા. અને વંકચૂળને પકડી બાંધી લીધો અને પ્રભાતમાં સેવકએ રાજા સમક્ષ ખડે કર્યો અને રાત્રિના વૃત્તાંતથી રાજાને વાકેફ કર્યા. પણ ખુદ રાજાએ જ રાત્રિમાં ભીંતની પાછળ રહીને નજરે જ બધું નીહાળ્યું હોવાથી. વંકચૂળને શિક્ષા નહીં કરતાં તેના સદગુણોથી રજિત થઈ રાજાએ તેને પિતાને સામંત બનાવ્યું અને રાણીનું પાપ છૂપાવી દીધું, જાણે પિતે કશું જાણતો જ નથી ! વંકચૂળ રાજાના ઉપદેશથી ચોરીને ધંધો છોડી દઈને સન્માર્ગે પ્રર્વતવા લાગે. સારાનો સંસર્ગ થતાં સૌ સારા વાનાં જ થાય. ચેથી પ્રતિજ્ઞાની કસોટી
એકદા રાજાએ વંકચૂળને કોઈ મહાન શત્રુને જીતવા માટે મોકલ્યો. જીત મેળવીને વંકચૂળ પાછા આવ્યા. પણ તેને ઘણું પ્રહારે લાગવાથી દુઃખી થતો ઘેર આવી પલંગે સૂઈ ગયો. વૈવોને બેલાવ્યા. વૈદ્યોએ ઉપચાર શરૂ કર્યા. પણ પ્રકારની વેદનાથી બીજા રોગ ઉત્પન્ન થયા, પણ મૂળ વેદના મટી નહીં. વૈદ્યોનું ઔષધ ઉલટું પડવા માંડયું. અને દિવસે દિવસે તેનું શરીર ક્ષીણ થવા લાગ્યું. હવે તો તેને ચેરી પણ ગમતી ન હતી.
For Private And Personal Use Only