________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
{ ૫૦ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
વર્ષ ૮
તેને પલિપતિ તરીકે ત્યાં રાખે. એક તો સ્વયં ખરાબ હોતે જ એમાં ચોરી કરવામાં મશહૂર એવા પલ્લિવાળાઓની સોબત થઈ એટલે તે “કડવા તુંબડાનું શાક અને ઉપરથી સેમલને વધાર’ જેવું થયું. એમાંય પાછો સહુનો ઉપરી બને એટલે તે પૂછવું જ શું ? અઢારે લક્ષણે પૂરો. બસ હવે તે ગામેગામ અને દેશદેશ ચેરીઓ કરવી, લુંટફાંટો કરવી, સ્ત્રીઓની ઈજજતા લુંટવી, જૂગટાં રમવાં, એ જ એનું કામ થઈ પડયું. થે સમય જતાં વંકચૂળ તે ભડવીર ચેર તરીકે પ્રસિદ્ધ થયે. ભલા ભલા રાજ મહારાજેન ભંડ રે જોતજોતામાં લૂંટી લાવે! આમ છેડે સમય જતાં તે પુષ્કળ દ્રવ્ય તેણે એકઠું કર્યું. આ જોઈ પદિલવાળાઓ પણ ખુશ થઈ ગયા અને એની વાહવાહ બલવા લાગ્યા.
એટલામાં વર્ષાઋતુનો સમય આવ્યું. મયુર ટહુકાર કરવા લાગ્યા. જોતજોતામાં આખું આકાશ કાળા ભમ્મર જેવા વાદળાંઓથી ઘેરાઈ ગયું. સૂર્ય અદશ્ય થઈ ગયો. વિજળીના ચમકારા થવા લાગ્યા. આકાશ ગર્જવા લાગ્યું. વરસાદ જોરશોરથી વરસવા લાગ્યો. મેઘરાજાએ તળા, નદીઓ, સરવરે, કુવાઓમાં ભરતી કરવા માંડી. પૃથ્વી પાણુથી રેલમછેલમ થવા લાગી. આ બાજુ આચાર્ય મહારાજ જ્ઞાનતુંગરિ પરિવાર સહિત વિહાર કરતા વરસાદથી ભીંજાએલા પલ્લિ લગી આવી પહોંચ્યા. હવે આચાર્ય મહારાજે આગળ વિહાર કરે મોકુફ રાખે. પલિપતિ વંકચૂળ પાસે ચોમાસુ રહેવા માટે વસતીની યાચના કરી. ત્યારે પલિપતિએ કહ્યું કે જે તમે અહીં રહીને કોઈને ઉપદેશ ન આપવાની કબુલાત કરતા હે તે ખુશીથી રહે. અમારી રજ છે.” આચાર્ય મહારાજે ભાવી સારું જાણીને તે વાત કબુલ રાખી. બાદ વંકચૂળે આપેલ વસતીમાં આચાર્ય મહારાજ સપરિવાર રહેવા માંડ્યા. આચાર્યાદિએ સ્વાધ્યાય ધ્યાન તીવ્ર તપશ્ચર્યા વગેરેમાં ચાતુર્માસ પસાર કર્યું. બાદમાં સર્વ વસતી વંકચૂળને ભળાવીને કહ્યું કે હવે અમે અહીંથી અન્યત્ર વિહાર કરશું. પદ્ધિપતિ વંકચૂળ પણ પોતાના પરિવાર સાથે આચાર્ય આદિને વળાવા સાથે ચાલ્યો. ચાલતાં ચાલતાં પલિપતિનો સીમાડો પૂરે થયો એટલે પદિલપતિને આચાર્ય મહારાજે પૂછયું કે “ આ હદ કોની છે ?” પલિપતિએ કહ્યું કે “મારી નથી”. ત્યારે આચાર્ય મહારાજે કહ્યું કે “હે પલિપતિ ! અમે અમારા સ્થાનમાં રહીને નિરંતર સ્વાધ્યાય-અધ્યયનાદિમાં તત્પર રહી ચાર મહીના પૂરા કર્યા, તેના બદલામાં તમે કાંઈક આત્મહિત કરવા માટે પ્રતિજ્ઞા કરો ! તેનાથી તમને ઘણો લાભ થશે. પ્રતિજ્ઞા–નિયમ એ સમસ્ન લક્ષ્મીના સાંકળ વગરના બંધન રૂપ અને ભૂત-પિશાચાદીનો વગર અક્ષરનો રક્ષામંત્ર છે.” તે સાંભળીને પલિપતિ વંકચૂળે આચાર્ય મહારાજને પ્રતિજ્ઞા આપવાનું કહ્યું. સમયજ્ઞ આચાર્ય ભગવંતે તેને ચાર પ્રકારની પ્રતિજ્ઞા કરાવીઃ
(૧) કોઇ દિવસ અજાણ્યાં ફળ ખાવાં નહીં. (૨) કોઈની ઉપર પ્રહાર કરતાં પહેલાં સાત પગલાં પાછાં હઠયા બાદ પ્રહાર કરે. (૩) રાજાની રાણી પ્રીતિવાળી હોય છતાં કોઈ પણ ભોગે ઈચ્છવી નહીં. (૪) કાગડાનું માંસ કોઈ પણ દિવસ ખાવું નહીં.
આચાર્ય મહારાજ આગળ ચાલતા થયા. પ્રણામ કરી પલિપતિ વંકચૂળ પણ પાછો વળી પલિએ આવી પહોંચ્યો.
For Private And Personal Use Only