SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૮ જોઈએ. કોઈ પણ કાર્ય આરંભ્ય એટલે તે સિદ્ધ થયે જ છોડવું, એવો ગુણ તેમાંથી કેળવ જોઈએ. અશે અંશે પણ સિદ્ધ તરફ લક્ષ્ય રહેશે, તે સંપૂર્ણ સિદ્ધ થવાશે. સિદ્ધો લાલ વર્ણ છે. જ્યારે માણસ સુખમાં મુકાય છે ત્યારે તેના શરીર અને વદન ઉપર લાલિમાં તરી આવે છે. તે સંપૂર્ણ સુખમાં મશગૂલ સિદ્ધોને લાલ કહેવામાં આવે છે તેમાં શું ? સિહો કર્મકાજને અગ્નિમાં પ્રજાવી મુક્ત થયા છે. અગ્નિને લાલ વર્ણ હોવાને કારણે સિહોને વર્ણ લાલ છે. તેવા પ્રકારની લાલિમા મેળવવા માટે સિદ્ધપદનું આરાધન લાલ વણે કરાય છે. સિદ્ધના આઠ ગુણ છે માટે આઠ આઠ વસ્તુથી સિદ્ધપદને આરાધવામાં આવે છે. ૩. આયાયપદ–ગાજે લેગ તિ ગાવાઈ:-“જે સેવાય તે આચાર્ય કહેવાય છે.” આચાર્યપદ આરાધતાં, હું સેવક થવા નથી સજયે પણ સેવ્યપદ મેળવવા ચોગ્ય છું એ ભાવના કેળવવી જોઈએ. સેવા સિવાય સેવ્યપદ મળતું નથી માટે સેવા એવી જોઈએ કે જે અવિચલ સેવ્યપદને પ્રાપ્ત કરાવે. આચાર્ય સુવર્ણ જેવા છે. જેમ સુવર્ણ સર્વને પ્રિય છે, અને સૌને આકર્ષે છે, તેમ આચાર્ય સર્વને પ્રિય હોય છે. આચાર્યના આકર્ષણથી ઘણું તેમને સેવે છે. જેનશાસનમાં આચાર્ય રાજા સ્વરૂપ છે. રાજા વિવિધ સુવર્ણાલંકારથી વિભૂષિત થઈ સુવર્ણના સિંહાસન પર બિરાજ્યા હોય ત્યારે તેમનું દશ્ય સુવર્ણમય ભાસે છે. સૂર્યસ્વરૂપ જિનેશ્વર ભગવાન અને ચન્દ્રસમાન કેવળી ભગવાનના અભાવમાં-વિરહમાં આચાર્ય મહારાજ દીપની જેમ શાસનને પ્રકાશિત કરે છે. દીપશિખા પીળી હોય છે. આ પ્રમાણે સુવર્ણ જેવા, સુવર્ણમયને દીપસદશ હોવાને કારણે આચાર્યનો વર્ણ પીળે છે. અને તે ગુણો મેળવવા માટે આચાર્યપદ પીળા વણે આરાધાય છે. આચાર્યના ગુણે ૩૬ છે માટે છે વસ્તુઓથી તે પદ આરાધાય છે. ૪. ઉપાધ્યાયપદ–જેમની સમીપે અધ્યયન થાય તે ઉપાધ્યાય કહેવાય છે. ઉપાધ્યાય મૂર્તજ્ઞાન જેવા દીપતા હોય છે. ભણવા–ભણાવવામાં તલ્લીન ઉપાધ્યાય વિજ્ઞાનના અવતાર સ્વરૂપ દેખાય છે. તે પદ આરાધતાં જ્ઞાનમય થવાની ભાવના કેળવવી જોઈએ. શિષ્યને પાઠ આપવામાં એકરસ થયેલા ઉપાધ્યાય લીલાછમ ઉપવન જેવા શોભે છે. ઉપાધ્યાયની વાડી હંમેશ લીલી હોય છે. ઉપાધ્યાયજીનું હૃદય જ્ઞાન અને રસથી ભરપૂર હોય છે. તેમાંથી ઘણું જ્ઞાનાંકુરેશ પ્રકટે છે. તેમની પ્રભા નીલમ મણિની માફક સર્વત્ર પ્રસરે છે. આથી ઉપાધ્યાય લીલા વણે છે ને તે ગુણો મેળવવા માટે લીલાવણે તે પદ આરાધાય છે. ઉપાધ્યાયના ૨૫ ગુણ છે, માટે ૨૫ ચીજોથી તે આરાધાય છે. ૫. સાપ-શિવમાર્ગને જેઓ સીધે છે, તેઓ સાધુ કહેવાય છે. સાધુપદ આરાધતાં શિવપન્યમાં ચડવાની ભાવના કેળવવી જોઈએ. આચાર્યપદરૂપ સુવર્ણની પરીક્ષા સાધુધર્મરૂપ કટીથી થાય છે. સાધુધર્મરૂપ કસોટીમાંથી પસાર થયા વગરનું આચાર્યપદરૂપ સુવર્ણ કિંમત વગરનું ગણાય છે. કોટી સ્પામ હેય છે. સાધુઓ જૈન શાસનમાં સૈનિક તુલ્ય છે. સિનિક જેમ લેહનું બખ્તર વગેરે પહેરીને સજજ રહે તેમ સાધુઓ પણ સજજ રહે છે. બખ્તર શ્યામવર્ણનું હેય છે. સાધુઓને શરીર આદિની શુશ્રુષા-મેલ વગેરે દૂર કરવા નિષિદ્ધ છે. તપશ્ચર્યા–વિનય-યાવચ્ચ-વગેરેમાં તત્પર For Private And Personal Use Only
SR No.521583
Book TitleJain_Satyaprakash 1942 10
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1942
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy