________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૬]
શ્રી જેને સત્ય પ્રકાશ
[વર્ષ ૮
બેલતા હતા તેમ તેમ પ્રત્યેક કે એકેક સાંકળ કલાક દઈને તુટતી હતી. એમ ૪૪ કાવ્યો બોલી રહેતાં ૪૪ સાંકળો તૂટી ગઈ, તાળું તૂટી ગયું, દરવાજા ઊઘડી ગયા અને આચાર્ય મહારાજ મુકત થઈ તરત બહાર આવ્યા. રાજા આ ચમત્કારથી આશ્ચર્ય પામ્યો અને સૂરિજીના મુખે ધર્મ સાંભળી પરમ જૈન બને.
વળી કઈ-આચાર્ય શ્રી માનતુંગસૂરિજીને ઉન્માદને રોગ થયો હતો તે સમયે તેઓશ્રીએ ધરણેન્દ્ર પાસેથી ૧૮ અક્ષરનો મંત્ર મેળવી પ્રાકૃત ભાષામાં નમિઊણથી પ્રારંભ થતું મહાભયહર સ્તોત્ર બનાવ્યું અને તેના વડે નીરગતા પ્રાપ્ત કરી-એમ કહે છે.
આ રીતે આચાર્ય મનડુંગસૂરિજીએ ભગવાન શ્રી આદિનાથની સ્તુતિ રૂપ સંસ્કૃત ભાષામાં ભકતામર સ્તોત્ર અને ભગવાન પાર્શ્વનાથની સ્તુતિ રૂપ પ્રાકૃત ભાષામાં નમિણ તેત્ર બનાવેલ છે.ભક્તામર સ્તોત્ર એવું સરસ કાવ્ય છે કે–તેના એકેક ચરણને લઈ તેની પાદપૂર્તિ કરનારાં પણ ઘણું કાવ્યો બની ચૂકયા છે. આ સિવાય આ સ્તોત્ર પર ટીકાઓ યંત્ર મંત્ર અને ઋદ્ધિ એમ અનેક વિધ સર્જને સર્જાયાં છે.
આ કાવ્યમાં શરૂથી જ ૪૪ શ્લોક છે. વિક્રમની બારમી સદીમાં ૪૪ શ્લેક હતા એમ તત્કાલીન ઉલ્લેખ મળે છે અને આજે પણ તેમાં ૪૪ શ્લેકે છે.
અહીં એક વાત નોંધવા જેવી છે કે-દિગમ્બરે આ સ્તોત્રના ૪૮ ક માને છે. માટે તે તરફ પણ દષ્ટિપાત કરી લઈએ.
સ્તુતિકાર તીર્થકરની સ્તુતિઓમાં તીર્થંકરના બાહ્ય વૈભવનું વર્ણન કરવું હોય ત્યારે મોટે ભાગે ૩૪ અતિશયો પૈકીના કેઈએક, વધુ કે દરેક અતિશય વડે તીર્થકરનું વર્ણન કરે છે. જેમાં અશોકવૃક્ષ, સુરપુષ્પવર્ષા, દિવ્ય ધ્વનિ, ચામર, સિંહાસન, ભામંડલ, દુંદુભિ, અને છત્ર એ આઠે પ્રાતિહાર્યોને સમાવેશ થાય છે. આ આઠે પ્રાતિહાર્યોમાં અશક, ચામર સિંહાસન અને છત્ર એ ચાર નિકટવતી વિભૂતિ છે અને બાકીના ચાર પ્રાતિહાર્યો દૂરવતી વિભૂતિ છે. સ્તુતિ કરનારાઓમાંના કોઈ ૧ પ્રાતિહાર્ય વડે, કોઈ નિકટના ૪ પ્રાતિહાર્યો:વડે, કોઈ ૮ પ્રાતિહાર્યો વડે અને કોઈ ઈચ્છા પ્રમાણે ૨, ૩, ૫, ૬, ૭ પ્રાતિહાર્યો વડે તીર્થકરનું વર્ણન કરે છે. જેમકે–
આચાર્ય સમંતભદ્રસૂરિજીએ સ્તુતિ–ચતુર્વિશતિમાં પદ્મપ્રભુના કમળ અતિશયનું (૦ ૨૯), ધર્મનાથના ધર્મચક્ર અતિશયનું (લે. ૭૯) અને અરનાથની અર્ધમાગધી વાણીનું (લૈ૦ ૯૭) વર્ણન કરેલ છે. એમ દરેક રથાને તીર્થકરના એકેક વૈભવનું અને અનંતનાથની સ્તુતિમાં માત્ર પ્રાતિહાર્યનું (૦ ૭૩) સૂચન કરેલ છે.
આ જ સૂરિજીએ પિતાના પટ્ટધર આચાર્ય દેવસૂરિને અનુલક્ષીને બનાવેલ દેવાગમ સ્તોત્રમાં સેવાનH-નમોકાન-વામાદિ-વિમતચ: વડે સમવસરણ કમળવિહાર અને ચામર વગેરે અતિશયોને તીર્થકરની બાહ્ય વિભૂતિ બતાવેલ છે.
આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકરે કલ્યાણ મંદિર-સ્તોત્રમાં ભગવાન પાર્શ્વનાથના અનુક્રમે ૮ પ્રાતિહાર્ય, ૩ ગઢ અને દેવ-માલા રૂપ વૈભવનું કવન કરેલ છે. (લે૧૯ થી ૨૮).
જ્યારે આચાર્ય શ્રી માનતુંગરિજીએ ભક્તામર-સ્તોત્રમાં ભગવાન આદિનાથની અનુક્રમ વગરના અશોક વૃક્ષ, સિંહાસન, ચામર અને છત્ર એ નિકટવતી ૪ પ્રાતિહાર્ય ૩ અને ૪ પૈકીના માત્ર ૧ કમલવિહાર એમ પાંચ વિભૂતિનું વર્ણન કરેલ છે. શેષ દૂરવર્તિ ૪
For Private And Personal Use Only