________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧]
યુદ્ધમુનિની ભિક્ષા
[ ૨૧ ]
તળાવે જઈને આ બધું જોઈને આવો.” આ પ્રમાણે સ્ત્રીને હુકમ થતાં પહેલું એ કામ કરી આવતો. આમ ઘણી વખત તળાવે જતાં આવતાં જોઈને લોકોએ કહ્યું કે–તને બાળકના હદન એટલે મળમૂત્રાદિ સાફ કરવાનું જ આવડે છે ! બિચારો શરમાઈ જઈને કંઈ પણ પ્રત્યુત્તર આપી શકે નહીં. ત્યારે લેકેએ તેનું હદના એવું નામ પાડયું.
શુલ્લક મુનિએ કહેલાં ઉપરોકત છયે કથાનકે સાંભળીને સભાના લોકો ખડખડ હસી પડયા, અને કહેવા લાગ્યાઃ “હે ક્ષુલ્લક મુનિ ! તમે જે છએ દૃષ્ટાંતો પ્રતિપાદન કર્યા છે તે યથાર્થ છે. વિષ્ણમિત્ર પણ એમાં જ છે. સ્ત્રીને પરવશ થયેલ છે. ” આ સાંભળી વિષ્ણમિત્ર કહેવા લાગ્યાઃ “હે મુનિવર્ય, એ છમાંથી એકમાં મારો સમાવેશ થતો નથી. હું સ્ત્રીને પરવશ નથી. આપને જે યાચવું હોય તે ખુશીથી યાચે. તે આપવાને હું તૈયાર છું. ત્યારે ક્ષુલ્લક મુનિએ કહ્યું- “હે વિષ્ણમિત્ર ! એક વસ્તુ મારે યાચવી છે. ઘી ગોળ સહિત, મારું મોટામાં મોટું પાત્ર ભરાઈ જાય તેટલા, સેવયા મોદક મને આપ! ” વિમિત્રે કહ્યું : “ચાલે મહારાજ, મહારે ઘેર પધારો. તમારે ઘી ગોળ સહિત જેટલા સેવૈયા જોઈએ તેટલા આપીશ.” એમ કહી વિષણુમિત્ર ક્ષુલ્લક મુનિને સાથે લઈ સભાનો ત્યાગ કરી ઘર ભણી ચાલ્યો. ઘર પચાસેક પગલાં દૂર રહ્યું ત્યારે ક્ષુલ્લક મુનિએ વિષ્ણુમિત્રને કહ્યું: “પહેલાં હું તારે ઘેર જઈ આવ્યો છું. તારી સ્ત્રી પાસે થી ગોળ સહિત સેવૈયાની યાચના કરી, પણ તેણે આપ્યા નહીં અને મારી સામે પ્રતિજ્ઞા કરી કે હું એક દાણો પણ તને આપું નહીં. માટે પહેલાં ઘરમાં જઈ એને બોબસ્ત કર ! પછી મને બોલાવ.” આ પ્રમાણે ક્ષુલ્લકનું નિવેદન સાંભળી ક્ષુલ્લક મુનિને ઘર આગળ ઊભા રાખી તે ઘરમાં ગયે. ઘરમાં જઈ સ્ત્રીને પૂછયું: “હે પ્રિયે ! આજે ઘી ગોળ ભેળવી સેવયા મોદક બનાવ્યા છે કે ?” સ્ત્રીએ કહ્યું: “હા, થાળ ભરી બનાવ્યા છે.” તેણે પૂછ્યું: “ચાલ બતાવ, કયાં મૂકે છે?” સ્ત્રીએ તે બતાવ્યા એટલે વિષ્ણુમિત્રે ગોળ લાવવાના બહાને સ્ત્રીને બીજે માળ ચઢાવી દીધી. અને ત્યાંથી નિસરણી લઈ લીધી. પછી દ્વાર પાસે ઉભેલા ક્ષુલ્લક મુનિને ઘરમાં લાવ્યા. અને એમનું મોટામાં મોટું પાત્ર ઘી ગોળ સહિત સેવૈયા મોદકથી ભરવા માંડ્યું. એટલામાં બીજે માળે ચઢાવેલી સ્ત્રી ગોળ લઈ ઉતરવાના સ્થાને આવી, પણ નિસરણી દેખી નહીં ત્યારે આમ તેમ જોવા માંડયું. ત્યાં તે પેલા ક્ષુલ્લક મુનિને સેવ વહેરાવતા પિતાના ધણીને જોયા. એટલામાં તો એકદમ ક્રોધાયમાન થઈ ગઈ. તેનું મોટું શ્યામ થઈ ગયું અને બુમાબુમ કરી મૂકીઃ “અરે! એને એ ન આપતા. એ એના માટે નથી બનાવ્યા. એ તે મહાધૂત છે, મહાઅભિમાની છે.” આ બાજુ ક્ષુલ્લક મુનિ સેવ વહોરતાં વહોરતા ઉપર દૃષ્ટિ કરતા જાય છે અને નાક ઉપર આંગળી રાખી પેલી સ્ત્રીને કહેતા જાય છે. જે તે ન આપી તો તારું નાક કાપીને લીધી. એટલામાં પાત્ર ભરાઈ ગયું એટલે શુલ્લક મુનિ ચાલતા થયા. અને સ્વસ્થાને પહોંચી ગયા. સેવૈયાથી સર્વને તૃપ્ત કરી દીધા. અને ક્ષુલ્લકે એ કેવી રીતે પ્રાપ્ત કર્યા તે વૃત્તાંત જાણી ચકિત થયા. આ બાજુ મુનિને ભિક્ષા વહેરાવવાથી જાણે વિષ્ણુમિત્રનો આત્મા જાગી ઊઠયો. તેને પોતાની પરાધીન અને પતિત અવસ્થાનું ભાન થયું હોય તેમ એણે જિનેશ્વર ભગવંતનો ધર્મ સ્વીકાર્યો. અને ગુરૂ મહારાજના સંસર્ગથી છેવટે સંસારનો ત્યાગ કરી, કુટુંબ કબીલા, ધન દોલતને તિલાંજલી દઈ સાધુપણું અંગીકાર કરી સ્વર્ગ લેકમાં ગયે. ત્યાંથી કાળાંતરે મુકિતમાં જશે. પારકાનું અભિમાન તોડનાર ક્ષુલ્લક મુનિ પણ અભિમાન તજી સંયમનું શુદ્ધ પાલન કરી કઠિન કર્મને તોડી શિવપુરમાં પહોંચશે.
For Private And Personal Use Only