________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧]
ક્ષુલ્લક મુનિની ભિક્ષા
[૧૯]
જેશે નહીં. ક્ષુલ્લક મુનિ પણ સમયજ્ઞ હોવાથી તેમણે વિષ્ણુમિત્રને કહ્યું: “જો તું સ્ત્રીને અધીન ગણાયેલા છે પુરુષો પૈકી એકે ન હોય તો હું તારી પાસે યાચના કરુ.” ક્ષુલ્લક મુનિનું આ અર્થ સૂચક વચન સાંભળી સભામાં બેઠેલા સર્વેએ પૂછ્યું: “એ સ્ત્રી અધીન છે પુરુષ કયા ? તે સમજાવ, જેથી વિષ્ણમિત્ર માને છે કે નહીં તેની ખબર પડે?” ક્ષુલ્લક મુનિએ છાતીમાં પેસી જાય તેવા એક પછી એક છે દૃષ્ટાંતો સંભળાવ્યાં –
(૧) શ્વેતાંગુલિકનું દષ્ટાંત –એક ગામમાં એક પુરુષ પોતાની સ્ત્રીને જ વશ પડે. સ્ત્રીએ જાણે વશીકરણ ન કર્યું હોય તેમ તે પિતાની સ્ત્રીને જ દેખ્યા કરે, એટલું જ નહીં પણ સ્ત્રી જેમ હુકમ કરે તેમ તે કર્યા કરે. પોતાને કરવા લાયક કામ પણ એ સ્ત્રી તેના પતિ પાસે જ કરાવે. અને પોતાની બહેનપણીઓ પાસે જઈને પોતાની હોંશિયારી બતાવેઃ “સાંભળો ? રાંધવું, પાણી ભરવું, કપડાં ધોવાં, વાસણ માંજવા, ઝાડુ કાઢવું, બધુંય કામ મેં મારા ધણી પાસે કરાવ્યું. આવી રીતે તે હું અનેક વખત એમની પાસે કામ કરાવું છું. એક વખતે પતિ પ્રભાતે પથારીમાંથી ઊઠીને પોતાની પત્નીને કહેવા લાગ્યો : “હે પ્રિયે! આજ તો મને બહુ જ ભૂખ લાગી છે, માટે તું જલદી ભજન કરી આપ.” ત્યારે પેલી સ્ત્રી કહેવા લાગી : “મને તો આળસ થાય છે. હું તે હમણાં કંઇએ નથી ઊઠતી. જાઓ, જઈને ચૂલામાંથી રાખ કાઢી, ચૂલો સળગાવે. રસોઈ તૈયાર કરે. અને રસોઈ તૈયાર થઈ જાય એટલે મને બોલાવજે, એટલે આવીને તમને પીરસીશ.” બિચારે સ્ત્રીને વશ પડેલો એટલે કરે શું? આમને આમ કેટલીયે વખત તેની સ્ત્રી તેને પજવતી, અને સર્વ કામ કરાવતી. ચૂલામાંથી વારંવાર રાખ કાઢવામાં આવતી હેવાથી તેની આંગળીઓ એટલી બધી શ્વેત થઈ ગઈ કે લેકીએ તેનું વેતાંગુલિક સફેદ (આંગળીવાળા) એવું નામ પાડી દીધું.
(૨) બહાથીનું દૃષ્ટાંત –એક ગામમાં કોઈ પુરુષ પિતાની પત્નીને મુખદર્શનનો જ લાલચુ હતો. કોઈ વખત જે એનું મુખ બિલકુલ જેવામાં ન આવે તો છેવટે છબીમાંથી પણ જોઈ આનંદ માનતા. તે એને તાબેદાર એટલે બધો થઈ ગયેલે કે જે કહે તે કાર્ય કરવાને સદા મશગુલ રહેતો. એક વખતે પત્નીએ ઢોંગ કરીને કહ્યું : “હવે તો મને પાણી લાવતાં આળસ થાય છે. માટે તમે હંમેશાં તળાવે જઈને પાણી ભરી આવજો.” પેલો તો તેણીનાં વચનને દેવતાનાં વચને સરખાં માનીને કહેવા લાગ્યોઃ “હે પ્રિયે! જેવી તું આજ્ઞા કરીશ તે પ્રમાણે કરવાને હું તૈયાર છું.” દિવસે પાણી ભરવા જતાં ભાઈને શરમ આવે અને કોઈ જોઈ જાય તો આબરૂના કાંકરા થઈ જાય. એટલે તે ભયથી રાત્રીને પાછલે પહોરે ઊઠીને રોજ તળાવેથી પાણી ભરી લાવે. આમ કરતાં કરતાં કેટલેક વખત વ્યતીત થઈ ગયો. હમેશાં રાત્રીના પાછલા પહોરે તળાવે પાણી ભરવા જવા આવવાથી, તેનાં પગલાંના સંચારથી, રસ્તામાં કોઈનો ભેટો થઈ જવાથી, તળાવમાં જળથી ઘડો ભરતાં થતા બુબુદ્દે શબ્દથી, ત્યાં તળાવના તીર પર રહેલાં વૃક્ષો ઉપર સૂઈ ગયેલાં પક્ષીઓ જાગી જઈ ઊઠીને ઊડી જવા લાગ્યા. આ વૃત્તાંત ગામલોકોને જાણ થતાં લોકોએ તેનું નામ બહાચી એટલે બક પક્ષીઓને ઉડાડનાર એવું પાડયું.
(૩) તીર્થસ્નારીનું દષ્ટાંત એક ગામમાં એક પુરુષ પિતાની સ્ત્રીને એટલે બધે વશ થઈ ગયેલે કે સ્ત્રી જેમ કહે તે પ્રમાણે કરે. સ્ત્રી ગમે તેટલે એને ધમકાવે,
For Private And Personal Use Only