________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૮ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૨ તેમનામાંને એક તરુણુ સાધુ એયેા : “આજે આપણામાંથી કાઇ સેવૈયા માદક લાવી સહુને વપરાવશે ?' ત્યારે એક ગુણચન્દ્ર નામના ક્ષુલ્લક (બાલ) સાધુએ કહ્યું : “જરૂર, હું સેવૈયા મેાદક લાવી સહુને વપરાવીશ.” પુનઃ તે તરુણ સાધુએ પૂછ્યું કે ઘી, ગેાળ સહિત સેવૈયા મેદક મળશે કે તે વિના મળશે ?” જવાબણાં ક્ષુલ્લક મુનિએ જણાવ્યું કે– જેવી તમારી ઇચ્છા હશે તેવા મળશે.” સર્વેને આશ્રર્યાં થયું કે આ ક્ષુલક સાધુ ખેલે છે તે પ્રમાણે કરશે કે કેમ? એટલે તે ક્ષુલ્લક મુનિને કહેવા લાગ્યા કે–“હે ક્ષુલ્લક! આજે તમારી કસેાટી છે, હાં, જરાએ પાછી પાની ન કરતા, બરેાબર લબ્ધિ ફારવજો !” ક્ષુલ્લક મુનિ નતમસ્તકે ખેલ્યા : પૂજ્યા ! આપને આશીર્વાદ જોઇએ. બસ !”
ગોચરીને સમય થતાં ક્ષુલ્લક મુનિએ ઝોળી-પાતરાં લીધાં અને સેવૈયા મેાદક લેવાને ઉપડયા. જતાં જતાં ભાગ્યયેાગે જે ઘરમાં પ્રવેશ કર્યાં તે જ ધરમાં સેવૈયા મેદાનેા થાળ તેમણે જોયા. ધરણઆણી સુલાચના પાસે માદકની માંગણી કરી. પણ સુલેાચનાએ આપવાની ના પાડી. એટલે ક્ષુલ્લક મુનિને કાપ ચઢયા. ઘરધણિઆણી સુલેાચનાને સભળાવી દીધું કે—“યાદ રાખજે, હું પણ બાલ સાધુ છું. એ સેવૈયા મેાદક લઉ ત્યારે જ ખરા ! ' આ બાજુ સુલેાચના પણ હઠવાદે ચઢી : “હું એક પણ માદક નહીં આપું, એટલું જ નહી પણ જો એ માઇક તું ગ્રહણ કરે તે મારું નાક કાપી નાખું.” જાણે બાળહઠ અને સ્ત્રી હઠે સામસામા મેાચા માંડયા.
હવે આ મેદક કેવી રીતે લેવા એ વિચારમાં ને વિચારમાં ક્ષુલ્લક મુનિ ઘરમાંથી નીકળી બહાર આવ્યા. આજુબાજુમાં રહેતા લેકાને પૂછ્યું : “આ ઘર કાનુ છે ??” લોકાએ કહ્યું : “એ ધર વિષ્ણુમિત્રનું છે.” પુનઃ ક્ષુલ્લક મુનિએ પૂછ્યું: “અત્યારે તે કાં હશે ?” જવાબમાં જણાવાયુ` કે ધણું કરીને અત્યારે તે સભામાં ગયેા લાગે છે.” એટલે ક્ષુલ્લક મુનિ પહોંચ્યા સભામાં. સભાના સભ્યોને પૂછ્યું : “ભાઇએ ! તમારામાં વિષ્ણુમિત્ર કાણુ છે? મારે તેમની પાસેથી કાંઇક યાચવું છે.” આ શબ્દો સાંભળતાં જ એકદમ સૌ હસી પડયા. અને ક્ષુલ્લક મુનિને કહેવા લાગ્યા : “હું સાધુ ! એ તે! મહાકૃપણ છે ચમડી ટૂટે પણ દમડી ન ટૂટે એવા એના લાભ છે. અરે! પોતે આપવું તે દૂર રહ્યું, પણ અન્યને આપતાં દેખે તાપણ તેનું મુખ તરત જ મિલન થઈ જાય. અરે! એનું જીવન તે સાંભળ્યું ઢાય તેાય પાપ લાગે એવું છે. એ મહાવ્યભિચારી, સ્ત્રીલંપટ અને સાતે વ્યસનમાં પૂરા છે. અરે, પોતાની ભગિની પણ એની જાળમાંથી છૂટી નથી. આવા અધમ પાસે તમે કયાં યાચવા આવ્યા, તમારે જે કાંઇ યાચવું હેાય તે અમારી પાસે યાચી લ્યે.”
સભામાં બેઠેલા વિષ્ણુમિત્રથી આ સહન ન થયું. પણ કરે શુ? પક્ષમાં કાઈ નહી. મનમાં ખૂબ ચીડાયે. આંખ લાલચોળ થઈ ગઈ. શરીર ધ્રુજવા માંડયું. તેને માથાથી પગ સુધી ખાઈ ગઈ. તેને થયું: “અરેરે, મારુ' પાગળ ખુલી ગયું. હવે હું શું કરુ?'' જાણે ભાવીને પ્રેર્યાં હોય એમ એને એક વિચાર સૂઝી આવ્યો : “ચાલ, હું એ સાધુ પાસે જા. અને મારાં અપકૃત્યા પર અધારપછેડે ઢાંકવા એ સાધુને જે જોઈએ તે આપુ, જેથી મારી નિંદા અટકી જાય.” વિચાર સ્ફુરતાં તરત જ તે એકદમ ક્ષુલ્લક મુનિ પાસે આવ્યા, અને કહેવા લાગ્યા : “હું સાધુ! તમે જેને શોધો છો તે જ હું વિષ્ણુમિત્ર છું. તમારે જે યાચવું હોય તે યાચા, હું ખુશીથી તે આપીશ. આ નિંદા કરતાં લાકા તરફ
For Private And Personal Use Only