________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧]
કચછી નાનાં ખાનગી પુસ્તકાલય
[૧૫]
==
એ જ્ઞાતિના શેઠ નરસી નાથાની જૂનામાં જૂની ચેરીટી કે જેને આજે લગભગ સો વરસ થઈ ગયાં હશે, તે ચેરીટી વાર્ષિક રૂપિયા બારથી પંદર હજાર સાર્વજનિક દાન ખાતે ખરચી રહી છે. એ સો વરસને દાનને હીસાબ ગણવા બેસીએ તો લાખો રૂપિયા થવા જાય છે. આજથી ૭૦ વર્ષ ઉપર વિલાયતમાં ઓફિસ ખેલનાર એ કેમના શેઠ ત્રીકમજી વેલજી માલુ હતા. આખી આપણી જેન કામમાં પહેલ વહેલા સર નાઈટ થનાર એ જ કેમના શેઠ વસનજી ત્રીકમજી હતા. આપણી આખી જૈન કેમમાં પહેલ વહેલા મુંબઈ મ્યુનીસીપાલીટીના રિપોરેટર થનાર એ જ કોમના શેઠ ત્રીકમજી વેલજી માલુ હતા. અનેક મીલોના અને બેન્કના ડાયરેકટર બનનાર એ જ કેમના શેઠ નરસી કેશવજી નાયક હતા. મુંબઈના સ્મોલકેઝ કેર્ટના ન્યાયાસન પર બિરાજનાર, મુંબઈના જજ તરીકે સુપ્રસિદ્ધ થનાર એ જ કોમના લખમશી હીરજી મિસરી હતા. એ કામ વર્તમાનમાં સેલીસીટરે, દાક્તરે, વકીલે અને અનેક ગ્રેજ્યુએટ ધરાવે છે.
જેમ કચ્છી દશા ઓસવાળ કેમ દરેક કાર્યમાં ભાગ લેતી આવી છે, તેમ સાહિ. ત્યમાં પણ એ કેમે ઓછો હિસ્સો આપે નથી. પૂર્વે જ્યારે મુદ્રણકળા પ્રકાશમાં આવી ન હતી ત્યારે એ જ કેમના શેઠ ભીમસી રતનસોએ અનેક લહીઆઓ બેસાડી લાખો રૂપિયા ખરચી જેને સિદ્ધાંતનો ઉદ્ધાર કરાવી અનેક જૈન ગ્રંથે ઉતરાવ્યા હતા. એ જ કેમના ગચ્છાભિમાની શેઠ માણેક ચાંપસીએ અંચલ ગ૭નાં અનેક પુસ્તકોના ઉતારા કરાવ્યા હતા. એ જ કોમના શ્રાવક ભીમસિંહ માણેકની સેવા જેન કેમથી અજાણી નથી. શ્રાવક ભીમસિંહ માણેકે જૈન સાહિત્ય મુદ્રિત કરવામાં જે સેવા બજાવી છે તેથી ખરેખર જેન કેમ ઋણ ગણાય, કારણકે તે સમયમાં મુદ્રિત પુસ્તકોના અભાવથી કાને ધર્મ, શાસ્ત્ર અને પ્રકરણ જાણવામાં બહુ જ કઠિનતા પડતી હતી. તેવા સમયમાં શ્રાવક ભીમસિંહ માણેકે પુષ્કળ રૂપિયા ખરચી યતિઓ પાસેથી હસ્ત લિખિત શાસ્ત્ર ખરીદ કર્યા હતાં. શ્રાવક ભીમસિંહ માણેક સંસ્કૃત અને પ્રાકૃતના જાણ હવા સાથે અનેક આચાર્યો અને શ્રીપૂના પરિચયી હતા, જેથી પુસ્તકોનું સંશોધન કરી આપણું કામ ઉપર અનહદ ઉપકાર કર્યો છે.
કચ્છી દશા ઓસવાલ જ્ઞાતિનાં ખાનગી પુસ્તકાલયનો વિચાર કરીશું તો જણાશે કે શેઠ ત્રીકમજી વેલજી માલુનું પુસ્તકાલય કઈ સંસ્થાને ભેટ અપાઈ ગયું. સર વસનજી ત્રીકમજીની લાયબ્રેરી કોઈ સંસ્થાને અપાઈ ગઈ. શેઠ હીરજી ઘેલાભાઈની ખાનગી બાયબ્રેરી પાલીતાણું ખાતે વીરબાઈ જૈન પાઠશાળાને ભેટ અપાઈ ગઈ. શ્રી કાનજી માસ્તરની ખાનગી લાયબ્રેરી પિતાના પિતાશ્રીના સ્મરણાર્થે શ્રી કચ્છ નલીઆ બાલાશ્રમને ભેટ અપાઈ ગઈ. શ્રી ગોવિંદજી હરસીની ખાનગી લાયબ્રેરી મુબઈ ગીરગામ ચંદ્રપ્રભુના દેરાસરને ભેટ અપાઈ ગઈ છે. શ્રી શિવજી દેવસીની ખાનગી લાયબ્રેરી મઢડા ખાતે હાવી જોઈએ. પૂર્વે શેઠ હીરજી હંસરાજ, પશુ પરબત, વાલજી હીરજી, કુંવરજી મુછર, ઘેલાભાઈ લીલાધર આદિ અનેક ગૃહસ્થ પાસે ખાનગી પુસ્તકાલયો હતો. અત્યારે પણ એ કેમ સારાં જેવાં ખાનગી પુસ્તકાલયો ધરાવે છે. તેને આછો પરિચય આ લેખમાં કરાવીશું.
આ પુસ્તકાલયમાં એ કેમના શ્રી વર્ધમાન રામજી હંસાણનું ખાનગી પુસ્તકાલય નમુનેદાર અને મૂલ્યવાન સાહિત્યના ખજાનારૂપ હેવાથી વાચકને પ્રથમ તેને પરિચય આપીશું.
For Private And Personal Use Only