________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૨ ]
નિહનવવાદ
[૫૭૫
અધિકારીવમાં જૈનધર્મનો જે પ્રબલ પ્રભાવ જણાય છે તેમાં તે પણ એક હેતુભૂત છે. એમિત્રજી મહારાજ પોતે આટલા સમય જે દુરાગ્રહમાં રહ્યા તે માટે પશ્ચાત્તાપ કરતા હતા. અને ચાતુર્માસ બાદ આપશ્રી પાસે તરત આવવા ભાવ રાખે છે. તેમને તે આ વિચાર કર્યો કે તરત જ અહીં આવવા વિચાર હતો, પણ ચતુર્માસનો સમય ભરાઈ ગયેલ ને રાજગૃહ જેવું ક્ષેત્ર ખાલી રહે તે ઠીક નહિ એટલે અમે આગ્રહ કરી રોકી રાખ્યા છે. છતાં આપશ્રીની આજ્ઞા હશે તો જ ચતુર્માસ રહેવા હા પાડી છે. આપશ્રી એમને રાજગૃહમાં ચતુર્માસની આજ્ઞા ફરમાવે, એટલે અમને આનંદ થાય” રાજગૃહના નગરશેઠે કહ્યું.
ખુશીથી ચતુર્માસ રહે, ને તમે પણ તેમને રાખી સારી રીતે લાભ લેજે. શક્તિવાળા સાધુઓ છે માટે અભ્યાસાદિની અનુકૂળતા કરી આપવી, સંઘનાં વિશિષ્ટ કાર્યો કરવા-કરાવવાં વગેરેમાં પ્રમાદક સંકેચ રાખવો નહિ” આચાર્ય મહારાજશ્રીએ ફરમાવ્યું.
“જી સાહેબ ! આપશ્રી એ બાબતમાં સહજ પણ શંકા રાખશે નહિ. અમે તેમને અલ્પ પણ ઓછાશ આવવા નહિ દઈએ. અમિત્રમહારાજને બીજું કંઈ કહેવું હોય તે ફરમાવો.” શેઠ બોલ્યા.
સર્વ સાધુઓના શરીર સાચવી સંયમમાર્ગમાં પ્રગતિશીલ બનાવે, જ્ઞાન ધ્યાનમાં વિશેષ ઉદ્યમી કરે, ને જેમ બને તેમ જૈનશાસનની શોભા વધે તેવી પ્રવૃત્તિ કરવા-કરાવવામાં ધ્યાન આપે એમ કહેજે.” આર્યમહાગિરિ મહારાજે અશ્વમિત્રને ઉચિત જણવ્યું.
“સારું સાહેબ! શાતામાં રહેજે” વંદના કરી શેઠ જાય છે.
X
સુખશાતાપૂર્વક આર્યઅશ્વમિત્રે ચતુર્માસ પૂર્ણ કર્યું. પછી વિહાર કરી પૂજ્યપાદ ગુમહારાજશ્રી પાસે આવ્યા. પૂર્વે કરેલ મિચ્છા વિચારણા માટે પશ્ચાત્તાપૂર્વક પ્રાયશ્ચિત્ત લીધું ને સારી રીતે સંયમધમનું પાલન કરી શાસનની શોભા વધારી આત્મસાધના કરી, સદ્દગતિના ભાજન બન્યા.
આ અશ્વમિત્રને વાદ બૌદ્ધદર્શનને અનુસરતા હોવાથી પ્રથમ–દ્વિતીય નિહ્નવવાદના વિવેચનમાં તેને લગતા વિષે ચર્ચાઈ ગયેલ હોવાથી તે સંબંધી શાસ્ત્રાર્થ અહીં વિવેચવામાં નથી આવ્યો.
(ચાલુ)
કળા અને શાસ્ત્રીય દષ્ટિએ સર્વાગ સુંદર ભગવાન મહાવીર સ્વામીનું ત્રિરંગી ચિત્ર ૧૪”x૧૦” સાઈઝ : આર્ટ કાર્ડ ઉપર ત્રિરંગી છપાઈ : સોનેરી બૉર્ડર : મૂલ્ય-ચાર આના ( ટપાલ ખર્ચને દોઢ આને જુદે.)
શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી : ઘીકાંટા, અમદાવાદ.
For Private And Personal Use Only