________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૪]
શ્રી જૈન સત્ય પ્રકાર
[વર્ષ છે
૮ પ્રશ્ન–પુણ્ય પદાર્થને માનવામાં પ્રમાણ શું ?
ઉત્તર–આ ભવમાં જે જે ધર્મારાધન, બુદ્ધિ, સુખ, ધન, આરોગ્ય, શાંતિ વગેરે આત્મહિતકર સામગ્રીને પામ્યા છે, તે તેમણે બાંધેલા પુણ્યકર્મનું જ ફલ સમજવું, જો તેમ ન માનીએ તે, બીજા છો તેવી સામગ્રી કેમ મેળવી શકતા નથી? બને છે ઈષ્ટસિદ્ધિને માટે સરખી મહેનત કરે, છતાં એકને ફલ મળે, ને બીજાને ન મળે, તેનું કારણું શું ? જવાબ એ કે જેનું પુણ્ય સતેજ હોય, તે જ ફલને પામે છે. આથી સાબીત થાય છે કે પુણ્ય પદાર્થને જરૂર માનવે જ જોઈએ. ૮
૯ પ્રશ્ન–પાપ પદાર્થને માનવામાં પ્રમાણુ શું ?
ઉત્તર–એક માણસ સુખનાં સાધનોને મેળવવાને માટે તનતોડ મહેનત કરે છતાં મેળવી શકે નહિ, તેનું કારણ પાપકર્મનો ઉદય છે. પાપકર્મના ઉદયથી અચાનક લમી ચાલી જાય, હાલા પુત્રાદિનું મરણ થાય, ભયંકર રોગની પીડા ભોગવવી પડે, વગેરે અનિષ્ટ પ્રસંગે ઉપસ્થિત થાય છે. એમ સમજીને જે કારણોની સેવન કરવાથી પાપ કર્મનો બંધ થાય, તે કારણે ત્યાગ કરીને શ્રીનેન્દ્ર શાસનરસિક ભવ્ય જીવોએ પરમ ઉલાસથી ક્ષમાર્ગની સાત્વિકી આરાધના કરવી જોઈએ. ૯
૧૦ પ્રશ્ન-પુણ્ય અને પાપની ચઉભંગી કઈ રીતે થાય ?
ઉત્તર–૧ પુણ્યાનુબંધિ પુણ્ય, ૨ પાપાનુબંધિ પુણ્ય, ૩ પુણ્યાનુબંધિ પાપ, ૪ પાપાનુબંધેિ પાપ-આ રીતે પુણ્ય–પાપના ચાર ભાગાં–ચઉભેગી થાય છે. વિશેષ બીના શ્રીહરિભદ્રસૂરિકૃત અષ્ટક પ્રકરણ તથા શ્રીભાવનાકલ્પલતા વગેરેમાં જણાવી છે. ૧૦
૧૧ પ્ર”ન-પુણ્યાનુબંધ પુણ્યને અર્થ છે ?
ઉત્તર–પાછલો ભવ વગેરે સ્થલે કરેલા પુણ્યના ફલને ભોગવવાના સમયે દાનાદિ ધર્મની પરમ ઉલ્લાસથી આરાધના કરી નવીન પુણ્યનો જે બંધ કરે તે પુણ્યાનુબંધિ પુણ્ય કહેવાય. અથવા ટૂંકામાં એમ પણું વ્યાખ્યા થઈ શકે કે પુણ્યકર્મને બંધાવનારું જે પુણ્ય તે પુણ્યાનુબંધિ પુણ્ય કહેવાય. ૧૧
૧૨ પ્રશ્ન–પુણ્યાનુબંધિ પુણ્યને બાંધવાનાં કારણે કયાં કયાં ?
ઉત્તર–૧ દ્રવ્ય દયા ભાવ દયા, રે વૈરાગ્ય, ૩ વિધિપૂર્વક દેવગુરુ વગેરે ગુણાધિક મહાપુરુષોની ભક્તિ કરવી, ૪ નિર્મલ શીલનું પાલન, ૫ સામાની આંતરડી દુઃખાય એવું કામ ન કરવું, ૬ પાપકાર, ૭ મનને સારા આલંબનમાં જોડી દેવું, આ સાત કારણથી પુણ્યાનુબધિ પુણ્ય બંધાય છે. એમ શ્રીઉપમિતિભવપ્રપંચ નામની કથામાં પૂજ્ય શ્રીસિદ્ધર્ષિગણિ મહારાજે જણાવ્યું છે. ૧૨
૧૩ પ્રશ્ન--કોઈએ પુણ્યાનુબંધિ પુણ્યના ફલ ભગવ્યાં હોય, એવું કોઈ દષ્ટાંત છે?
ઉત્તર--આ બાબતમાં શ્રીઉપદેશરત્નાકરાદિ ઘણુ ગ્રંથમાં શ્રી ઋષભદેવાદિ તીર્થંકર ભગવંતે, શ્રીભરત ચક્રવત્તી, અભયકુમાર, શ્રી જંબુસ્વામી, વજસ્વામી, અતિમુક્ત કુમાર, વગેરેનાં દૃષ્ટાંતે વિસ્તારથી જણાવ્યાં છે. ધાર્મિક દૃષ્ટિએ જેનો આ ભવ અને પરભવ (આગામી ભવ) ઉત્તમ હોય, તે અહીં દૃષ્ટાંત તરીકે લઈ શકાય. ૧૩
૧૪ પ્રત–પાપાનુબંધિ પુણ્યનો અર્થ શું ?
ઉત્તર--પાપ કર્મને બંધ કરાવનારું જે પુણ્ય, તે પાપાનુબંધિ પુણ્ય કહેવાય. અથવા પાછલે ભવ વગેરે સ્થલે પુણ્યનાં કારણોને સેવીને બાંધેલા પુણ્યકમ નાં ફલ
For Private And Personal Use Only