SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવચન-પ્રશ્નમાલો રચયિતા-પૂ. આચાર્ય મહારાજ શ્રી વિજ્યપધસૂરિજી पणमिय थंभणपासं, गुरुवरसिरिणेमिमूरिपयपउमं ॥ पवयणपण्हयमालं, रणमि भव्वोक्यारटुं ॥१॥ ૧ પ્રશ્ન--શ્રી તીર્થકર દેવમાં અને શ્રી સામાન્ય કેવલીમાં ફેર ? ઉત્તર–બંને પૂજ્ય પુરુષોએ ઘાતિ કર્મોનો ક્ષય કર્યો છે, અને કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું છે, એ અપેક્ષાએ બંને સરખા કહી શકાય; પણ જિનનામકર્મનો ઉદય શ્રી તીર્થ કરદેવને હેય છે, ને સામાન્ય કેવલિને હોતો નથી. આ રીતે બંનેમાં તફાવત છે. ૧ ૨ પ્રશ્ન–કેવલી ભગવત તમામ પદાર્થોની સંપૂર્ણ બીના જાણે છે, તો પછી તેઓ શ્રી તીર્થકરની પર્યાદામાં જાય, એમાં શું કારણ ? ઉત્તર–શ્રી તીર્થંકરદેવનું પુણ્ય પ્રબલ હોય છે, તેથી પિતાની મર્યાદા સમજીને તેઓ શ્રીતીર્થકરદેવની પર્ષદામાં જાય છે, કેવલી ભગવંતની આ પ્રવૃત્તિ બીજા ભવ્ય જીવોને પણ બહુ જ લાભ આપી શકે છે. ૨ - ૩ પ્રશ્ન--સમવસરણમાં શ્રીકવલિ ભગવતિ છઘસ્થ શ્રીગણધર મહારાજની પાછળ બેસે છે, તેમાં શું કારણ ? ઉત્તર-ગણધર ભગવંતે પદસ્થ છે, તેમનું માન જાળવવું એ કેવલિન આચાર છે. તીર્થને ટકાવનાર પણ શ્રીગણધર મહારાજ છે. તેથી ગણધરે છવાસ્થ છતાં તેમની પાછળ કેવલિ ભગવતે બેસે છે. જ્યારે શ્રીકેવલિ ભગવંતે પદસ્થનું માન જાળવે તો બીજા છઘ0 જીવ જાળવે જ, એમાં નવાઈ શી ? ૩ ૪ પ્રક્ષ--જંબુદ્વીપના જેવા બીજા પદાર્થો ક્યા ક્યા છે ? ઉત્તર–૧ અપ્રતિષ્ઠાન નરકાવાસ. ૨ પાલકવિમાન. ૩ સર્વાર્થસિદ્ધ વિમાન. આ ત્રણે પદાણે જંબુદ્વીપના જેવડા છે. કારણ કે એ ચારે પદાર્થો લંબાઈમાં અને પહોળાઈમાં એકેક લાખ જનપ્રમાણ છે. એમ શ્રીસમવાયાંગસુત્રના પહેલા સમવાયમાં કહ્યું છે. ૪ ૫ પ્રશ્ન--અપ્રતિષ્ઠાન નારકાવાસ કઈ નરકમાં છે ? ઉત્તર-સાતમી તમતમપ્રભા નામની નરકમાં પાંચ નરકાવાસ છે. તેમાં પૂર્વાદિ ચાર દિશામાં એકેક નરકાવાસ છે. અને વચમાં અપ્રતિષ્ઠાન નરકાવાસ છે, એમ શ્રી ક્ષેત્રસમાસ, બહસંગૃહિણું વગેરે ગ્રંથોમાં જણુવ્યું છે. ૫ ૬ પ્રશ્ન--સિદ્ધશિલાના જેવડા બીજા કયા કયા પદાર્થો છે ? ઉત્તર--૧ સમયક્ષેત્ર. ૨ ઉડવિમાન. ૩ સીમંતક નારકાવાસ. આ ત્રણે પદાર્થો સિદ્ધશિલાના જેવડા છે. કારણ કે એ ચારે પદાર્થોની લંબાઈ પહોળાઈ પિસ્તાલીસ લાખ યોજન પ્રમાણ શ્રી સમવાયાંગ સૂત્ર વગેરે શાસ્ત્રોમાં જણાવી છે. ૬ ૭ પ્રશ્ન–આઠ કર્મોની ૧૫૮ પ્રકૃતિઓમાં પુણ્ય અને પાપને નહિ ગણવાનું શું કારણ? ઉત્તર–૧પ૮ પ્રકૃતિના સમુદાયમાંથી કર પ્રકૃતિઓને પુણ્યના ભેદ તરીકે માની છે, અને ૮૨ પ્રકૃતિઓને પાપના ભેદ તરીકે માની છે. તેથી તે બેને અલગ ગણવાની બીન જરૂરિયાત જાણીને પૂજ્ય શાસ્ત્રકાર ભગવતેએ “જર પ્રકૃતિગણના ગ્રહણથી પુણ્યનું ગ્રહણ આવી ગયું, ને ૮૨ પ્રકૃતિગણના ગ્રહણથી પાપનું ગ્રહણ આવી ગયું,” એમ પ્રતિપાદન કર્યું છે. કર અને ૮૨ પ્રકૃતિઓનું વર્ણન નવતત્ત્વ પ્રકરણમાં વિસ્તારથી જણાવ્યું છે. છ For Private And Personal Use Only
SR No.521580
Book TitleJain_Satyaprakash 1942 06 07
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1942
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy