________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ પ૧૨]
- શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૭
દાસાનુદાસી પેલી સ્ત્રીના વિદાય થયા પછી ભૂયરાજનું મન બહુ જ અંતર્મુખ થઈ ગયું હતું. તેમને થયું. “એ સ્ત્રી તે મને પિતાને પિતા બનાવી ચાલી ગઈ. પણ એ પુત્રીને પાપમય વાસનાથી સ્પર્શ કરનાર આ બે હાથનું શું ? અનેક અબળાઓને પોતાના પંજામાં ફસાવનાર આ હાથને શિક્ષા ન થાય તો મારી આત્મશુદ્ધિ અધૂરી રહી જાય!અને એ આત્મશુદ્ધિની લાગણીમાં તેમણે પિતાના હાથને ચારના બહાને કપાવી નાખ્યા. તેમના અંતરમાં જાણે આત્મશાંતિને મેરામણ ઘુઘવવા લાગે ! આત્માના સાચા આશોએ શરીરના દર્દીની કયારેય દરકાર કરી નથી!
(૫) સર્વસ્વ ત્યાગ આટલી શિક્ષા પછી પણ ભૂયરાજનું મન સંતુષ્ટ નહોતું થયું. તેમને તે થતું: “જે રાજવૈભવ અને સંપત્તિ આત્માને અવળે માર્ગે ચડાવે એને પશે પણ શાને જોઈએ ? આજે ત્યાગ કરેલું પાપ એનાં સાધના બળે ફરી નહીં વળગે એની શી ખાતરી ? મૂળને નાશ ન થાય ત્યાંસુધી ફરી અંકૂર નહીં હોગે એવી નિશ્ચિતતા કેમ રાખી શકાય ?”
અને તેમણે પોતાના મંત્રીઓને બોલાવી કહ્યું : “ આ રાજભાર આપ વહન કરે ! હું તે હવે માળવામાં જઈ મહાકાળ દેવની ઉપાસનામાં મારે કાળ નિર્ગમન કરીશ.”
ભૂયરાજ રાજપાટ છેડીને માળવામાં મહાકાલની ઉપાસના કરવા ઉપડી ગયા. કથાકાર કહે છે કે- આત્માભિમુખ બનેલ ભૂયરાજની પ્રાર્થના જાણે દેવને કાન સુધી પહોંચી ગઈ હોય એમ એના કપાયેલ હાથ સાજા થઈ ગયા.
આજે ભૂયરાજ પિતાના દેશ પાછા ફરતા હતા. પ્રજા તથા રાજકર્મચારીઓને આનંદનો પાર ન હતો. સજજન અને સાધુપુરુષ રાજવીને આશ્રય મળવાથી સૌના અંતર સંતુષ્ટ થયાં હતાં.
પણ ભવિષ્ય કંઈક જુદા જ પ્રકારનું હતું !
ભૂયરાજ આવ્યા હતા ખરા, પણ રાજપાટ ભોગવવા નહીં–તેને સર્વથા ત્યાગ કરવા આવ્યા હતા. તેમને અધૂરો રહેલે ત્યાગ આજે પૂરો થવાને હતે.
ભૂયરાજે મંત્રીઓ, રાજકર્મચારીઓ અને પ્રજાજનોની સાક્ષીમાં પિતાને અપાર રાજવૈભવ, અખૂટ ધનસંપત્તિ, અને પ્રાણપ્રિય અંતઃપુર–એ સર્વસ્વ મહાકાલદેવને સમપણ કર્યું, એના સંરક્ષણ માટે પરમાર રાજકુમારને ભલામણ કરી, અને પોતે તાપસન વેશ ધારણ કરી ખાલી હાથે ચાલી નીકળ્યા.
સાવ અકિંચન બની ગયેલ એ ભૂયરાજના પગલે પગલે જાણે આત્મલ મીના એવા ઊભરાવા લાગ્યા હતા. ભૂયરાજના આનંદની કઈ સીમા ન હતી !
અશ્રુઓનાં અર્થ સમર્પતાં નગરજનનાં નયને સર્વસ્વ ત્યાગ કરી ચાલ્યા જતા પિતાના રાજવીને નીહાળી રહ્યાં ! પરમ બ્રહ્મચારી ભૂયરાજનો જયજયકાર થયો !*
–રતિલાલ દીપચંદ દેસાઈ * “પ્રબંધચિંતામણિમાંના “ભૂયરાજપ્રબંધના આધારે
For Private And Personal Use Only