________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ '૫૦૬ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૭
પણ જૈન સાધુથી ન જ થઇ શકે. લોકકલ્યાણના આર્ભ સમારભ વગરને અસાવદ્ય ઉપદેશ સામાન્ય દૃષ્ટિએ થાય. તેમાંથી જેને જેમ આચરવું હોય તેમ આચરણ કરે.
“પાલખીને રાખ, કાલે સવારના હુ. વૈશાલી જઇશ.” મહાવીર સ્વામી ‘પાલખીને રાખ' એમ પણ ન જ કહે. જૈન સાધુ કે જિન ભગવાનથી વાહનમાં બેસાય જ નહિ. આ વાક્ય શ્રી મહાવીર પાલખીમાં બેસતા એવા ભ્રમ ઉત્પન્ન કરે છે.
હા તથા વિહા શ્રેણિકના પુત્ર હતા. વળી અભયકુમાર પણ તેને જ પુત્ર હતા. એટલે તે હા વિઠ્ઠલના ભાઈ થાય. છતાં હા તેમજ વિહલ (પાન ૨૬૭) અભયકુમારને કાકાજી કહે છે, તે પણ એક ભારે ભૂલ છે. વળી યિતને કાઈપણ જૈન ભાઈ, કાકા”, મામાથ ન જ કહે. તે તે તેને મુનિમહારાજ કે મહારાજ શબ્દોથી જ સોધે.
તે જ પાને “અભયકુમાર ઝરા દેખી પગ શીતળ કરવા બેઠો” એમ લખ્યું છે તે પણ તદ્દન અજ્ઞાનતાનું જ પરિણામ છે. જૈન યુતિ કે સાધુ 'ડા-કાચા-પાણીમાં પગ મેળે જ નહિ. ઝરે પગ શીતળ કરવા ખેસે જ નહિ.
આવી રીતે ધાર્મિક રીતરિવાજ, સૈધ્ધાંતિક માન્યતા વગેરેથી અજાણ હાવાથી તેના અભ્યાસ વગર લેખકશ્રીએ કેટલુંએ અવળું જ લખી નાખ્યું છે. ઇતિહાસની કેટલીક હકીકતને ન ગણીએ તે પણ આવી ધાર્મિક તત્ત્વજ્ઞાનની સિધ્ધાંતની બાબતમાં કોઇ પણ નવલકાર છૂટ ન લઈ શકે. એવી છૂટથી ઉલટી ભ્રમણા ઉત્પન્ન થાય, ભલે લેખકના એવા આશય ન હોય. આમાં કલાને નામે પશ્ચિમનો ઉછીની લીધેલી કલાની સર્વાશે સપૂર્ણ નહિ એવી, પણ કેટલેક અંશે કલાકારની સ્વચ્છંદી માન્યતાને પોષનારી, માન્યતા જ દોષરૂપ છે.
વીરમતી નાટકના લેખક સ્વ. નવલરામભાઇઍ પણુ હેમચંદ્રના ગુરુની કલ્પનામાં અને એવી જ રીતે શ્રી. મુનશીએ ઉદ્દયન મંત્રીના આચરણની કપાળકલ્પિત કલ્પનામાં અધરતી છૂટ લીધી છે, તે આ અધ માન્યતાનું જ ફળ છે.
ઐતિહાસિક નક્કર હકીકતને પલટીને તેનું ખૂન કરવાને કે ધાર્મિક સિધ્ધાંતને પલટીને કે કલ્પનાતરંગમાં ચડાવીને ખોટી રીતે ચીતરવાને સ્વચ્છંદ આચરવાની છૂટ કલાકારને હાઈ શકે એવી જો કલાની વ્યાખ્યા હોય તે તે કલા કલા મટીને ઇતિહાસના વિકૃત દર્શનને લીધે અને સિધ્ધાંતનિરૂપણની ખામીને લીધે બલા જ બની જાય. ગુજરાતના સિધ્ધહસ્ત લેખક મહાશય એવું પાપ ન કરે એટલી વિનતિ અસ્થાને નહિ જ ગણાય. અને ભાઇશ્રી ઉછરંગરાય ભાઇ પાસેથી તા “પિતૃત્યા” કરતાં આધુનિક તેજસ્વી કલાને નિષ્કલંક રોભા આપે તેવી અને ગુજરાતમાં તેમની સČધમ સમભાવની પ્રિય ભાવના વિકસાવે તેવી કાઈ અણુમાલી કૃતિની આશા રાખીએ અને તે આશા પૂરવા તેમને વિનવીએ.
વાંકાનેર, તા. ૭ મે, ૧૯૪૨
For Private And Personal Use Only