________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિવર્તન
[ ટૂંકી વાર્તા ]
(૧) અવિચારી રાજઆજ્ઞા કેટલાંય વર્ષો પહેલાંની આ કથા છે !
પૌરાણિક ખ્યાતિમાં માલવ દેશને છત્રીસ લાખ ગામે દેશ કહે છે; માલવાને સ્વામી છત્રીસ લાખ ગામને સ્વામી કહેવાતું હતું. આ કથાના ભૂમિ–પ્રદેશને પણ કથાકારે છત્રીસ લાખ ગામડાનો દેશ કહ્યો છે. એ દેશનું નામ કન્યકુબ્ધ દેશ ! છત્રીશ લાખ ગામવાળા એ કન્યકુબજ દેશની રાજધાનીનું નામ કલ્યાણકટક નગર ! અને એ દેશ ઉપર શાસન ચલાવતા રાજવીનું નામ મહારાજા ભૂયરાજ !
અખૂટ ધનસંપત્તિ, વૈભવ-વિલાસની અપાર સાધન-સામગ્રી અને એક ચક્રી શાસન ચલાવવાની અબાધિત રાજરસ્તા ! વાત, પિત્ત અને કફની વિકૃત અવસ્થા જેમ ત્રિદોષને જન્માવે તેમ ધન, વૈભવ અને સત્તાએ ભૂયરાજને વિલાસપ્રિય,
વિલુપ અને ભાનભુલ્ય બનાવી દીધો હતો. લોકોનાં મન આ ભૂયરાજના શાસનથી નારાજ હતાં !
એક દિવસને પ્રાતઃકાળનો સમય હતો. બાળ રવિનાં સોનેરી કિરણો પૃથ્વી પટપર પથરાઈ ચૂક્યાં હતાં. કલ્યાણકટક નગરનાં નરનારીઓ પોતપોતાના કામે લાગ્યાં હતાં. એવામાં દ્વારપાળને મહારાજા ભૂયરાજ તરફથી આદેશ મળ્યો: “કર્મચારીઓને ખબર કરે કે આજે મહારાજા રવાડીએ ચડવાના છે, સત્વર તૈયારી કરે !”
રાજવીની આજ્ઞા એટલે એનું પાલન જ કરવાનું હોય ! એના સાર–અસારપણાને પ્રશ્ન કેઈથી ન પૂછી શકાય! તરત જ કર્મચારીઓએ મહારાજાની આજ્ઞાનું પાલન માટે ડધામ કરી મૂકી અને ક્ષણવારમાં યુવાડીએ ચડવાની સર્વ સામગ્રી સજ્જ કરી દીધી.
સમય થતાં મહારાજા રાજ હાથી ઉપર આરૂઢ થયા. અને રાજર્વભવના ઠાઠમાઠ સાથે મહારાજાની સવારી નગરના માર્ગો ઉપર આગળ વધવા લાગી. નગરનાં કુતૂહલપ્રિય નરનારીઓ રાજમાર્ગ ઉપર અને અટ્ટાલિકાઓમાં, મહારાજની સવારી જેવા, એકત્ર થવા લાગ્યાં. નગરજનોની સલામી ઝીલતા મહારાજા ધીમેધીમે રાજમાર્ગ વટાવતા હતા.
મહારાજાની દૃષ્ટિ ક્ષણમાં રાજમાર્ગ ઉપર અને ક્ષણમાં અટ્ટાલિકાઓ ઉપર એમ ચારે તરફ ફર્યા કરતી હતી. એવામાં એકાએક તેમની દૃષ્ટિ એક ઝરૂખા ઉપર થંભી ગઈ. જાણે કેાઈએ જાદુ કર્યો હોય એમ ક્ષણ માટે એ સ્તબ્ધ થઈ ગયા અને તેમણે માવતને રાજહાથીને ઊભો રાખવાની ઈશારત કરી. રાજહાથીને આ રીતે રાજમાર્ગ ઉપર સ્થિર ઊભેલે જોઈને નગરનાં નર-નારીઓ અચંબામાં પડી ગયાં.
ક્ષણ-બે ક્ષણની જ એ વાત હતી !
તરત જ મહારાજાનું ચિત્ત જાગ્રત થયું. જાણે કંઈ જ બન્યું ન હોય તેમ તેમણે સ્વસ્થ બનવાને પ્રયત્ન કર્યો, અને રાજાજને આગળ ચલાવવાની માવતને આજ્ઞા કરી.
મહારાજાની સવારી આગળ વધવા લાગી ! ભૂલકણાં લેકે ક્ષણ-બે ક્ષણ અવનવું આશ્ચર્ય અનુભવી વિખાઈ ગયાં !
For Private And Personal Use Only