________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી માંડવગઢની મહત્તા [ઐતિહાસિક ટ્રંક પરિચય ]
લેખકઃ—પૂ. મુનિમહારાજ શ્રી રધરવિજયજી [ક્રમાંક ૭૯ થી ચાલુ : લેખાંક ચાથા ] જૈન મૂર્તિ એ
શ્રી માંડવગાજીના અધઃપતનની શરૂઆત થઇ ત્યારે તે સમયના બુદ્ધિમાન પુરુષોએ ત્યાં રહેલ જિનપ્રતિમાજીઓની સ્વમતિ પ્રમાણે યોગ્ય વ્યવસ્થા કરી. કેટલાંક પ્રતિમાજી એને ભોંયરામાં ભંડારી દેવામાં આવ્યાં, કેટલાંકને તે સમયના જાહેાજલાલીવાળા શહેરામાં માકલવામાં આવ્યાં, કેટલાંક દેવાધિષ્ઠિત પ્રતિમાજીની વ્યવસ્થા દવાએ કરી અને કેટલાંકન મ્લેચ્છાને હાથે નાશ થયેા. આ પ્રતિમાજીઓમાંથી હાલમાં માંડવગઢ”ના શિલાલેખવાળાં પ્રતિમાજીએની હકીકતા નીચે પ્રમાણે ઉપલબ્ધ થાય છે.
૧. માંડવગઢજીના જૂનામાં જૂના પ્રતિમાજી સ. ૬૧૨ ના ઉપલબ્ધ થાય છે. તે પ્રતિમાજી કકસી પાસે તાલનપુર કરીને એક ગામ છે ત્યાં જિનમદિરમાં મૂળનાયકજી શ્રી આદિનાથ પ્રભુની જમણી બાજુમાં ચોથા છે. તે ચંદ્રપ્રભુજીના પ્રતિમાજી છે, તે પર નીચે પ્રમાણે શિલાલેખ છે :
संवत् ६१२ वर्षे शुभचैत्रमासे शुक्ले च पञ्चम्यां तिथौ भौमवासरे श्री मण्डपदुर्गे मध्यभागं तारापुरस्थित पार्श्वनाथप्रासादे गगनचुम्बीशिखरे श्री चन्द्रप्रभविम्बस्य प्रतिष्ठाकार्य प्रतिष्ठाकर्ता च धनकुबेर शा चन्द्रसिंहस्य भार्या यमुना पुत्रश्रेयोऽर्थ प्र - जगश्चन्द्रसूरिभिः ।
[સંવત ૬૧૨ માં થયેલ આ જગચ્ચન્દ્રસૂરિજી કાણુ ? કયા ગચ્છના ? કાના શિષ્ય ? તથા તેમની વિશિષ્ટ નવા યોગ્ય હકીકતા શુ ? વગેરે ઐતિહાસિક વિચારણા થવી જરૂરની છે. ]
આ પછી લગભગ સાતસે। વના ગાળાનાં શ્રી માંડવાગઢજીનાં પ્રતિમાજીએ એવામાં કે જાણવામાં આવ્યાં નથી.
૨. સંવત ૧૩૭૩ ના એક શ્રી પાર્શ્વનાથ પ્રભુજીના સ્યામ પ્રતિમાજી હાલમાં માંડવગઢજીના મંદિરમાં છે. તે કાણે કયારે તે કયાં ભરાવ્યાં તે અણવામાં આવતું નથી. તે પ્રતિમાજી ઉપર શિલાલેખ છે, પણ તે ફક્ત संवत् १३३३ वर्षे माघ सुदि ૭ રામે આચાર્યશ્રી એટલા જ વંચાય છે, આગળ ઉકલતે નથી.
૩. સવંત ૧૪૮૩ના સાહ સાંગણે પાતાની માતાના કલ્યાણાર્થે ભરાવેલ તે શ્રી કક્કસૂરિજીએ પ્રતિષ્ઠા કરેલ શ્રી સંભવનાથજીના પ્રતિમાજી હિતાવસ્થામાં હાલ માંડવ કારખાનામાં છે.
૪ સ. ૧૫૦૮ના શ્રી આદિનાથજીના ધાતુના નવ ઇંચના પ્રતિમાજી ઈન્દોરમાં સરાક્ વાલા મન્દિરમાં છે, તે સ્મૃતિ માંડવના રહેવાસી શ્રીમાલી સંઘવી ડુંગરના મેાંટાભાઇની
For Private And Personal Use Only