________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાળધમ
(૧) નવાવાસ (કચ્છ) માં પૂજ્ય મુનિમહારાજ શ્રી દીપચંદજી મહારાજ કાળધર્મ પામ્યા. | (૨) રૂગનાથપુર (માનભૂમ જિલ્લા)માં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ શ્રી. મંગળવિજયજી મહારાજ, જેઓ ત્યાંની સરાક જાતિના ઉદ્ધારનું કાર્ય કરતા હતા તે, ફાગણ સુદિ ૧૪ ની રાત્રે કાળધર્મ પામ્યા. સંઘ—
- (૧) ભાવનગરથી ફાગણ વદિ ૭ ના દિવસે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયભક્તિસૂરિજી મહારાજના ઉપદેશથી ભાવનગરનિવાસી શેઠે ઘડભાઈ રામજીએ તીર્થાધિરાજ શત્રુ'જયનો છરી પાળતા સંધ કાઢયો. સંધ ચત્ર સુદિ ૧ ના દિવસે સિદ્ધગિરિ પહોંચ્યા. | (૨) ચિલદર (મારવાડ) થી શેઠ માનાજી રામાજીના સુપુત્રો શેઠ પુનમચંદજી આદિએ પૂજ્ય પંન્યાસી મહારાજ શ્રી કંચનવિજયજી મહારાજના સદુપદેશથી શ્રી સિદ્ધાચળ તીર્થના છરી પાળતા સંધ કાઢયો. સંધનું પ્રમાણુ ફાગણ સુદિ ૪ ના દિવસે કરવામાં આવ્યું.
(૩) અંજાર (કચ્છ) થી શેઠ શ્રી રાધવજી પાશવીરનાં વિધવા ધર્મ પત્ની શ્રીમતી સોનુબાઈએ, પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયકનકસૂરિજી મહારાજના સદુપદેશથી શ્રી ભદ્રેશ્વર તીર્થને છરીપાળતા સંધ કાઢયે. સંધનું પ્રમાણુ ફાગણ સુદિ ૬ ના દિવસે થયું,
તૈયાર છે, આજે જ મગાવે.. શ્રી જૈન સત્ય પ્રકાશ ’ની બીજા, ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા વર્ષની પાકી તથા કાચી ફાઈલે. મૂલ્ય દરેકના-પાકીના અઢી રૂપિયા, કાચીના બે રૂપિયા.
શ્રી મહાવીર નિર્વાણ વિરોષાંક-ભ. મહાવીરસ્વામીના જીવન સંબંધી લેખાથી સભર ૩૨૮ પાનાંને અંક. મૂલ્ય છ આના
[ ટપાલ ખર્ચના એક આને વધુ ] શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક-ભ. મહાવીર સ્વામી પછીનાં ૧૦૦૦ વર્ષના જૈન ઇતિહાસથી સભર અંક. મૂલ્ય-એક રૂપિયો.
ક્રમાંક ૪૩મા જૈનદર્શનમાં માંસાહાર હોવાના આક્ષેપના જવાબરૂપ લેખાથી સમૃદ્ધ અંક. મૂલ્ય ચાર આના.
કમાંક ૪પમા-કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય સંબંધી લેખેથી સમૃદ્ધ અંકે. મૂલ્ય—ત્રણ આના.
લખેશ્રી જૈનધમ સત્યપ્રકાશક સમિતિ
જેસિંગભાઇની વાડી : ધીકાંટા, અમદાવાદ.
For Private And Personal use only