________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪]
શ્રી જેને સત્ય પ્રકાશ
[વર્ષ .
નેમિનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરવામાં આવી. આ પ્રસંગે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજ્યલલિતસૂરિજી મહારાજ આદિ ત્યાં પધાર્યા હતા.
(૧૩) કરન્દી તીર્થમાં મહાસુદિ રના દિવસે જિનમંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી. આ પ્રસંગે પૂજય પંન્યાસજી મહારાજ શ્રી મંગલવિજયજી મહારાજ આદિ ત્યાં પધાર્યા હતા.
(૧૪) તેનાલી ગામ(આ%)માં મહા શુદિ ૬ના જિનમંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી.
(૧૫) સદરિયા (મારવાડ)માં ફાગણ શુદિ ૫ના દિવસે શ્રી આદીશ્વર ભગવાનની પ્રતિષ્ઠા કરવામાં આવી. આ પ્રસંગે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજય તીન્દ્રસુરિજી મહારાજ આદિ ત્યાં પધાર્યા હતા. દીક્ષા
(૧) ખેડલા (પાલનપુર)માં ફાગણ શુદિ ૩ના દિવસે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી કીર્તિસાગરસૂરિજી મહારાજે ભાઈશ્રી નગીનદાસ ઉજાલાલને દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુ. શ્રી. સુભદ્રસાગરજી રાખીને તેમને પોતાના શિષ્ય બનાવ્યા.
(૨) ધીણોજમાં ફાગણ શુદિ ૩ના દિવસે પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી. ચરણવિજ્યજી મહારાજે જુના ડીસાના રહીશ શા વરધીલાલ છગનલાલને દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુ. શ્રી. વિદ્યાનંદ વિજ્યજી રાખીને તેમને પોતાના શિષ્ય બનાવ્યા.
(૩) ગોધરામાં ફાગણ સુદ ૩ના દિવસે પૂજ્ય આચાર્ય મહારાજશ્રી વિજયઅમૃતસૂરિજી મહારાજે ઉજજૈનનિવાસ ભાઈશ્રી ભુરાલાલને દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુ. શ્રી. ભવ્યપ્રવિજ્યજી રાખીને તેમને પૂજ્ય મુનિરાજ શ્રી ધુરંધરવિજયજીના શિષ્ય બનાવ્યા.
(૪-૫) લીંબડીમાં ફાગણ સુદિ ૫ ના દિવસે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયભક્તિસૂરિજી મહારાજે લીંબડી નિવાસી ભાઈશ્રી કેશવલાલભાઈને તથા સિહરનિવાસી ભાઈ શ્રી મોહનલાલભાઈને દીક્ષા આપી. બન્ને દીક્ષિતોનાં નામ અનુક્રમે મુ. શ્રી. કુસુમવિજયજી તથા મુ. શ્રી. માનવિજ્યજી રાખીને તેમને અનુક્રમે પિતાના તેમજ પૂજ્ય મુનિ મહારાજશ્રી રંજનવિજયજીના શિષ્ય બનાવ્યા. | (૬) ચૂણેલમાં ફાગણ વદિ ૧૧ ના દિવસે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયઅમૃતસુરિજી મહારાજે એક ભાઈને દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુ. શ્રી. દેવપ્રવિજયજી રાખીને તેમને પૂજ્ય મુનિમહારાજશ્રી દેવવિજયજી મહારાજના શિષ્ય બનાવવામાં આવ્યા.
(૭) દુન્દાડા (મારવાડ)માં ફાગણ વદિ ૭ ના દિવસે પૂજ્ય આચાર્ય મહારાજશ્રી વિજયલબ્ધિસૂરિજી મહારાજે બીકાનેર નિવાસી ભાઈશ્રી પન્નાલાલજી બરડીઆને દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુ. શ્રી. નિરંજનવિજ્યજી રાખીને તેમને પિતાના શિષ્ય બનાવ્યા.
(૮) બજાણામાં ફાગણ વદિ ૧૦ ના દિવસે પૂજ્ય મુનિ મહારાજ શ્રી. કૃપાચંદ્રજી મહારાજે ભીંસરા (કચ્છ)ના રહીશ ભાઈશ્રી શામજીભાઈ વેલજી સાવલાને દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુ. શ્રી. વિનોદચંદ્રજી રાખીને તેમને પૂજ્ય મુનિમહારાજશ્રી બાલચંદ્રજીને શિષ્ય બનાવવામાં આવ્યા.
(૯) ગડબડા ગામમાં પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી ભાવવિજયજી મહારાજે પાવઠાના રહીશ ભાઈશ્રી માણેકલાલને દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુ. શ્રી. જ્ઞાનવિજયજી ખાને તેમને પોતાના શિષ્ય બનાવ્યા.
For Private And Personal Use Only