________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાચાર પ્રતિષ્ઠા
(૧) ભવાનીગંજ (માળવા, ઝાલાવાડ સ્ટે.) માં ફાગણ સુદ ૧૦ ના દિવસે નવીન જિનમંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી. આ પ્રસંગે પૂજ્ય મુનિ મહારાજ શ્રી ધર્મસાગરજી મહારાજ ત્યાં પધાર્યા હતા.
(૨) જોધપુરમાં ભરૂબાગમાં ફાગણ સુદ ત્રીજના દિવસે નવા જિનમંદિરમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુ આદિની પ્રતિષ્ઠા કરવામાં આવી. આ પ્રસંગે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ આદિ ત્યાં પધાર્યા હતા.
(૩) સાવરકુંડલા (કાઠીયાવાડ) માં ફાગણ સુદિ ૫ ના દિવસે શ્રી સુમતિનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરવામાં આવી. આ પ્રસંગે પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી સુમતિવિજયજી મહારાજ આદિ ત્યાં પધાર્યા હતા.
(૪) રાજપરા (કાઠિયાવાડ)માં ફાગણ સુદ પને દિવસે જિનમંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી. આ પ્રસંગે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ આદિ ત્યાં પધાર્યા હતા.
(૫) ગોધરામાં ફાગણ સુદિ ૩ ના દિવસે શ્રી શાંતિનાથ પ્રભુ આદિ જિનબિંબોની પ્રતિષ્ઠા કરવામાં આવી. આ પ્રસંગે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયઅમૃતસૂરિજી મહારાજ, પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયલાવણ્યસૂરિજી મહારાજ તથા પૂજ્ય મુનિમહારાજ શ્રી હેમસાગરજી મહારાજ આદિ ત્યાં પધાર્યા હતા.
(૬) લીંબડીમાં ફાગણ સુદ ત્રીજના દિવસે પ્રતિષ્ઠા કરવામાં આવી. આ પ્રસંગે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયભકતસૂરિજી મહારાજ આદિ ત્યાં પધાર્યા હતા.
(૭) માંડેણું (મારવાડ)માં ફાગણ સુદ ૫ ના દિવસે જિનમંદિરમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરવામાં આવી. આ પ્રસંગે પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી કલ્યાણવિજયજી મહારાજ આદિ ત્યાં પધાર્યા હતા.
(૮) મજેરા (મેવાડ) માં ફાગણ સુદિ ૧૦ ના દિવસે શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરવામાં આવી. આ પ્રસંગે પૂજ્ય પંન્યાસજી મહારાજશ્રી હિમ્મતવિજયજીગણિ આદિ ત્યાં પધાર્યા હતા. | (૯) પાળિયાદ (કાઠિયાવાડ) માં ફાગણ સુદિ ૩ ના દિવસે શ્રી શાંતિનાગ પ્રભુ આદિન પ્રવેશ કરવામાં આવ્યો.
(૧૦) અજિત ગામ (મારવાડ)માં ફાગણ વદિ ૧ના દિવસે નવા જિનમંદિરમાં શ્રી અજિતનાથ પ્રભુ આદિને પ્રવેશ કરવામાં આવ્યો. આ પ્રસંગે પૂજ્ય પંન્યાસજી મહારાજશ્રી નવીનવિજયજી ગણિ આદિ ત્યાં પધાર્યા હતા.
(૧૧) બાંગરેડ (મેવાડ)માં ફાગણ શુદિ ૧૦ના દિવસે શ્રી શાંતિનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરવામાં આવી. આ પ્રસંગે પૂજય આચાર્ય મહારાજ શ્રી વિજયગંભીરસૂરિજી મહારાજ આદિ ત્યાં પધાર્યા હતા.
(૧૨) વડોદરામાં ફાગણ શુદિ ૩ના દિવસે શ્રી દાદા પાર્શ્વનાથ પ્રભુના મંદિરમાં શ્રી
For Private And Personal Use Only