________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૮]
જેનધમી વીરેનાં પરાક્રમ
[૪૩૩]
સંબંધમાં તે મૌન રહ્યો હતો. હવે એણે મોમીનખાનના વિરોધી આચરણની શિક્ષા કરવાને વિચાર કર્યો. એ વાત મે મીનખાનને જાણવામાં આવતાં સત્વર તે ખંભાત તરફ નાસી છૂટયો. - રતનસિંગ જાતિ એક જૈન ધમી અને મારવાડી વણિક હોવા છતાં રાજકારણમાં કેવી દક્ષતા ધરાવતા હતા અને યુદ્ધકારણમાં કેવો ભાગ ભજવતો હતો એ ઉપરના વૃતાંતથી સહજ જેવાય તેમ છે. એની કારકીદીને ઈતિહાસ હજી બાકી છે. છતાં આટલા ઉપરથી હરકોઈ વાચકને એમ લાગ્યા વિના નહીં જ રહે કે એનામાં જે વિશ્વાસ મૂકવામાં આવ્યો હતો તે અસ્થાને નહોતે. સરસૂબા તરીકે રાજ્ય તંત્રો ગ્રહણ કરી, કપરા સંજોગોમાં એણે દીર્ધદષ્ટિથી કામ લીધું છે. અને જરૂર પડયે જાતે શસ્ત્ર સજવામાં પણ પીછે હઠ નથી કરી ! એ વેળા દયા ધર્મના અનુયાયી તરીકે એણે દેશની લાજ નથી તો લૂંટાવી દીધી કે પિતાના માલિકની સત્તાને નથી તે ક્ષતિ પહોંચવા દીધી
(ચાલુ)
સિદ્ધસેનદિવાકરાચાર્યગચ્છ” સંબંધી
એક ઉલ્લેખ [ સંવત ૧૦૮ને મળી આવેલે ધાતુપ્રતિમાલેખ ]
લેખક–શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ
શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી ચાલતા જેન ડીરેકટરીના કામકાજ અંગે ચાલુ વર્ષના માહ તથા ફાગણ માસમાં મારવાડ અને રાજપુતાનાના પ્રવાસે હું ગયું હતું, તે વખતે જૈસલમેરનાં જિનમંદિરોનાં અપૂર્વ શિલ્પ સ્થાપત્યનું તથા કિલ્લા પરનાં ઐતિહાસિક તાડપત્રીય હસ્તપ્રતોના ભંડારનું નિરીક્ષણ કરતી વખતે ઉપરોક્ત ઉલ્લેખવાળી એક ધાતુપ્રતિમા મારા જેવામાં આવી હતી. આ પ્રતિમાને તથા લેખવાળા પાછળના ભાગનો. ફેટોગ્રાફ પણ તે વખતે લેવરાવ્યો હતો, જે હાલમાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢની એકીસમાં છે.
જેસલમેરનાં જિનમંદિરનાં શિલ્પસ્થાપત્યનું વર્ણન અવકાશે આ જ માસિકમાં પ્રસિદ્ધ કરવામાં આવશે. હાલમાં તે જેસલમેરનાં કિલ્લા પરનાં આઠ જિનમંદિરે પૈકી મૂળનાયક શ્રી ચંદ્રપ્રભુસ્વામીજીના જિનમંદિરના બીજા માળ પર ચઢતાં, ડાબા હાથની પહેલી ઓરડીમાં રાખવામાં આવેલી ૨૧૧ ધાતુપ્રતિમાઓ પૈકીની સંવત્ ૧૦૮૬ની સાલના ઉપરોક્ત ઉલ્લેખવાળી એક જ જિનપ્રતિમાનું વર્ણન આ લેખમાં આપવાનું 5 ધાયું છે,
For Private And Personal Use Only