________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪૩૪]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૭
મૂર્તિના આગળના ભાગનું વર્ણન –
આ જિનપ્રતિમાની ઊંચાઈ ૧ળા ઈચની છે. હું અગાઉ મારા લેખમાં જણાવી ગયો છું તે જ પ્રમાણે આ પ્રતિમાજી બારમા સૈકા પહેલાંના હેવાથી લાંછન વગરની છે, એટલે ચોવીશ તીર્થંકર પૈકી ક્યા તીર્થકરની આ પ્રતિમા છે તે લેખમાંના ઉલ્લેખ સિવાય ઓળખી કાઢવી મુશ્કેલ છે. આ મૂર્તિ પરિકર સહિતની હેવાથી મધ્યમાં પદ્માસનની બેઠકે શ્રીજિનેશ્વરદેવ બિરાજમાન છે. મૂતિની બને બાજુ એક હાથમાં ચામર પકડીને ઊભી રહેલી એકેક પુરુષાકૃતિ છે. ચામર ધરનાર પરિચારક પુરૂષાકૃતિના ઉપરના ભાગમાં એક પુરૂષકૃતિ બંને હાથમાં ફૂલની માળા પકડીને આકાશમાંથી ઊડતી આવતી હોય તેમ લાગે છે. તે બંનેના ઉપરના ભાગમાં એક ગંધ આવત દેખાય છે. મધ્યમાંની પદ્માસનસ્થ મૂર્તિના મસ્તકની પાછળના ભાગમાં આભામંડલની આકૃતિ સ્પષ્ટ દેખાય છે, અને મસ્તકના ઉપરના ભાગમાં એક પુરૂષાકૃતિ બેઠેલી છે, જે દુંદુભી વગાડનાર દેવની હોય તેમ લાગે છે. દુદુભી વગાડનાર દેવની ઉપરના ભાગમાં અશોકવૃક્ષનાં પાંદડાંની આકૃતિઓ કોતરેલી છે. પરિકરમાં પ બને છેડાના ભાગમાં અશેકવૃક્ષની પાંદડીઓ કોતરીને શિલ્પીએ આ પ્રતિમા અરિહંત ભગ વાનની હોવાની સાબિતી આપી છે. મધ્યની જિનપ્રતિમાની નીચે કમલની આકૃતિ કોતરેલી છે. મલની આકૃતિ નીચે મધ્યમાં ઊભા ધર્મચક્રની આકૃતિ છે. અને ધર્મચક્રની બંને બાજુએ એકેક સિંહની આકૃતિ રજુ કરેલી છે. જમણી બાજુના સિંહની નજીકમાં જ બે હાથવાળા યક્ષરાજની તથા ડાબી બાજુના સિંહની નજીકમાં જ બે હાથવાળી યક્ષિસીની મૂર્તિ કોતરેલી છે. જમણી બાજુના યક્ષરાજના જમણે હાથમાં ફળની આકૃતિ છે. તથા ડાબી બાજુના હાથમાં ધનનો ચરૂ હોય તેમ લાગે છે. યક્ષરાજની નીચે તેમનું વાહન હાથી પણ સ્પષ્ટ દેખાય છે. ડાબી બાજુની યક્ષિણીની મૂર્તિ અંબિકાદેવીની છે. કારણ કે તેણીના જમણા હાથમાં આમ્રફળ છે. તથા ડાબા હાથથી નાનું બાળક પકડીને ખોળામાં બેસાડેલું દેખાય છે. અને તેણીની નીચે તેણીનું વાહન સિંહ પણ શિલ્પાએ રજુ કરેલું છે. સિંહ તથા ધર્મચક્રની નીચેના ભાગમાં વચમાં એક તથા બન્ને બાજુએ બબેના બે ઝુમખાની ચાર ચાર આકૃતિઓ મળી નવગ્રહોની કુલ નવ આકૃતિઓ શિલ્પીએ રજુ કરેલી છે. નવગ્રહોની નીચે મૂર્તિ જેના ઉપર અદ્ધર રાખેલી છે, તે ધાતુના ચાર પાયાઓ પૈકીના બે પાયાઓ છે. આ પ્રમાણેના વર્ણનવાળ મૂર્તિને આગળને ભાગ છે. મૂર્તિના પાછળના ભાગનું વર્ણન –
મૂર્તિના પાછળના ભાગમાં સૌથી નીચે મુનિને અદ્ધર રાખનાર બે પાયાઓ છે. તે સિવાય ખાસ મહત્ત્વનો પાંચ લીટીવાળા પ્રભુના મસ્તકના પાછળના ઉપરના ભાગમાં પડીમાત્રીવાળે ના લેખ છે, જે આ પ્રમાણે છે –
૧ જુઓ ચાલુ વર્ષના “શ્રી જૈન સત્ય પ્રકાશના દીપોત્સવી અંકમાં છપાયેલ “બારમા સૈકા પહેલાંની પ્રાચીન ધાતુપ્રતિમાઓ” શીર્ષક મારે લેખ.
For Private And Personal Use Only