________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪૩]
શ્રી જૈન સત્ય પ્રકાશ
tવર્ષ છે
,
,
,
, ,
પરને ઘેરે ચાલુ રાખી, વધારાનું સૈન્ય સાથે લઈ શેરખાન બાબીને માર્ગમાં રોકવા સારૂ પ્રયાણ કર્યું અને અધવચ ભેટો થતાં ઉભય વચ્ચે ખૂનખાર યુદ્ધ થયું. ‘ જેમાં શેરખાન બાબીને પરાજય મળ્યો. મોમીનખાન ખંભાતથી આજે પણ માર્ગે બાબીની હારના સમાચાર મળતાં જ તે પાછો ફર્યો. આ રીતે મદદની આશા નષ્ટ થઈ. ઘેરાયેલા સૈન્ય ન છુટકે શરણે જવાનું પસંદ કર્યું. આ જીત પછીથી વડોદરા ગાયકવાડના કબજામાં મુખ્ય શહેર તરીકે ભાગ ભજવતું સ્થાન બની ગયું.
સન ૧૭૩૪ ની સાલના અન્ય નાના બનાવોલાં પેટલાદના સૂબા ધનરૂપભંડારીનું મરણ તથા અમદાવાદના પ્રખ્યાત અને સુપ્રતિષ્ઠિત વેપારી ખુશાલચંદનું નાખુશ થઈ શહેર છોડી જવું એ મુખ્ય ગણાય.
રાજનગર (અમદાવાદ)ના શેઠ શ્રી શાંતિદાસ શેઠના ખુશાલમંદ પૌત્ર થાય. સરસપુરમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય સને ૧૯૩૮માં શાંતિદાસ શેઠે બંધાવેલું. પણ ઔરંગજેબ જ્યારે ગુજરાતને સૂબો હતા (સન ૧૬૪૪) ત્યારે ધર્માધતાથી એણે એ દેવાલયને મસદમાં ફેરવી નાંખ્યું. આ વાત પાદશાહ શાહજાનના કાને પહોંચતાં એણે પુત્રના કાર્યને નાપસંદ કરી પુનઃ દેવાલય શેઠશ્રીને સ્વાધીન કર્યું. ખુશાલમંદનો દેહોત્સર્ગ સન ૧૭૪૮ માં થયો. સન ૧૭૩પ માં ધોળકાની દેખરેખ રતનસિંગ ભંડારીને સોંપવામાં આવી, પણ બુરહાન-ઉલ-મુલ્કની લાગવગથી, વીરમગામના સૂબા તરીકે સોરાબખાન નિમાયે. આ વાત ભંડારીને ન રુચતાં એણે સોરાબખાનને બદલે અભયસિંગને નિમ્ય. સેબે એ વાત બુરહાન-ઉલ-મુલ્કને જણાવી, પોતાની નિમણુક કાયમ રખાવી એટલું જ નહિ પણ પિતે જુનાગઢમાં સાદકઅલીને બદલીમાં મૂકી વીરમગામ તરફ રવાના થશે. આ સમાચાર રતનસિંગ ભંડારીને મળતાં એણે તરત જ મોમીનખાન વગેરે અધિકારીઓને પોતાની કુમકે બોલાવી ધોળકા પર ચઢાઈ કરી ‘કાઠ” ગામ લૂંટી લીધું. અને પેળી કે જે ધંધુકાથી છ માઈલ પર છે તે તરફ પ્રયાણ કર્યું. સોરાબખાન અહીં તંબુ નાંખી પડયા હતા. દરમ્યાન સફદરખાન બાબીએ, પાદશાહને અંતિમ નિર્ણય આવતાં સુધી સોરાબે વિરમગામ રાખી આગળ ન વધવું તેમ કોઈ જમીનની ખટપટ ન કરવી એવી શરતે સુલેહ કરવા પ્રયાસ કર્યો, પણ ખાનની હઠને લઈ એમાં ય ન મ. આ પ્રયત્ન પડી ભાંગ્યા પછીની રાતે રતનસિંગે સોરાબના સૈન્ય પર હુમલે . આ અચાનક હુમલાથી સોરાબનું સૈન્ય ગભરાઈ ગયું અને નાશી છૂટયું. ખાન પોતે મરણતોલ ઘવાયે. અને ટૂંક સમયમાં મરણ પામે.
દરમ્યાન રતનસિંગનો જાન લેવાને પ્રયાસ એક ઘોડેસ્વાર તરફથી થયો, પણ એમાં તે પકડાઈ ગયે અને તરત જ એને કાપી નાંખવામાં આવ્યો. એમાં કોને હાથ હતો એ વાત અંધારામાં જ રહી. આમ છતાં રતનસિંગને જે ઘા લાગ્યા હતા એમાંથી સાજન થતાં તેને બે માસ લાગ્યા. ભંડારી અને ખાન વચ્ચેના ઝઘડામાં છે કે મોમીનખાન ભંડારીના મિત્ર તરીકે ભાગ ભજવતા જણાતાં છતાં અંતરથી એનું વલણ ખાન તરક હતું. આ વાત ભંડારીથી અજાણ ન હતી રહી. પણ અત્યાર સુધી એ
For Private And Personal Use Only