________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૮]
કેટલીક જૈન ગુફાઓ
(૪૨૯]
* ભૂલકી અને બટુંબા થઈને શિવની ખાતે મંજીરા નદી ઓળંગાય છે. શિવની વાટા મુરઝીની સામે આવેલું છે. અમોલાથી થોડે દૂર અને નદીથી ઉત્તરે ચાર માઈલ છે. એક ટેકરી આવેલ છે. એ ટેકરીમાં ગુફાઓ છે એમ જણાવવામાં આવ્યું હતું. છાવણિીથી ઉત્તર પશ્ચિમ બાજુએ જે જૂનું શહેર આવેલું છે તેને જગતબા કે અમ્બજેગી. કહે છે. કલ્યાણ વંશના એક મહાન જમીનદાર જેતપાલની તે રાજધાની હતી. તેના વંશના માટે એવું કહેવાય છે કે એ વંશની શરૂઆતમાં પાંચ ભાઈઓ હતા, જેના ઉપરથી પંચમ જેને ઊતરી આવેલ છે. એ પંચમ જેમાંના એંશી હજાર ધર્મ પરિવર્તન કરીને બાસવ સંપ્રદાયના થયા હતા, તેમને હવે પંચમ લિંગાયત કહેવામાં આવે છે. બ્રાહ્મણ તેમજ જૈન ગુફામંદિરે સારી સંખ્યામાં અહીં હતાં, જેમાંનું એક મંદિર અસ્તિત્વ ધરાવે છે, જેને જે ગાયનો સભામંડપ કહેવામાં આવે છે. આ મંદિર બના ગામની ઉત્તર પશ્ચિમ બાજુએ આવેલ છે. એક ખડક કે જે ઈશાન ખૂણાથી પૂર્વ બાજુએ ઢળે છે, તે ખડકમાંથી તેને કોતરી કાઢવામાં આવેલ છે. એક મોટા ઉઘાડા ચેતરાનું પ્રવેશદ્વાર નેવુ ફુટ લાંબું અને પચાસ ફુટ પહોળું છે. પ્રવેશદ્વારની બાજુની દિવાલે ઉત્તરની દિવાલે કરતાં ઘણી નીચી છે. ગુફાનો આગલે ભાગ ને છેડાનો ભાગ ઉંચાઈએ છે. આ ગુફાની પૂર્વમાં એક ત્રીજી ગુફા છે, જે માટીથી લગભગ પુરાઈ ગઈ છે. જો કે તે બહુ ખંડિત થઈ નથી. તે એક જૈન ગુફા છે અને તેની લંબાઈ એકતાળીસ ફુટ અને ઉંડાઈ ચૌદ ફુટ છે.
ગુફાની મધ્યમાં હારબંધ આવેલા ચાર થાંભલાઓથી તેના ઉપલા ભાગને ટેકે મળે છે. બે થાંભલાઓ આગલા ભાગમાં પણ છે. મુંબી અને ટીની વચ્ચેના થાંભલાઓ ચોરસ આકારના છે. ચેતરાની દરેક બાજુએ નાની નાની ગુફાઓ છે, જે પૈકી જમણી બાજુની તદન પુરાઈ ગઈ છે. ડાબી બાજુની ગુફાની પણ લગભગ તેવી જ સ્થિતિ છે. એ ગુફાની લંબાઈ બાવીસ ફૂટ બે ઇંચ છે. તેના પાછલા ભાગમાં એક સાદુ ભોંયરું છે.
| મુખ્ય ઓરડાની પાછળના ભાગમાં ત્રણ નાનાં મંદિર છે, જે દરેકમાં ગ્રેવીસમાં જૈન તીર્થંકર પાર્શ્વનાથની નાની મૂર્તિ છે. મૂર્તિના માથા ઉપર સર્પની ફણું છે અને તેની આસપાસ બે ચમ્મરધારીઓ છે. વચલા મંદિરનો આગળનો ભાગ કંઈક આગળ પડત છે અને તેના દ્વારની દરેક બાજુએ એક દ્વારપાળ છે અને તેના માથા ઉપર તેજોમંડળ છે. ઇલેરાની જૈન ગુફાઓ, જે ઈસભાના નામથી ઓળખાય છે ત્યાં જેવું તેજોમંડળ છે તેવું આ તેજોમંડળ સમજવું. ડાબે કે પૂર્વ છેડે એક સાદુ ભોંયરું છે જે આઠ ફુટ ચાર ઈંચ પહોળું, સાત ફૂટ આઠ ઈચ ઉંડાઈએ છે. સામેના છેડાની દિવાલ પર જૈન તીર્થ કરની મૂર્તિઓની બે હાર પદ્માસને સ્થાપિત થયેલ બિરાજમાન છે.
1 Journal of Royal Asiatic Society Vol. IV, P. 32. 2 Arcthaeological survey of Western India Vol. III, PP. 48-52.
For Private And Personal Use Only