________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શંખેશ્વર તીર્થમાં પ્રાચીન પડદા
સંગ્રાહક–પૂજ્ય મુનિ મહારાજ શ્રી સુશીલવિયજી
શંખેશ્વર મહાતીર્થ એ અતિ પ્રાચીન અને બહુ ચમત્કારિક જૈન તીર્થ છે. આ તીર્થની પ્રાભાવિકતાના કારણે એના ઉપર જેનો ઉપરાંત બીજા લેકેની પણ ઘણી આસ્થા–શ્રદ્ધા છે.
આ તીર્થને વહીવટ કરતી પેઢી પાસે, મેળા કે ઉત્સવ આદિ પ્રસંગે જિનમંદિરમાં બાંધવા માટે ચાર પડદા છે. આ પડદા રેશમના છે અને તેના ઉપર જરીનું કામ કરવામાં આવ્યું છે.
આ પડદામાં પ્રત્યેકમાં સમવસરણની રચનાની જેમ ત્રણ ગઢ ભરવામાં આવ્યા છે. દરેક ગઢ જુદા જુદા રંગે ભરવામાં આવેલ છે. તેમાં જુદા જુદા રંગોથી બાર પ્રકારની પર્ષદાનું ચિત્ર ભરવામાં આવ્યું છે.
આ પડદાની પહેલી વિશેષતા એ છે કે તેના ઉપર, જિનપ્રતિમા 2. ઉપર, જિનમંદિરમાં કે પ્રાચીન ગ્રંથની પુમ્પિકમાં લેખ આપીને તેને
ઈતિહાસ આપવામાં આવે છે તે રીતે, લેખ ભરવામાં આવ્યો છે અને એ રીતે એ પડદાને ઈતિહાસ જાળવી રાખવામાં આવ્યો છે. લેખ નીચે પ્રમાણે છે– ॥ संवत् १९०८ वर्षे फागुण शुक्ल पंचम्यां उपधानादिक।
नंदिभूषण पडदा ४ पं। श्री शुभविजयग । शिष्य पं. वीरविजय गणिजिरुपदेशात् कराविता राजनगर संघेन ।।
આ ઉલ્લેખ મુજબ આ પડદા પં. શ્રી શુભવિજયજી ગણિના શિષ્ય પં. શ્રી. વીરવિજ્યજી ગણિના ઉપદેશથી રાજનગર (અમદાવાદ)ના સંઘે વિ. સં. ૧૯૦૮ માં ફાગણ માસમાં કરાવ્યા. (આ પં. વીરવિજયજી મહારાજે બનાવેલી વિવિધ પૂજાઓ અત્યારે પ્રચલિત છે.)
આ પડદાની આ મુખ્ય વિશેષતા ઉપરાંત બીજી વિશેષતા એ છે કે ૯૦ વર્ષ જેટલો લાંબો સમય વીતવા છતાં એની જરીને ચળકાટ જરા પણ ઓછો નથી થયો. જાણે હમણાં જ બનાવ્યા હોય એવા એ પડદા લાગે છે.
For Private And Personal Use Only