________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[
૨૮]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ
૭
ટેકરી યુગો થયાં ઉપરથી ધસી પડેલી માટીથી બનેલી છે જે માટીથી લગભગ પુરાઈ ગઈ છે. તેને આગળનો ભાગ એટલે બધે પુરાઈ ગયો હ કે . બેડલીને એ ભાગમાં બેદકામ કરાવવું પડયું હતું. પશ્ચિમની બાજુએ આથી પણ વધારે કચરો ભરાય છે. સીધી સપાટી ઉપર કોતરી કાઢેલાં પગથિયાના માર્ગે જવાય તે જ તેને આગળના ભાગને ઓળંગવાનું બની શકે. આ માગે છે કે પશ્ચિમની ગુફાના આગલા ભાગ સુધી થોડેક છેટે ઉપર ચડવાનું શકય છે.
પાંચમી ગુફા–જે પાંચમી ગુફા છે તેનો ઉપગ જેને પાર્શ્વનાથના તીર્થ તરીક કરે છે. આ ગુફા ખડકમાં કાતરી કાઢેલું તેમજ બીજી ગુફા જેવું એક નાનકડું મંદિર અસલમાં ઘણું કરીને હેવું જોઈએ. તેને આગળનો ભાગ સંપૂર્ણ નાશ પામે છે. તેની આજુબાજુનાં કેટલાંક બેંયરાઓને પણ નાશ થયો છે, એટલે કે આસપાસ પ્રદક્ષિણ સાથે માત્ર મંદિર જ રહ્યું છે. આ મંદિર અંદરની બાજુએ આઠથી સાડાઆઠ ફુટ પહેલું અને આઠ ફુટ ઊંડું છે, અને તેમાં પબાસન ઉપર એક મહાન મૂર્તિ બિરાજમાન છે. મંદિરની આસપાસને માર્ગ આસરે ચાર કુટ પહેળો છે. પાછળના ભાગમાં તેની કુલ લંબાઈ આશરે સાડી તેવીસ ફુટ છે.
આ પાંચે ગુફાઓથી પણ માઈલ દૂર પૂર્વમાં ગુફાઓને બીજે સમૂહ, તે જ ટેકરીઓના પ્રદેશમાં આવેલું છે. ગુફાઓના પ્રથમ સમૂહમાં ગુફાઓનું પશ્ચિમથી પૂર્વ સુધી ક્રમવાર વર્ણન કર્યું તેમ બીજા વિભાગની ગુફાઓનું વર્ણન કરવું વાસ્તવિક છે. બીજા સમૂહની ગુફાઓમાં જે ગુફા છેક પશ્ચિમમાં આવેલ છે તે ગુફામાં બીજી ગુફાના આગલા ભાગ સિવાય ભાગ્યે જ જઈ શકાય
પુરાતન સમયમાં અહીં જૈન ધર્મની જાહોજલાલી સારી હતી. શ્વેતામ્બર અને દિગમ્બર જૈન મુનિઓને વિહાર સારા પ્રમાણમાં થતો. અહીં ઈ. સ. પાંચમી સદીમાં તામ્ર કદમ્બ વંશના રાજાઓનો રાજ્ય અમલ હતો. તે રાજ્યકર્તાઓએ એક તાંબ્રપત્ર જૈનોને કરી આપેલ તે દેવગિરિ (લતાબાદ) નું તળાવ ખેદતાં મળી આવેલ, તેમાં કાલવંગ નામનું ગામ શિવમૃગેશ તરફથી ભેટ આપેલ છે. તેમાં એક ભાગ અહંત જૈન મંદિર માટે, એક ભાગ શ્વેતામ્બર શ્રમણ માટે અને એક ભાગ નિગ્રંથ શ્રમણ (દિગમ્બર ) વિગેરેના ઉપયોગ માટે આપવામાં આવેલ છે
મેમિનાબાદની જૈન ગુફાઓ બીદરથી મોમિનાબાદના માર્ગે જતાં કેટલાક જોવા જેવા અવશેષે પ્રાપ્ત થશે, એવી આશા રાખી હતી. દેશના આ ભાગમાં બીજા પ્રદેશ માફક કેટલાંક ગામોમાં એક સમયમાં મંદિર હતાં, પણ મૂર્તિમંજનનું કાર્ય આ પ્રદેશમાં ખૂબ જ થયું છે. 1 Archaeological Survey of Western India Vol. III 1875–
76. PP-69-78. 2 Journal of the R, A, S. Bombay, Vol. 34
For Private And Personal Use Only