________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૭] શ્રી કપાક તીર્થ
[૪૦૧] ••••••••••.......................................................................................... પણ આ તીર્થની યાત્રાને લાભ લીધો હતો. (જુઓ લેખાંક ૫-૨, ૩ તથા લેખાંક ૮-૧,૨)
(૧૫) વિ. સં. ૧૪૮૩ પછી લગભગ પિણે બસો વર્ષ પછી આ તીર્થને ફરી જીર્ણોદ્ધાર કરવાની જરૂરિયાત ઉભી થઈ તેથી વિ. સં. ૧૬ ૬૫ ના ચૈત્ર શુદિ પૂનમને સામવારના દિવસે હસ્ત નક્ષત્રમાં શ્રી વિજયસેનસૂરિના રાજયમાં વાચકમર્ણિ......એ શ્રીમાણિક્ય સ્વામીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. (જુઓ લેખાંક ૨૨)
કુપાક તીર્થના બધા લેખોમાં આ જર્ણોદ્ધાર સંબંધીને લેખ (લેખાંક ૨૨) મટે છે અને એમાં માણિયસ્વામીની પ્રતિમાના પૂર્વ ઇતિહાસનું સંક્ષેપમાં સૂચન કરવામાં આવ્યું છે.
(૧૬) ઉપર લખેલ જીર્ણોદ્ધારના વર્ષમાં જ એટલે કે વિ સં. ૧૬૬પમાં જ એક શ્રાવકે આ તીર્થને બે હજાર રૂપિયા આપ્યા હતા. (જુઓ લેખાંક ૧૩)
(૧૭) ઉપરની પંદરમી હકીકતમાં જણાવેલ વિ. સં, ૧૬ ૬૫ના જીર્ણોદ્ધાર પછી ૧૦૨ વર્ષે એટલે કે વિ. સં. ૧૭૬૭ના ચૈત્રશુદિ ૧૦ પુષ્પાર્કના દિવસે વિજય મુહૂર્તમાં નવાબ મહમ્મદ યુસુફખન સુબાની સહાયતાથી તપગચ્છીય ભટ્ટારક શ્રી. વિજયપ્રભસૂરિ શિષ્ય ભટ્ટારક શ્રી. વિજય રત્નસૂરિના સામ્રાજ્યમાં પંડિત શ્રી ધર્મકુશલગણિશિષ્ય પંડિત શ્રી કેશરકુશલગણુએ (ભાગાનગર-હૈદરાબાદના સંધ સાથે આવી ) ચૈત્યને ઉદ્ધાર કરાવ્યે અને શ્રી માણિકયસ્વામીજીની પ્રતિમાની પુન પ્રતિષ્ઠા કરાવી હતી. (જુઓ લેખાંક ૬)
(૧૮) કુલ્પાકજી તીર્થમાંના જે ૨૮ લેખો આપણે જોયા તેમાં કેટલામાં છેલ્લે (અર્વાચીનમાં અર્વાચીન ) લેખ વિ. સં. ૧૯૬૬ (શાકે ૧૮૩૧)ના પિષવદિ ૧૧ શુક્રવારને છે, જે મંદિરના શિખર ઉપર ત્રાંબાની પટ્ટીમાં કોતરેલે છે અને તેમાં વજાદંડ ચડાવ્યાના સંવતનો ઉલ્લેખ છે.
તીર્થને જીર્ણોદ્ધાર અને વહીવટ | વિ. સં. ૧૯૬૫ સુધી શ્રી કુક તીથને વહીવટ હૈદ્રાબાદને વેતાંબર જૈન સંધ કરતો હતો. હૈદ્રાબાદના સંઘે કુપાક ગામની એક બાઈને માસિક ચાર રૂપિયાના પગારથી પૂજારણ તરીકે રાખી હતી. આ બાઈ પૂજાનું કામક્રાજ કરતી હતી તેમજ યાત્રાળુઓ આવે તેમને દર્શન કરાવતી હતી. આ અરસામાં અહીંનું મંદિર પણ જીર્ણ-શીર્ણ થઈ ગયું હતું. છતમાંથી પાણી ટપકતું હતું. ગભારામાં જવાનો માર્ગ કેવળ માણેકસ્વામીની સામે જ હતો. બીજા બન્ને બાજુના ગભારાની સામે અંદર જઈ શકાય એવાં બારણું ન હતાં. આથી અંદર જનારને શ્રી માણેકસ્વામીના ગભારામાં થઈને અંધારામાંથી બારીઓમાં થઇને બાજુના ગભારામાં જવું પડતું હતું. મંદિરની આસપાસ ચારેકોર વેરાન મેદાન હતું અને એમાં અનેક વસ્તુઓ દટાઈ ગયેલી પડી હતી. બારીકાઈથી નિરીક્ષણ કરનારને અહીં પ્રાચીન સમયની ઈમારતો જમીનમાં દબાયેલી હોવી જોઈએ એમ લાગ્યા વગર ન રહેતું. આ વિશાળ વેરાન મેદાનમાં એક માત્ર જિનમંદિર જીર્ણશીર્ણ દશામાં ઊભું હતું.
વિ. સં. ૧૯૬પમાં આ તીર્થની આવી સ્થિતિ હતી. એટલામાં અકસ્માત જૈનધર્મો પદેષ્ટા વિદ્યાસાગર ન્યાયરત્ન શ્રી શાંતિવિજયજી મહારાજના જાણવામાં આવ્યું કે નિઝામ રાજ્યથાં એક પ્રાચીન વેતાંબર તીર્થ જીર્ણ હાલતમાં છે. એટલે તેઓ વિ. સં. ૧૯૬૫માં
For Private And Personal Use Only