________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪૦૨]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[[વર્ષ ૭
હૈદ્રાબાદના ૫૦ શ્રાવકો સાથે રેલ્વે દ્વારા અહીં આવ્યા. (શાંતિવિજયજી રેલવિહાર કરતા હતા.) અને તીર્થ સંબંધી પૂરી તપાસ કરી. આથી તેમને આ ભવ્ય તીર્થની પ્રાચીનતા અને ભવ્યતાનો સાક્ષાત અનુભવ થયો એટલે તેમણે એ તીર્થને જીર્ણોદ્ધાર કરવાને ઉપદેશ આપે. પરિણામે હિંદભરના વેતામ્બર જૈન સંધના સહકારથી હૈદ્રાબાદ અને સિકંદરાબાદના શ્રી સંઘે એ કામ પિતાને માથે ઉપાડી લીધું. અને હૈદ્રાબાદ નિવાસી શેઠ હીરાચંદ પુનમચંદ છલાણીએ પિતાની જાતે દેખરેખથી આ પવિત્ર તીર્થના જીર્ણોદ્ધારના કાર્યને સફળ કર્યું. આ રીતે આ અતિ પ્રાચીન તીર્થને છેલ્લામાં છેલ્લે જીણોદ્ધાર વિ. સં. ૧૯૬૫૬૬માં થયો જેનો શિલાલેખ લેખાંક ૧૭માં આપવામાં આવ્યું છે અને જે ૧૮મી હકીકતમાં ઉપર જણાવવામાં આવેલ છે.
જ્યારે આ તીર્થના જીર્ણોદ્ધારનું કાર્ય ચાલતું હતું ત્યારે તીથ કમિટિના તે વખતના મંત્રી શેઠશ્રી પુનમચંદજી છિલ્લાણીના પ્રયાસથી મંદિર નિમિતે પરહદમાંથી મંગાવવામાં આવતાં પથ્થર, લાકડું, સેનું, ચાંદી, કેસર, જવાહીર વગેરે વસ્તુઓની જકાત માફ કરવામાં આવી છે. આ દાણુમારીને હુકમ તે વખતના નિઝામ સરકાર નવાબ મહબૂબ અલીએ કર્યો હતો. આ જ રીતે આ વખતે કુલ્પાકછના જાગીરદાર નવાબ બહરામ જંગ બહરામદાલાએ આ તીર્થમાં દર વર્ષે રૂ. ૧૦૦) અને રૂપિયા એકસો આપવાનું મંજૂર કર્યું છે. આ કાર્ય પણ શ્રી પુનમચંદજી છલાણીની જહેમતને આભારી છે.
આ જીર્ણોદ્ધાર થયા પછી પ્રતિષ્ઠા કરવામાં આવી તે જ વખતે એ તીર્થના વહીવટ માટે કમીટી નીમવામાં આવી અને એક પેઢીની પણ રથાપના કરવામાં આવી.
જીર્ણોદ્ધારના કારણે મળેલ મહત્વની વસ્તુઓ આ પ્રાચીન તીર્થના જીર્ણોદ્ધારમાં એક લાખ રૂપિયાનું ખર્ચ થયું હશે તે તો ખરું જ! પણ જીર્ણોદ્ધારના કાર્યમાં ઉલ્લેખનીય સહાયતા તે ત્યાંની ભૂમિની જ હતી એમ કહી શકાય. કારણ કે એ મંદિરની આસપાસની જમીનનું ખોદકામ કરવામાં આવતાં ખ્રસ્ત થઈને ભૂગર્ભમાં સમાઈ ગયેલાં અનેક પ્રાચીન જિનમંદિંરેના અવશેષરૂપ મોટા મોટા અને કલાયુક્ત પર મળી આવ્યા હતા. કેટ તથા બીજાં મકાનો તૈયાર કરવામાં આ પથ્થરાનો જ મુખ્યત્વે ઉપયોગ કરવામાં આવ્યો હતો.
વળી આ તીર્થના પ્રાચીન ઇતિહાસની સાક્ષીસમાં જે લેખે આપણે જોઈ ગયા તેમાંના કેટલાક આ ખેદ કામ વખતે જ જમીનમાંથી મળી આવ્યા હતા, જે ઓરડીની દિવાલોમાં લગાવી દેવામાં આવ્યા છે અને એ રીતે સુરક્ષિત કરવામાં આવ્યા છે. ઇતિહાસની દૃષ્ટિએ આ કાર્ય અત્યંત ઉપકારક થયું ગણાય. કુપાક તીર્થની યાત્રાએ જનાર મહાનુભાવ પ્રાચીનતાના પુરાવા સમા આ લેખનું અવશ્ય દર્શન કરે !
કુલ્પાકજીના જીર્ણોદ્ધારા સમયે કરેલ ખેદકામ દરમ્યાન ઉપર લખ્યા પ્રમાણે મોટા પથ્થર તેમજ પ્રાચીન લેખો મળવા ઉપરાંત બીજી પણ કેટલીક વસ્તુઓ મળી આવી છે જેમાં ૧૮ ઈંચ લાંબી, ૮ ઈંચ પહોળી અને ૩ ઇંચ જાડી ઈરોને સમાવેશ થાય છે. હીરાબાગમાંથી જેની ચારે બાજુ પાકા આરસના પગથિયા બાંધેલા છે એવી એક વાવ - બ વી હતી.
For Private And Personal Use Only