________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૭]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ છે
પ્રાસાદ પ્રતિમા રંગમંડપ થંભ થિર લઈ આવિયા; વાસિર વિણાયગ બાહિર બેઠાં ઇસિ મોટી માંડણી..
વડના ઝાડથી ઊંચ, સાત માળની માંડનીવાળા પ્રાસાદ અને પ્રતિમાદિ લાગ્યા. કામ શરૂ થયું ત્યાં તે :
“સાતમી ભૂમિ જામ ફુઈ જાગીયા ગુરુ ગ૭ધણી.” સાતમો માળ તૈયાર થયે અને ગુરુજી-ગચ્છનાયક જાગ્યા.
ગુરુજી બહુ વિચક્ષણ હતા. એક ક્ષણવારમાં આખી પરિસ્થિતિ સમજી ગયા. કાતિનગરથી જિનપ્રભુને પ્રાસાદ લાવ્યા છે એમ સમજી ગયા. ગુરુજીએ તરત જ ચકકેસરી દેવીને સંભારીને કહ્યું.
“હગુર સમરી ચતુર ચકકેસરી પરગટ પુરતી તવ પરમેસરી. પરમેશ્વરી તવ પ્રગટ આવી ગુરુ સુણાવી વાતડી. પ્રાસાદ કરત વીર વાસ હજી છે બહુ રાતડી. એ મૂઢ ચેલા મનિ ન જાણે હુંયે ઑ૭ મહાકુલી,
તિણિ ધમથાનિક હસે ડાં દેવ તુમ કહઈ વલી. - ગુરુના આદેશથી ચકકેસરી દેવી આવી કુકડાનો અવાજ કરાવે છે. કુકડાને અવાજ સાંભળી કામ અધૂરું મૂકી વીર ચાલ્યા જાય છે. દેવી શિષ્યોને પણ દંડ કરે છે. અને ગુર તેમને છોડાવે છે. પ્રતિમાજી વગેરે એમને એમ રહે છે. ચાલતાં નથી.
મૂરતિ મૂલગીતિ તિલાં ચાલે નહિં સેવનમૂરતિ તિહાં ચાલે નહિ ચાલે નહિ વલિ મૂલાનાયક સંધ સહુ વિમાસાએ દિન કતલે ગુરૂ અવર આવ્યા અવર મંત્ર ઉપાસએ; ભલિ ભાવિ ભરિએ ધ્યાન ધરિઓ ધરણપતિ ઘરિ આવિઓ, આદેસ પામી સીસ નામી પાસ પ્રતિમા લાવી.
મૂર્તિ સ્થિર છે. મૂળનાયકજી પણ ચાલતા નથી. ત્યાં કેટલાક સમય જવાથી પછી બીજા ગુરુજી આવ્યા. તેમણે મંત્રથી ધરણેકને બેલાવ્યા. આચાર્યના-ગુરુના આદેશથી ધરણેન્દ્ર શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમા લાવ્યા.
“થાપી પ્રતિમા પાસની લેકે એ, પાસ પાયાલે જાવા ડેલેએ; ડોલે એ પ્રતિમા નાગપૂજા નવિ રહું છું તે વિના.”
પ્રતિમાંજી અસ્થિર અને ડેલાયમાન રહ્યાં. નાગકુમાર દેવની પૂજા લેવા માટે જાણે હાલતાં હોય તેથી લકે તેને લોડણ પાર્શ્વનાથ કહેવા લાગ્યા.
લખ લોક દેખે સહુ પેખે નામ લેડણ થાપના.”
એ પ્રતિમાજીને લાખ લોકેએ ડોલતી તેનું કાણું પાર્શ્વનાથ એવું નામ સ્થાપ્યું. પરંતુ ગુરુજીએ જોયું કે લેકે આથી બીવે છે. એટલે મંત્રબલથી પ્રતિમાજી સ્થિર કર્યા.
“સે રણિ દીહે દેખી બીહે મંત્રબલિ ગુરુ થિર કરી. આ તીર્થનું સેરીસા કેમ નામ પડયું તે સંબંધી કવિનું વર્ણન હવે પછી જોઈશે.
[ચાલુ ]
For Private And Personal Use Only