________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૬]
સેરીસા તીર્થ
[૩૭]
1 નાભિનંદનહાર પ્રબંધકારના લખવા પ્રમાણે નાગૅદ્રગચ્છના શ્રી દેવેંદ્રસુરિજીએ આ સેરીસા તીર્થ સ્થાપ્યું. તેમણે મંત્રબળથી સમેતશિખર અને કાતિનગરીથી બિંબ આણ્યાં.
૪ વિવિધતીર્થકલ્પના કથન મુજબ છત્રાવલીય શ્રી દેવેંદ્રસૂરિજીના હાથે સેરીસાતીર્થ સ્થપાયું. તેમણે કાન્તિનગરી કે સમેતશિખરને ઉલ્લેખ નથી કર્યો, પણ અયોધ્યાથી મંત્રશક્તિથી ત્રણ બિંબ લાવ્યા, ચોથું બિંબ સવાર થઈ જવાથી રહી ગયું, અને પછી ગુજરેશ્વર કુમારપાળે ચડ્યું બિંબ બનાવરાવી પ્રતિષ્ઠા કરાવ્યાનું જણાવે છે અને સેરીસામાં પ્રભાવિક પાર્શ્વનાથ પ્રભુ પૂજાય છે તેમ જણાવે છે.
સેરીસા તીર્થના સંબંધ પુરતો આપણે એક નિર્ણય તો કરી જ શકીએ છીએ કે ત્રણે આચાર્યોના મત મુજબ શ્રી દેવેંદ્રસૂરિજી આ તીર્થના સ્થાપક છે.
હવે આપણે કવિવરશ્રી લાવણ્યસમયે સં. ૧૫૬૨માં રચેલ સેરીમા રાશમાંનો સેરીસા તીર્થની સ્થાપના સંબંધી મત જોઈએ. તેઓ પ્રથમ-મંગળાચરણમાં જ લખે છે:
સ્વામિ સહાકર શ્રી સેરીસ, પાસ જિણેસર લોડણ દીસએ,
દીએ લેણુ પાસ પરગટ પુહરિ પરતો પૂરએ, એટલે સેરીસામાં લેડણ પાર્વનાથ દેખાય છે અને જગતમાં પરચા પૂરે છે. સેરીસાની ઉત્પત્તિનું વર્ણન તેઓ આ પ્રમાણે આપે છે –
“એકવાર એક ગુરુ શિષ્યો સાથે વિચરતા વિચરતા આવે છે. એક વડ નીચે વિશ્રાંતિ અર્થે રાતવાસે રહ્યા છે ત્યાં ગુરુના બે ચેલાએ વિચાર કર્યો કે ગુરુ પાસે પોથી છે તે ગુરુ કેમ છૂટી મૂકતા નથી? લાગ આવે ત્યારે આપણે તેને ઉપયોગ કરીશું. ગુરુજી એકવાર બહાર પધારે છે. સમય જોઈ શિષ્યો તે પિાથી લે છે અને પ્રથમ પાનું ઉઘાડતાં જ બાવન વીરને સાધવાને મંત્ર જોઈ યાદ રાખી લે છે. પછી ગુરના ડરથી પિથી હતી ત્યાં મૂકી દે છે. ગુરછ બહારથી પધારે છે. સાંઝના પ્રતિક્રમણ કરી પિરસી ભણાવી ગુરુ સૂઈ જાય છે. ગુરુજીને સૂતા જાણી અને શિષ્યો ઊઠે છે અને એક મંત્રસાધક અને બીજે ઉત્તર સાધક થાય છે. મંત્રના પ્રભાવે બાવન વીર હાજર થાય છે, અને બોલે છે.
બેલે બાવન વીર વિચક્ષણા, કહે કુણિ કારણિ અમ સમર્યા ઘણું.” આ સાંભળી શિષ્યો વિચાર કરી છેવટે કહે છે – “એ નગર મોટું એક ખોટું નહીં જિનપ્રાસાદ એ તમે જઈને કાંતિથકી લ્યા પરિહર પરમાદ એ.”
આ નગર તે મોટું છે પણ અહીં એક પણ જિનમંદિર નથી તે તમે કાંતિનગરથી એક જિનપ્રાસાદ લાવી આ ખોટ પૂરી કરે. દેવતા જવાબ આપે છે:
જાનહિં વાસે કલિ જગિં કુકડા, કાજ કરેઢું પડે નહિં ટુકડા.” ત્યાં સુધી કુકડા નહિ બેસે ત્યાં સુધી અમે કામ કરીશું, પછી નહીં કરીએ. પછી એ વીરેશ કાંતિનગરી જઈ ત્યાંથી જિનપ્રાસાદ-મૂતિઓ વગેરે લાવે છે.
(૧) જૈન સત્ય પ્રકાશ, વર્ષ ૪ આ ૩ માં પૂ. પા. મુનિ મહારાજ શ્રી જયન્તવિજયજી સંપાદિત સેરીસા પાર્વજિન સ્તવન.”
For Private And Personal Use Only