________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
સ મા ચા ૨ પ્રતિષ્ઠા:
(૧) ચિતોડગઢ (મેવાડ) માં મહા સુદી ૨ ના દિવસે જીર્ણોદ્ધાર કરાવેલ જિનમંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી. આ પ્રસંગે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજગ ભીરસૂરિજી મહા૨ાજ આદિ થી પધાયા હતા. | (૨) કરમદીગામ (રતલામ પાસે)માં મહા શુદિ ૨ ના દિવસે જિનમંદિરમાં પ્રતિષ્ઠા કરવામાં આવી. આ પ્રસંગે પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી મંગલવિજયજી આદિ ત્યાં પધાર્યા હતા દીક્ષા—
(૧) પાટણમાં મહાશુદિ ૫ ના દિવસે પૂજ્ય મુનિમહારાજ શ્રી. ભુવનવિજયજીએ ધારી (અત્યારે પાલીતાણા) નિવાસી ભાઇ હિમ્મતલાલ વલ્લભદાસને દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુનિશ્રી હેમપ્રભવિજયજી રાખીને તેમને પૂજ્ય મુનિરાજ શ્રી કનકવિજયજીના શિષ્ય બનાવવામાં આવ્યા. "
[૨-૩] ગડબેડામાં પોષ વદિ ૧૩ના રોજ પૂજય પંન્યાસજી મહારાજ શ્રી. ભાવવિજયજીએ પાવઠા (મારવાડ) નિવાસી માણેકલાલજી સમર્થમલજીને તથા ઉમરાવતી નિવાસી શા સીતારામ ચંદુલાલને દીક્ષા આપી. દીક્ષિતનાં નામ અનુક્રમે મુનિશ્રી જ્ઞાનવિજયજી અને ચરિત્રવિજયજી રાખી અનુક્રમે પેતાના તથા પૂજય મુનિરાજ શ્રી સત્યવિજયજીના શિષ્ય બનાવ્યા.
ઉપાધ્યાયપદ—મેરાઉમાં મહા શુદિ ૫ અંચળગીય પૂજ્ય મુનિમહારાજ શ્રી ગુણસાગરજીને ઉપાધ્યાય પદ અપાયું. કાળધર્મ
' (૧) ધાણાજમાં મહા શુદિ ૧૦ સેમવારે વાવૃદ્ધ પૂજ્ય મુનિમહારાજ શ્રી સુમતિવિજયજી કાળધર્મ પામ્યા. - (૨) પ્રભાસપાટણમાં મહા સુદ ૫ વયોવૃદ્ધ પૂજ્ય મુનિમહારાજ શ્રી અચલવિજયજી કાળધર્મ પામ્યા. સ્વીકારે—
હૈમસારસ્વતસત્ર-ગુજરાતી સાહિત્ય પરિષદનું ખાસ સમેલન પાટણ-અહેવાલ અને નિબંધ. પ્રકાશક-ગુજરાતી સાહિત્ય પરિષદ, ઠે. ભારતીય વિદ્યાભવન, અધેરી, (મુંબઈ), મૂલ્ય-ત્રણ રૂપિયા.
દુ:ખદ અવસાન
પાલનપુરનિવાસી શ્રીયુત નાથાલાલ છગનલાલ શાહ માહ સુદિ ૧૪ ના રાજ અવસાન પામ્યા છે. તેઓ ઇતિહાસ અને પુરાતત્ત્વના પ્રેમી હતા. તેઓ શ્રી જૈન સત્ય પ્રકાશ’ના ખાસ પ્રશંસક હતા અને માસિક માટે અવારનવાર લેખો મોકલીને તેમજ બીજી રીતે પાતાયી બનતો દરેક સહકાર આપતા હતા. તેમના આત્માને શાંતિ મળા !
યુવ
For Private And Personal use only