________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગૂજરાતનું એક અતિ પ્રાચીન પુનરુદ્ભૂત મહાતીર્થ
સેરીસા તીર્થ
ટૂંક પરિચય ] લેખક–પૂ. મુનિ મહારાજ શ્રી ન્યાય વિજયજી
સેરીસા ગુજરાતનું એક પ્રાચીન તીર્થ છે. અત્યારે અમદાવાદથી ઉત્તર-પશ્ચિમના ખૂણા તરફ આ એક નાનકડું ગામડું છે. ગામ બહાર એક પ્રાચીન જિનમંદિર હતું, જેના શિખરનો ઉપરનો ભાગ દેખાતો હતો. અને મંદિરના બીજા કેટલાક વિભાગો અસ્તવ્યસ્ત પાયા હતા. વિ. સં. ૧૯૫૫ લગભગમાં આ તરફ જેનું લક્ષ્ય ગયું, અને ધીમે ધીમે ખેદકામ કરાવતાં પ્રાચીન મંદિરને પાયો તથા ઉપરનો ભાગ દેખાય. એક ઠાકરડાના ઘરના પાછલા ભાગમાંથી વિશાલ સુંદર પ્રાચીન મૂર્તિઓ નીકળી એમાંની કેટલીક અખંડિત અને કેટલીક ખંડિત હતી. ૫. પા. આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી જૈન તત્વ વિવેચક સભા અને અમદાવાદના દાનવીર શેઠ માણેકલાલ મનસુખભાઈએ એક ધર્મશાળા જેવું મકાન બનાવી ત્યાં મૂર્તિઓ પણ દાખલ પધરાવી અને પ્રાચીન મંદિરના સ્થાને જ એક વિશાળ ભવ્ય જિનમંદિર બનાવવાની શરૂઆત કરવામાં આવી. અમદાવાદના સુપ્રસિદ્ધ શેઠ સ્વ. સારાભાઈ ડાહ્યાભાઈને પિતાના તરફથી આ મંદિર બંધાય એવી ભાવના થવાથી તેમના તરફથી મંદિર બંધાવવું શરુ કરવામાં આવ્યું. એ મંદિરનો કેટલાક ભાગ હજુ બંધો બાકી હોવા છતાં ઘણું ખરું તૈયાર થઈ ગયું છે. મંદિરની બાંધણી પ્રાચીન પદ્ધતિની હોઈ મંદિર ઘણું જ સુંદર અને ભવ્ય થયું છે. આ મંદિરની પ્રતિષ્ઠા થવી બાકી છે, તેમજ મંદિરનું કેટલુંક કામ પણ બાકી છે. મંદિરને મલ ગભારે તૈયાર થઈ ગયેલ હેવાથી શેઠશ્રી સારાભાઈએ વિ. સં. ૧૯૯૧ના મહા સુદી ૬ના દિવસે ખૂબ ઉત્સવ પૂર્વક તેમાં પ્રભુજીનો પ્રવેશ કરાવ્યો છે. સ્વ. શેઠશ્રી સારાભાઈ પિતાની હયાતીમાં પિતાને અતિપૂજ્ય આ તીર્થની પ્રતિષ્ઠા કરાવી શકયા હેત તે ઘણું આનંદની વાત થાત ! આ મંદિરની આસપાસ શ્રીસંધ તરફથી એક ધર્મ શાળા બંધાવામાં આવી છે.
આટલી હકીક્ત આ તીર્થની વર્તમાન સ્થિતિ સંબંધી થઈ. હવે આ તીર્થ કેટલું પ્રાચીન છે તથા એ સંબંધી પ્રાચીન પુરાવા શું મળે છે તે જોઈએ. “વિવિધતીર્થ કલ્પ”માં ૧૩મો “અયોધ્યાનાગરીકલ્પ'' છે તેમાં સેરીસા સંબંધી નીચે પ્રમાણે ઉલ્લેખ મળે છે
___ कहं पुण देविंदसूरिहिं चत्तारि बिबाणि भउज्झापुराओ आणीयाणि त्ति भण्णइ-सेरीसयनयरे विहरंता भाराहिमपउमावइ-धरणिंदा छत्तावलीयसिरिदेविंदसूरिणो उक्कुरुडिभपाए ठाणे काउस्सग्गं करि सु । एवं बहुबारं करिते ते द ढूंण सावएहिं पुच्छिअं-भयवं को विसेसो इत्थ काउस्सग्गकरणे ? । सूरिहिं
૧ સિંધી જૈન ગ્રંથમાલા કલકત્તા તરફથી પ્રકાશિત “વિવિઘતીર્થકલ્પ' પૃ. ૨૪.
For Private And Personal Use Only