________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૬૦]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ
૭
, ,
,
,
,
,
,
,
,
,
,
,
અને જાણે આ વિચારોનાં આંદલને વધુ ઘેરા બનતા હોય અને તેને શમાવવા અશકય હોય તેમ એક દિવસ શાલ મહાશાલ મુનિએ પરમાત્મા મહાવીરદેવને વિનંતી કરીઃ “પ્રભુ! આપે અમારે નિસ્તાર કર્યો, તેમ અમારા માટે માયાજાળમાં ફસાયેલા ગાંગિલ અને બીજાં સ્વજનેને પણ કૃપા કરી વિસ્તાર કરે ! જેથી અમારે સ્નેહ અને સંયમ કૃતાર્થ થાય !”
ત્રિકાલજ્ઞાની પ્રભુને કશું કહેવાનું ન હતું, તે બધા ભાવીભાવ જાણતા હતા. તેમણે ગણધર ગૌતમને ગાગિલ અને તેનાં માતા પિતાને પ્રતિબંધ કરવાની આજ્ઞા કરી. શ્રી ગૌતમ ગણધર શાલ મહાશાલ મુનિ સાથે ગાંગિલને પ્રતિબંધવા રાજગૃહીથી ચંપાનગરી આવ્યા. અને એ સર્વને પ્રતિબંધ પમાડી આત્મમાર્ગના ઉપાસક બનાવ્યા. અને ક્ષણ પહેલા રાજવી ગાંગિલ પિતાનાં માતા પિતા સાથે મુનિવેષ ધારણ કરી પ્રભુચરણમાં શરણ મેળવવા ચાલી નીકળ્યા.
જે મામાના સ્નેહે ગાંગિલને અપાર રાજ્યઋદ્ધિને સ્વામી બનાવ્યો હતો તે જ મામાના સ્નેહે ગાંગિતને અનંત આત્મદ્ધિને માર્ગ દર્શાવ્યો. મામાં અને ભાણેજને એ સાચે સ્નેહ અમર થયો !
[૩] સિને વિસ્તાર ગાંગિલને સહજ માત્રમાં પ્રતિબધી ગૌતમસ્વામી પ્રભુ પાસે આવતા હતા. તેમની સાથે ગગિલ, તેના પીતા પીઠ, તેની માતા યશોમતી અને શાલ મહાશાલ મુનિઓ હતા. ગાંગિલના સરળ પરિણામને વિચાર કરતાં ગૌતમ સ્વામી આત્મમંથનમાં લીન થયા હતા
રસ્તે ચાલતાં સૌનાં મન ગુરુ ગૌતમની દેશનામાં લીન થયાં હતાં. જાણે જુગ જુગ જૂનાં બંધનો ક્ષણ માત્રમાં તૂટી જવાનાં હોય તેમ સૌ આત્મધ્યાનમાં મગ્ન હતાં. સંસારની અનિત્યતા અને મોક્ષની નિત્યતા સૌના મનમાં રમી રહી હતી. એ વિચારણું ધીમે ધીમે એટલી ઘેરી બનતી જતી હતી કે આખી દુનિયાને જાણે એ પાછળ મૂકીને આગળ વધી જવાના હતા.
અને સાચે જ ! એ સૌએ એ ભાવનાની સતત વિચારણમાં માર્ગમાં જ પિતાનું અંતિમ શ્રેય સાધી લીધું. એ પાંચેય જણને માર્ગમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. સૌએ પિતાના આત્માને સાક્ષાત્કાર અનુભવ્યો.
ગુરુ ગૌતમ તે હજુ પણ આત્મવિચારણામાં લીન હતા ! પ્રભુ પાસે આવી ગૌતમ સ્વામીએ પ્રદક્ષિણા દીધી અને ગાંગિલ વગેરેને પણ પ્રદક્ષિણા
! એ કેવળજ્ઞાનીઓની આશાતના ન કરે! એ પાંચેયને કેવળજ્ઞાન થયું છે.'
ગૌતમસ્વામીએ નત મસ્તકે એમની ક્ષમા યાચી ! દેવતાઓએ મહત્સવ કર્યો! ત્યાગ, તપ અને સંયમને જયજયકાર થયો ! કેટી વંદના છે એ અમર આત્મસાધકોને ! – રતિલાલ દીપચંદ દેસાઈ
For Private And Personal Use Only