________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિસ્તાર
==[ આત્મસાધનાની એક અમર કથા ]=
[૧] ત્યાગની સ્પર્ધા વિરલ ત્યાગ ! ઉગ્ર તપ !! અદ્દભુત સંયમ !!! આત્મસાધનાના આ ત્રીવેણી સંગમે અનેક આત્માઓને કામણ કર્યું હતું!
જ્ઞાતપુત્ર વર્ધમાને રાજયદ્ધિ અને વૈભવ-વિલાસને ત્યાગ કર્યો હતો; કંચનવર્ણ કમળ સુકોમળ કાયાને મોહ વિસારી અતિ ઉગ્ર તપશ્ચરણ આદર્યું હતું; સંસારના ત્રિવિધ તાપને શમાવવા માયા–મમતાના અંચળા ફગાવી સંયમમાર્ગ ગ્રહણ કર્યો હતો; બાર બાર વર્ષની સમય -ભટ્ટીમાં આ ત્યાગ તપ અને સંયમના બળે આત્માને તપાવી સ્ફટિકસમે નિર્મળ બનાવી શ્રી વર્ધમાન મહાવીર સ્વામી તરીકે વિખ્યાત થયા હતા. અને પછી ? પછી તો એ આત્મસિદ્ધ મહાયોગીની આત્મતનું પૂછવું જ શું? સંસારના મહાન અંધકારમાં આથડતા અનેક આત્માઓને એણે મોક્ષમાર્ગનું દર્શન કરાવ્યું હતું. એ મહાપ્રભુની અનંત આત્મશક્તિ, અપાર અહિંસા અને અનન્ય અનેકાન્તવાદે દુઃખી દુનિયા ઉપર અમી છાંટણાં કર્યા હતાં.
એ પ્રભુના પગલે પગલે અનેક રાજાઓ-રાજકુમારે-રાજરાણુઓ, કંઈક ધનનંદને અને કેટલાય અભિમાની પતિ ઘરબાર છેડી ચાલી નીકળતા હતા.
એ રાજાધિરાજની છાયામાં બેઠેલા રાજાઓને પોતાની અટૂટ સત્તા, રાજ્યઋદ્ધિ અને રાજવૈભવ કેડીની કિંમતનાં લાગતાં, અને તેને અનંત આત્મસત્તાની સાધના માટે હસતે મુખે ચાલી નીકળતા !
અનંત આત્મઋદ્ધિના સ્વામી એ દેવાધિદેવના ચરણે આવેલા અખૂટ સંપત્તિના સ્વામી કહેવાતા લક્ષ્મીનંદનને પિતાની સંપત્તિ તણખલાથી પણ હલકી લાગતી અને તેઓ અનંત આત્મદ્ધિની શોધ માટે ચાલી નીકળતા !
અનંત જ્ઞાનના ધણી એ મહાપ્રભુની પાસે આવેલા અકા બુદ્ધિના સ્વામી અને સર્વ શાસ્ત્રોના પારગામી ગણુતા એવા પંડિતોને પોતાની બુદ્ધિને વૈભાવ હૃદયબળ વગરના નર્યા વિતંડાવાદ સમો લાગતે અને તેઓ સાચા આત્મજ્ઞાનની શોધ માટે ઘરબાર છેડી ચાલી નીકળતા !
જાણે આત્મશુદ્ધિ અને આત્મસિદ્ધિન કેઈ મહાયુગ આરંભ્યો હતો ! આવા ધનભાગી યુગની આ એક વાર્તા છેઃ
પૃષ્ટચંપાનગરીની શોભા અલકાપુરીની જેમ સૌને મંત્રમુગ્ધ કરતી. ઊંચી અટારીઓ, વિશાળ રાજમાર્ગો અને મેટાં હાટો પૃષ્ઠચંપાની અપાર સંપત્તિનાં સાક્ષો હતાં. પૃષચંપાને સ્વામી શાલ એક નીતિપરાયણ અને ધર્મપ્રમી રાજા હતા. તેના સૌજન્ય અને પ્રજાપ્રેમની સુવાસ ચોમેર ફેલાયેલી હતી. શાલે પિતના નાના ભાઈ મહાશાલને યુવરાજ પદ આપ્યું હતું. આ બન્ને ભાઈઓના રાજયમાં પ્રજા સર્વ રીતે સુખી હતી.
For Private And Personal Use Only