SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૩પ૬] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ છે. ઉખેડીને તે સ્થળે બીજું સારું ઝાડ !” આ સમયે સંગ્રામસિંહ પણ સાથે હતા. તેમણે બાદશાહને કહ્યું કે હજુ થોડા સમય અને રહેવા દો. મને આશા છે કે એક વર્ષમાં આ ફળશે. બાદશાહે તેમનું વચન માન્ય રાખી ઝાડ રહેવા દીધું. હવે સંગ્રામસિંહ હમેશ તે બાગમાં જઈ સ્નાન કરવા લાગ્યા ને પિતાના ધેતિયાનો એક છે. તે આખ્યાના મૂળમાં નીચોવી વનદેવતાને વિનવવા લાગ્યા કે “હે વનદેવને ! જે જન્મથી આજ સુધી પરસ્ત્રોને સંસર્ગ ન કર્યો હોય અને બ્રહ્મચર્યની પ્રાણથી પણ અધિક રક્ષા કરી હોય તો આ વૃક્ષને સલ કરે!” બીજા વર્ષના પ્રારંભમાં સૌથી પ્રથમ આ આમ્બાને ફળ આવ્યાં. માળીએ બાદશાહને તે આખાની કેરીઓ આપી અને સર્વ વૃત્તાન્ત જણાવ્યું. બાદશાહે ઘણુ આનંદ પૂર્વક સંગ્રામસિંહ સોનીને હાથીની અંબાડી પર બેસારી આખા નગરમાં વાજતે ગાજતે ફેરવી સન્માન પૂર્વક રાજસભામાં બેલાવ્યા અને પાંચ રેશમી વસ્ત્ર સેનામ વગેરેને ઉપહાર કરી તેમના શીયળ ગુણની પ્રશંસા કરી ઘેર મોકલ્યા. સંગ્રામસિંહ શેની કેવળ રાજ્યકારી પુરુષ જ ન હતા પરંતુ સાથે સારા વિદ્વાન પણ હતા. તેમણે સં. ૧૫રમાં સર્વમાન્ય બુદ્ધિસાગર' નામનું એક અત્યુપયોગી ગ્રન્થ રચ્યો છે. તે મુદ્રિત થયેલ છે. ૬૭ જીવણ અને મેઘરાજ દીવાનઃ ૮. ઉપમંત્રી ગોપાલ. જીવણ અને મેધરાજ સં. ૧૫૫થી ૧૫૫૬ સુધીના ગયાસુદ્દીન બાદશાહના રાજ્યમાં દીવાનપદ ઉપર હતા. જીવાણુ અને મેઘરાજ ઓસવાળ જૈવેતામ્બરી હતા, અને તેમના હાથ નીચે ઉ૫મંત્રી ગોપાળ નામના ઓસવાળ હતા. તે ગોપાળમંત્રી તીર ચલાવવામાં ઘણું જ પ્રવીણ હતા. તેમની તીર ચલાવવાની કળાથી બાદશાહ તેમના પર પ્રસન્ન રહેતો. ગોપાળ મંત્રીએ માંડવથી તારાપુર જતાં રસ્તામાં સૂર્યકુંડ નામને એક કુંડ સ. ૧૫૪રના માગશર સુદ ૭ ને રવિવારે બંધાવ્યો તથા સંવત ૧૫૫૧ના વૈશાખ સુદી ૬ ને શુક્રવારે તારાપુરમાં એક જિનમંદિર બંધાવ્યું. ને તેમાં શ્રી સુપાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી પધરાવ્યાં. તે કુંડ અને મંદિર બને હાલ શિલાલેખ સહિત કાયમ છે. (તેના શિલાલેખ અને વર્ણન માટે જુઓ, “જૈન સત્ય પ્રકાશ’ વર્ષ ૩, અંક ૧-૨-૩) ઉપમંત્રી ગોપાળબેહરાગોત્રમાં રણમલનાં પત્ની યાદથી પારસ થયા ને તેમનાં પત્ની મટકુથી ગેપાળ મંત્રી થયા. ગોપાલને પુની નામે પત્ની હતાં ને સગ્રામ ને ઝીંઝાનામે પુત્રો હતા. સંગ્રામને કરમાઈ નામે પત્ની હતી ને ઝીંઝાને જીવાદે નામે પત્ની હતી. એ પ્રમાણે તેમનું કુટુમ્બ હતું ૯-૧૦ મુંજરાજ અને મુંજરાજ મંત્રી–સં. ૧૫૫૬ થી ૧૫૬૭ સુધી નાસીરૂદ્દીન ખીલજીના રાજ્યમાં પુંજરાજ ને મુંજરાજ મંત્રીપદના અધિકાર હતા. તેઓ બન્ને ભાઈઓ હતા ને વડગચ્છીય ઓસવાળ હતા. એ પ્રમાણે ચોદમા સૈકાની શરૂઆતથી લઈને ૧૫૬૭ સુધી માંડવગઢમાં મંત્રી, ઉપમંત્રી અને ખજાનચી વગેરેના અધિકાર ઉપર મોટે ભાગે જેને રહ્યા. તેઓએ જૈનધર્મની અને રાજ્યની સારી ઉન્નતિ સાધી અને મળેલ અધિકારો શોભાવ્યા. [ચાલુ ] For Private And Personal Use Only
SR No.521576
Book TitleJain_Satyaprakash 1942 02
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1942
Total Pages46
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy